Page #1
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક શિક્ષણ
[૧૦]
ધાર્મિક શિક્ષણ આપવું કે નહિ એ સવાલ પર સામસામે છેડે ઊભેલા મુખ્યત્વે બે વર્ગો છે: એક ધાર્મિક શિક્ષણ આપવા-અપાવવાનો અતિ આગ્રહ સેવે છે, જ્યારે બીજે તે વિષે ઉદાસીન જ નહિ, પણ ઘણીવાર વિરેધ સુદ્ધાં કરે છે. આ સ્થિતિ માત્ર જૈનસમાજની જ નહિ, પણ લગભગ બધા સમાજની છે. હું આ સ્થળે વિચારવા ધારું છું તે બાબત એ છે કે વિરોધ કરનાર શા માટે વિરોધ કરે છે? શું એને શિક્ષણ પ્રત્યે અણગમો છે કે ધર્મ પ્રત્યે જ અણગમે છે કે ધર્મના નામથી શીખવાતી અમુક વસ્તુઓ પ્રત્યે જ અણગમે છે ? અને એ અણગમાનું કારણ શું છે? એ જ રીતે ધાર્મિક શિક્ષણ વિષે આગ્રહ સેવનાર કયા ધર્મના શિક્ષણ વિષે આગ્રહ સેવે છે અને એ આગ્રહના મૂળમાં શું રહેલું છે?
વિરોધ કરનારની શિક્ષણ પ્રત્યે તે એટલી જ મમતા છે જેટલી ધર્મશિક્ષણના આગ્રહી પક્ષની. ધર્મ પ્રત્યે પણ એને અણગમે હોતે જ નથી,
જે તે જીવનપ્રદ અને માનવતાપષક હોય તે. તેને વિરોધ ધર્મને નામે અત્યારે શીખવાતી વસ્તુઓ વિષે જ છે અને તેનું કારણ ધર્મશિક્ષણ દ્વારા માનવતાને વિકાસ સાધવાને બદલે એનો હાસ સધાય છે એ છે. બીજી બાજુ, ધાર્મિક શિક્ષણને આગ્રહ સેવનાર મુખ્યપણે અમુક પાઠો શીખવવા અને અમુક પરંપરાગત ક્રિયાકાંડે શીખવવાને જ આગ્રહ સેવે છે. એ આગ્રહના મૂળમાં એનો પિતાને ધર્મ વિષેને જીવંત અનુભવ નથી હોતો, પણ વારગત જે ક્રિયાકાંડના સંસ્કારે તેને મળ્યા હોય છે, એ સંસ્કારે ચાલુ રાખવામાં જે સામાજિક મેહ મનાતે આવ્યા છે અને એવા સંસ્કારો સીંચવા જે પંડિત અને ધર્મગુરૂઓ સતત ભાર આપ્યા કરે છે તે છે.
વિધી વર્ગ ધાર્મિક શિક્ષણને વિરોધ કરે છે, ત્યારે તે એટલું તે માને જ છે કે માનવજીવન ઉચું અને શુદ્ધ સંસ્કારવાળું–જે દ્વારા માનવી ખાનગી અને સામાજિક જીવનમાં પ્રામાણિકપણું ન છોડે, તુચ્છ સ્વાર્થને લીધે તે સમાજ કે રાષ્ટ્રના વિકાસને રૂપે એવું કશું પણ ન કરે તેવું—હોવું જોઈએ.
Page #2
--------------------------------------------------------------------------
________________
૬૮ ].
