________________
ધાર્મિક શિક્ષણ
[૧૦]
ધાર્મિક શિક્ષણ આપવું કે નહિ એ સવાલ પર સામસામે છેડે ઊભેલા મુખ્યત્વે બે વર્ગો છે: એક ધાર્મિક શિક્ષણ આપવા-અપાવવાનો અતિ આગ્રહ સેવે છે, જ્યારે બીજે તે વિષે ઉદાસીન જ નહિ, પણ ઘણીવાર વિરેધ સુદ્ધાં કરે છે. આ સ્થિતિ માત્ર જૈનસમાજની જ નહિ, પણ લગભગ બધા સમાજની છે. હું આ સ્થળે વિચારવા ધારું છું તે બાબત એ છે કે વિરોધ કરનાર શા માટે વિરોધ કરે છે? શું એને શિક્ષણ પ્રત્યે અણગમો છે કે ધર્મ પ્રત્યે જ અણગમે છે કે ધર્મના નામથી શીખવાતી અમુક વસ્તુઓ પ્રત્યે જ અણગમે છે ? અને એ અણગમાનું કારણ શું છે? એ જ રીતે ધાર્મિક શિક્ષણ વિષે આગ્રહ સેવનાર કયા ધર્મના શિક્ષણ વિષે આગ્રહ સેવે છે અને એ આગ્રહના મૂળમાં શું રહેલું છે?
વિરોધ કરનારની શિક્ષણ પ્રત્યે તે એટલી જ મમતા છે જેટલી ધર્મશિક્ષણના આગ્રહી પક્ષની. ધર્મ પ્રત્યે પણ એને અણગમે હોતે જ નથી,
જે તે જીવનપ્રદ અને માનવતાપષક હોય તે. તેને વિરોધ ધર્મને નામે અત્યારે શીખવાતી વસ્તુઓ વિષે જ છે અને તેનું કારણ ધર્મશિક્ષણ દ્વારા માનવતાને વિકાસ સાધવાને બદલે એનો હાસ સધાય છે એ છે. બીજી બાજુ, ધાર્મિક શિક્ષણને આગ્રહ સેવનાર મુખ્યપણે અમુક પાઠો શીખવવા અને અમુક પરંપરાગત ક્રિયાકાંડે શીખવવાને જ આગ્રહ સેવે છે. એ આગ્રહના મૂળમાં એનો પિતાને ધર્મ વિષેને જીવંત અનુભવ નથી હોતો, પણ વારગત જે ક્રિયાકાંડના સંસ્કારે તેને મળ્યા હોય છે, એ સંસ્કારે ચાલુ રાખવામાં જે સામાજિક મેહ મનાતે આવ્યા છે અને એવા સંસ્કારો સીંચવા જે પંડિત અને ધર્મગુરૂઓ સતત ભાર આપ્યા કરે છે તે છે.
વિધી વર્ગ ધાર્મિક શિક્ષણને વિરોધ કરે છે, ત્યારે તે એટલું તે માને જ છે કે માનવજીવન ઉચું અને શુદ્ધ સંસ્કારવાળું–જે દ્વારા માનવી ખાનગી અને સામાજિક જીવનમાં પ્રામાણિકપણું ન છોડે, તુચ્છ સ્વાર્થને લીધે તે સમાજ કે રાષ્ટ્રના વિકાસને રૂપે એવું કશું પણ ન કરે તેવું—હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org