Book Title: Dharmik Shikshan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ધાર્મિક શિક્ષણ [ 71 આવે છે ત્યારે વિદ્યાથી જરા ખંચકાય છે, પણ જાણવાને સવાલ હોય છે ત્યાં તેનું મગજ અનુકૂળ શિક્ષક આગળ જિજ્ઞાસાની આગથી સૂકા ઘાસની પેટ સળગી ઊઠે છે. જીવ અધ્યાપક એ તકને લાભ લે છે અને વિદ્યાથીમાં ઉદાર તેમ જ વ્યાપક વિચારનાં બીજો રેપે છે. ખરી રીતે તે વિદ્યાથીંમાં જે કરવાનું અને બનવાનું શક્ય છે, તેના ઉપર સંસ્થાઓ ધાર્મિક શિક્ષણનું આયોજન કરી ભાર નથી આપતી, અને જે ધાર્મિક ગણાતા અંશમાં વિદ્યાર્થીને કે ખુદ શિક્ષકને રસ નથી હોતો તેવા અંશ ઉપર પરંપરાના મહને લીધે કે અમુક વર્ગના અનુસરણને લીધે ભાર આપવા જતાં સંસ્થા બને ગુમાવે છે. આમ થવાથી શક્ય એવા વિચારાંશની જાગૃતિ રૂંધાય છે અને અશક્ય એવા રૂઢ આચારમાંની રસવૃત્તિ ઉત્પન્ન થવાને બદલે તે હમેશ માટે બહેર મારી જાય છે. તેથી મારી દષ્ટિએ દરેક સંસ્થામાં ઉપસ્થિત થતા ધાર્મિક શિક્ષણના પ્રશ્નો ઉકેલ નીચે પ્રમાણે આણી શકાય - (1 કઈ પણ ક્રિયાકાંડી કે રૂઢ શિક્ષણ આપવાનું મરજિયાત હોય, ફરજિયાત નહિ. (2) જીવનની સૌરભ જેવા સદ્વર્તનનું શિક્ષણ શબ્દ વાટે આપવામાં સપિ મનાવો ન જોઈએ અને એવું શિક્ષણ આપવાની સગવડ ન હોય, તે તે વિધ્યમાં ચૂપ રહેવામાં જ સતિષ માનવો જોઈએ. (3) ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ તથા સ્વરૂપની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાનના અમુક મુદ્દાઓનું વિદ્યાર્થીઓની યોગ્યતા પ્રમાણે સારામાં સારું ઉદાત્ત શિક્ષણ આપવાનો પ્રબંધ થ જોઈએ અને તે વખતે તે પૂરતું ધર્મ શિક્ષણ ગણાવું જોઈએ. આવા ધમ શિક્ષણ પરત્વે કાઈને મતભેદ નથી, સંસ્થા દ્વારા અપાવું એ શક્ય પણ છે અને જુદાજુદા સંપ્રદાયની માન્યતાઓને સાંકળવામાં એ ઉપયોગી છે, તેમ જ મિથ્યા વહેમોનો નાશ કરવામાં પણ સૌથી પહેલું આવું ધમ–શિક્ષણ આવશ્યક છે. –અખંડ આનંદ, 1951 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5