દર્શન અને ચિંતન આવા જીવનનું પિષક ધાર્મિક શિક્ષણ કે તત્વ એ વર્ગને સામાન્ય નથી હોતું. આને સાર એ નીકળે કે સમૃદ્ધ અને સંસ્કારી જીવન માટે જે આવશ્યક હોય તેના જ શિક્ષણને તે વર્ગ સ્વીકારે છે. જે શિક્ષણ દ્વારા જીવન સમૃદ્ધ થવાના કે જીવનમાં ઉદાત્ત સંસ્કાર પિપાવાને સંભવ ભાગ્યે જ હેય. છે, તેવા શિક્ષણને વિરોધ એ જ તેમને વિધિ છે. આ રીતે ઊંડા ઊતરીને જોઈ એ તો ધાર્મિક શિક્ષણને વિરોધ કરનાર વર્ગ ખરી રીતે ધાર્મિક શિક્ષણની આવશ્યક્તા જ સ્વીકારે છે. બીજી બાજુ, એ શિક્ષણને અત્યાગ્રહ સેવનાર શબ્દપાઠો અને ક્રિયાકાંડે પર ગમે તેટલો આગ્રહ સેવે, છતાં તે પણ જીવનમાં ઉચ્ચ સંસ્કારસમૃદ્ધિ પિપાતી હોય તો તે જોવા ઉત્સુક તો છે જ. આ રીતે સામસામે છેડે સ્થિત એ બંને વચ્ચે માનવીનું જીવન ઉચ્ચ અને સંસ્કારી બને એ બાબતમાં એકમત જ છે. એક પક્ષ અમુક પ્રકારને વિરોધ કરીને તે બીજો પક્ષ તે પ્રકારનું સમર્થન કરીને છેવટે તે બંને પક્ષે નકાર અને હકારમાંથી એક જ સામાન્ય તત્વ ઉપર આવી ઊભા રહે છે.
જે છેક સામસામેના બંને પક્ષે એક બાબતમાં એકમત થતા હોય, તે તે ઉઠ્યસંમત તત્વને લક્ષીને જ શિક્ષણને પ્રશ્ન વિચારો જોઈએ અને વિવાદાસ્પદ તત્ત્વ વિષે આ કે તે જાતનું ઐકાંતિક વિધાન કે તે વાસ્તેની ગોઠવણ ન કરતાં તે બાબત શિક્ષણ લેનારની રૂચિ અને વિચાર ઉપર છોડી દેવી જોઈએ, એમ જ ફલિત થાય છે.
જેઓ ધાર્મિક પાઠ અને ક્રિયાકાંડના પક્ષપાતી હોય છે, તેમણે પોતાના જીવનથી જે એમ સાબિત કર્યું હોત કે પ્રવાસી ધાર્મિકે પિતાના જીવનવ્યવહારમાં બીજા કરતાં વધારે સાચા હોય છે, બોલ્યા પ્રમાણે વર્તનાર હોય છે, તેમ જ સાદું જીવન જીવનાર હોઈ પિતાની ચાલુ ધર્મપ્રથા દ્વારા માનવતાને વધારે સાંકળે છે, તે કોઈને પણ તેમના રૂઢ શિક્ષણ વિષે વાધ લેવાને કારણ જ ન હોત. પણ ઈતિહાસ એલી ઊલટું કહે છે. જે જે જાતિએ કે કામે રૂઢ ધર્મ-શિક્ષણ વધારે લીધું હોય છે, તે જાતિ કે કામ બીજી કામ કરતાં વધારે ભેદ પિવતી આવી છે. ક્રિયાકાંડી શિક્ષણમાં સૌથી વધારે અભિમાન લેનાર બ્રાહ્મણ કે હિંદુ જાતિ બીજા સમાજે કરતાં વધારે વહેંચાઈ ગયેલ છે અને વધારે દાંભિક તથા વધારે બીકણ જીવન ગાળે છે. જેમ જેમ ધર્મનું શિક્ષણ વિવિધ અને વધારે, તેમ તેમ જીવનની સમૃદ્ધિ પણ વિવિધ અને વધારે હોવી જોઈએ. તેને બદલે ઇતિહાસ કહે છે કે ધર્મપરાયણ મનાતી કેમ ધર્મથી સંધાવાને બદલે ધર્મની વિપુલતાના.
