________________
[ ૬૯
ધાર્મિક શિક્ષણ પ્રમાણમાં વધારે વિપુલતાથી એકમેકથી છૂટી પડી ગઈ છે. ઈસ્લામ ધર્મના રૂઢ શિક્ષણે જે એક અમુક વર્ગને અમુક અંશમાં સાં હોય, તે તેથી મોટા વર્ગને અનેક અંશમાં પહેલા વર્ગને વિરોધી મનાવી છેવટે તે માનવતાને ખંડિત જ કરી છે. ખ્રિસ્તી ધર્મની રૂઢ શિક્ષાએ પણ માનવતાને ખંડિત જ કરી છે. અમુક ધમ પિતાના રૂઢ શિક્ષણને બળે અમુક પ્રમાણમાં માનવવર્ગને અંદરોઅંદર સાંકળવાનું પુણ્ય કરતે હૈય, તે તેથી મેટા વર્ગને છેક વિરોધી ગણાવવાનું મહાપાતક પણ કરે છે. આ તે રશિક્ષણજન્ય માનવતાના ખંડિતપણાની વાત થઈ
પણ અમુક સંપ્રદાયનું રૂઢ શિક્ષણ તે સંપ્રદાય પૂરતું પણ સરળ, પ્રામાણિક અને પરાથી જીવન સાધતું હોય, તેય ધાર્મિક શિક્ષણને વિરોધ કરનારને વિરોધ કરવાનું પૂરતું કારણ ન મળે, પણ ઇતિહાસ બીજી જ કથા કહે છે. કેઈ એક સંપ્રદાયના મુખિયાજી મનાતા ધર્મગુરુઓને લઈ વિચાર કરીએ, કે આગેવાન ગણાતા ગૃહસ્થને લઈ વિચાર કરીએ, તે જાણે કે દરેક ધર્મગુરુ આડંબરી જીવનમાં રસ લે છે અને ભેળાં માણસમાં એ આડંબરને ધર્મને નામે પિવે છે. જે નાણું, જે શક્તિ અને જે સમય દ્વારા તે સંપ્રદાયના અનુયાયીઓનું આરોગ્ય સાધી શકાય, તેમને કેળવણું આપી શકાય, તેમને ધંધે શીખવી સ્વાવલંબી જીવન જીવતાં બનાવી શકાય, તે જ નાણાં, શક્તિ અને વખતનો ઉપયોગ મોટેભાગે દરેક ધર્મગુરુ પિતાની આબરસજિજત જીવન ગાડી ધકેલવામાં કરે છે. પિતે શરીરશ્રમ છેડે છે, પણ શરીર– શ્રમનાં ફળોને ભોગ નથી છોડતા. પિતે સેવા દેવી છેડે છે, પણ સેવા લેવી છેડતા નથી. બને તેટલી વધારેમાં વધારે જવાબદારીઓ ફેંકી દેવામાં ધર્મ માને-મનાવે છે, પણ પિતા પ્રત્યે બીજા જવાબદારી ન ચૂકે એની પૂરી કાળજી રાખે છે–જેવી રીતે રાજાઓ. એ જ રીતે તે સંપ્રદાયને રૂઢ શિક્ષણરસિક આગેવાન ગ્રહ પોતાના જીવનમાં સદાચાર વિનાના હોય છે અને ગમે તેટલાના ભાગે પણ ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે પૂછ એકત્ર કરવાને મોહ સેવતા હોય છે. અનુકૂળના હોય ત્યાં લગી ધંધામાં પ્રામાણિકપણું અને કાંઈક જોખમ આવતાં દેવાળું કાઢવાની રીત–આ વસ્તુસ્થિતિ હોય ત્યાં લગી ગમે તેટલી લાગવગ વાપરવામાં આવે, છતાં દઢ ધર્મશિક્ષણ વિષે સ્વતંત્ર અને નિર્ભય વિચારકની આંતરિક-બાહ્ય વિધ રહેવાને જ. જે વસ્તુસ્થિતિ આવી છે અને ચાલવાની છે તે વધારે સુંદર અને સલામત માર્ગ એ છે કે બન્ને પક્ષ સંમત હોય એવા જ ધર્મતત્વના શિક્ષણને પ્રબંધ જાગરૂકપણે થા ઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org