Page #3
--------------------------------------------------------------------------
________________
[ ૬૯
ધાર્મિક શિક્ષણ પ્રમાણમાં વધારે વિપુલતાથી એકમેકથી છૂટી પડી ગઈ છે. ઈસ્લામ ધર્મના રૂઢ શિક્ષણે જે એક અમુક વર્ગને અમુક અંશમાં સાં હોય, તે તેથી મોટા વર્ગને અનેક અંશમાં પહેલા વર્ગને વિરોધી મનાવી છેવટે તે માનવતાને ખંડિત જ કરી છે. ખ્રિસ્તી ધર્મની રૂઢ શિક્ષાએ પણ માનવતાને ખંડિત જ કરી છે. અમુક ધમ પિતાના રૂઢ શિક્ષણને બળે અમુક પ્રમાણમાં માનવવર્ગને અંદરોઅંદર સાંકળવાનું પુણ્ય કરતે હૈય, તે તેથી મેટા વર્ગને છેક વિરોધી ગણાવવાનું મહાપાતક પણ કરે છે. આ તે રશિક્ષણજન્ય માનવતાના ખંડિતપણાની વાત થઈ
પણ અમુક સંપ્રદાયનું રૂઢ શિક્ષણ તે સંપ્રદાય પૂરતું પણ સરળ, પ્રામાણિક અને પરાથી જીવન સાધતું હોય, તેય ધાર્મિક શિક્ષણને વિરોધ કરનારને વિરોધ કરવાનું પૂરતું કારણ ન મળે, પણ ઇતિહાસ બીજી જ કથા કહે છે. કેઈ એક સંપ્રદાયના મુખિયાજી મનાતા ધર્મગુરુઓને લઈ વિચાર કરીએ, કે આગેવાન ગણાતા ગૃહસ્થને લઈ વિચાર કરીએ, તે જાણે કે દરેક ધર્મગુરુ આડંબરી જીવનમાં રસ લે છે અને ભેળાં માણસમાં એ આડંબરને ધર્મને નામે પિવે છે. જે નાણું, જે શક્તિ અને જે સમય દ્વારા તે સંપ્રદાયના અનુયાયીઓનું આરોગ્ય સાધી શકાય, તેમને કેળવણું આપી શકાય, તેમને ધંધે શીખવી સ્વાવલંબી જીવન જીવતાં બનાવી શકાય, તે જ નાણાં, શક્તિ અને વખતનો ઉપયોગ મોટેભાગે દરેક ધર્મગુરુ પિતાની આબરસજિજત જીવન ગાડી ધકેલવામાં કરે છે. પિતે શરીરશ્રમ છેડે છે, પણ શરીર– શ્રમનાં ફળોને ભોગ નથી છોડતા. પિતે સેવા દેવી છેડે છે, પણ સેવા લેવી છેડતા નથી. બને તેટલી વધારેમાં વધારે જવાબદારીઓ ફેંકી દેવામાં ધર્મ માને-મનાવે છે, પણ પિતા પ્રત્યે બીજા જવાબદારી ન ચૂકે એની પૂરી કાળજી રાખે છે–જેવી રીતે રાજાઓ. એ જ રીતે તે સંપ્રદાયને રૂઢ શિક્ષણરસિક આગેવાન ગ્રહ પોતાના જીવનમાં સદાચાર વિનાના હોય છે અને ગમે તેટલાના ભાગે પણ ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે પૂછ એકત્ર કરવાને મોહ સેવતા હોય છે. અનુકૂળના હોય ત્યાં લગી ધંધામાં પ્રામાણિકપણું અને કાંઈક જોખમ આવતાં દેવાળું કાઢવાની રીત–આ વસ્તુસ્થિતિ હોય ત્યાં લગી ગમે તેટલી લાગવગ વાપરવામાં આવે, છતાં દઢ ધર્મશિક્ષણ વિષે સ્વતંત્ર અને નિર્ભય વિચારકની આંતરિક-બાહ્ય વિધ રહેવાને જ. જે વસ્તુસ્થિતિ આવી છે અને ચાલવાની છે તે વધારે સુંદર અને સલામત માર્ગ એ છે કે બન્ને પક્ષ સંમત હોય એવા જ ધર્મતત્વના શિક્ષણને પ્રબંધ જાગરૂકપણે થા ઈએ.
Page #4
--------------------------------------------------------------------------
________________
* ]
દન અને ચિંતન
એવા ધમ તત્ત્વમાં મુખ્ય એ અશો આવે છે: એક વર્તનને અને ખીજો વિચારતા. જ્યાં લગી વતનના શિક્ષણના સમ્ધ છે ત્યાં લગી નિરપવાદ એક જ વિધાનસભવે છે કે જો કાઈને સનનું શિક્ષણ આપવું હોય તે તે સન જીવીને જ શીખવી શકાય; એ કદી વાણીથી શીખવી ન શકાય. સન વસ્તુ જ એવી છે કે તે વાણીમાં ઊતરતાં ફીકી પડી જાય છે અને જો તે ક્રાઈના વનમાં અંદરથી ઊગેલી હોય તા તે બીજાને આહેવત્તે અંશે વળગ્યા વિના રહેતી જ નથી. આને અર્થ એ થયો કે માનવતા ડનાર તે પોષનાર જે જે જાતનુ સન સમાજમાં કે સંસ્થામાં દાખલ કરવું હોય તે તે જાતનુ સન ગાળનાર કાઈ પણ સાચી વ્યક્તિ જ ન હોય ત્યાં લગી તે સમાજ કે તે સંસ્થામાં સનના શિક્ષણના પ્રશ્ન હાથ ધરવા એ નરી માલિશતા છે. માબાપ કે બીજા વડીલે બાળકાને કે નાનેરાંને ઘડવા માગતા હોય, તો તેમણે પાતાના વનમાં તેનું ઘડતર સચોટપણે દાખલ કરવું જોઈ એ અને એમ તેઓ ન કરે તે પોતાની સતતિના જીવનમાં સન ઊતરે એ આશાને નમપણે સેવવી પણ ન જોઈ એ. સસ્થા કાઈ ભાડૂતી × નકલી શિક્ષકને રોકી વિદ્યાર્થીઓમાં સત નવું વાતાવરણ જમાવી જ ન શકે. એ વ્યવહારના વિષય છે અને વ્યવહાર સાચી કે ખોટી દેખાદેખીમાંથી ઉત્પન્ન થઈ પછી જ વિચારના ને સંસ્કારના ઊંડા પ્રદેશ સુધી મૂળ ધાલે છે.
ધર્માશિક્ષણના આન્દ્રે અશ વિચાર છે–જ્ઞાન છે. કાઈ પણ સંસ્થા પોતાના વિદ્યાર્થીઓમાં વિચાર અને જ્ઞાનના અા સાચી અને પોષી શકે. દરેક સંસ્થાને વાસ્તે રાજમાર્ગ તરીકે—-ધાર્મિક શિક્ષણના વિષય તરીકે એક જ વિષય આ રહે છે અને તે જ્ઞાન તેમ જ વિચારને.
આ વાસ્તે સસ્થાએ જેટલા ઉદાત્ત પ્રબંધ કર્યો હોય તેટલી સફળતા મળે જ છે. વિદ્યાર્થીને જાણવાની ઓછીવત્તી ભૂખ હોય જ છે. તેની ભૂખની નાડી કીક પારખવામાં આવે તે એ વધારે સહેજ પણ કરી શકાય છે. તેથી અનેક વિદ્યાર્થી એમાં તત્ત્વની જિજ્ઞાસા પેદા કરવાનું આયાજન કરવું એ સંસ્થાનું પ્રથમ કર્તવ્ય છે. આ આયોજનમાં સમૃદ્ધ પુસ્તકાલય અને વિવિધ વિષયા ઉપર વિચારક વિદ્વાનોનાં વ્યાખ્યાતા આપવાનો પ્રબન્ધ તે આવે જ છે, પણ આખા આયેાજનમાં કેન્દ્રસ્થાને જ્ઞાન અને વિચારમૂર્તિ શિક્ષક તથા તેની સગ્રાહિણી, પ્રતિક્ષણે નવીનતા અનુભવતી પ્રતિભાસ પન્ન દૃષ્ટિ છે. જે સંસ્થા આવે. શિક્ષક મેળવવા ભાગ્યશાળી થાય, તે સંસ્થામાં વિચાર પૂરતું ધર્મ-શિક્ષણ તે અનિવાય રીતે પ્રસરવાનું અને વધવાનું જ. કરવાપણું
Page #5
--------------------------------------------------------------------------
________________ ધાર્મિક શિક્ષણ [ 71 આવે છે ત્યારે વિદ્યાથી જરા ખંચકાય છે, પણ જાણવાને સવાલ હોય છે ત્યાં તેનું મગજ અનુકૂળ શિક્ષક આગળ જિજ્ઞાસાની આગથી સૂકા ઘાસની પેટ સળગી ઊઠે છે. જીવ અધ્યાપક એ તકને લાભ લે છે અને વિદ્યાથીમાં ઉદાર તેમ જ વ્યાપક વિચારનાં બીજો રેપે છે. ખરી રીતે તે વિદ્યાથીંમાં જે કરવાનું અને બનવાનું શક્ય છે, તેના ઉપર સંસ્થાઓ ધાર્મિક શિક્ષણનું આયોજન કરી ભાર નથી આપતી, અને જે ધાર્મિક ગણાતા અંશમાં વિદ્યાર્થીને કે ખુદ શિક્ષકને રસ નથી હોતો તેવા અંશ ઉપર પરંપરાના મહને લીધે કે અમુક વર્ગના અનુસરણને લીધે ભાર આપવા જતાં સંસ્થા બને ગુમાવે છે. આમ થવાથી શક્ય એવા વિચારાંશની જાગૃતિ રૂંધાય છે અને અશક્ય એવા રૂઢ આચારમાંની રસવૃત્તિ ઉત્પન્ન થવાને બદલે તે હમેશ માટે બહેર મારી જાય છે. તેથી મારી દષ્ટિએ દરેક સંસ્થામાં ઉપસ્થિત થતા ધાર્મિક શિક્ષણના પ્રશ્નો ઉકેલ નીચે પ્રમાણે આણી શકાય - (1 કઈ પણ ક્રિયાકાંડી કે રૂઢ શિક્ષણ આપવાનું મરજિયાત હોય, ફરજિયાત નહિ. (2) જીવનની સૌરભ જેવા સદ્વર્તનનું શિક્ષણ શબ્દ વાટે આપવામાં સપિ મનાવો ન જોઈએ અને એવું શિક્ષણ આપવાની સગવડ ન હોય, તે તે વિધ્યમાં ચૂપ રહેવામાં જ સતિષ માનવો જોઈએ. (3) ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા સ્વરૂપની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાનના અમુક મુદ્દાઓનું વિદ્યાર્થીઓની યોગ્યતા પ્રમાણે સારામાં સારું ઉદાત્ત શિક્ષણ આપવાનો પ્રબંધ થ જોઈએ અને તે વખતે તે પૂરતું ધર્મ શિક્ષણ ગણાવું જોઈએ. આવા ધમ શિક્ષણ પરત્વે કાઈને મતભેદ નથી, સંસ્થા દ્વારા અપાવું એ શક્ય પણ છે અને જુદાજુદા સંપ્રદાયની માન્યતાઓને સાંકળવામાં એ ઉપયોગી છે, તેમ જ મિથ્યા વહેમોનો નાશ કરવામાં પણ સૌથી પહેલું આવું ધમ–શિક્ષણ આવશ્યક છે. –અખંડ આનંદ, 1951