Book Title: Dharmacharanno Adhikar Kyare Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૩૩. ધર્માચરણનો અધિકાર ક્યારે ? આ મથાળું વાંચીને વાંચનારા જરૂર મૂંઝાશે અને એમ પૂછવા તત્પર થશે કે “વળી ધર્માચરણ માટે અધિકાર જોઈએ ? ધર્મ એ તો ઉત્તમ વસ્તુ છે. એટલે તે તો ગમે તે માણસ આચરી શકે. શું એને માટે વળી કોઈ વયમર્યાદા વા અમુક કોટિનો વિચાર કરવો જરૂરી ખરો ?” કોઈ ઉત્તમ પ્રકારનું રસાયણ ખાવું હોય તો કોઈ પણ વૈદ્ય રોગીને તે એમ ને એમ નથી આપી દેતો. પ્રથમ તો તે માટે પેટની શુદ્ધિની જરૂર બતાવે છે અને તે ઉપરાંત એ રસાયણની જે પ્રતિક્રિયા થાય તેને સહન કરવાની વા રસાયણને પચાવવાની દરદીમાં શક્તિ છે કે કેમ, એ બધું જોઈ-તપાસી પછી જ વિશેષ પ્રકારના પથ્ય સાથે અને અમુક સમયે જ દરદીને રસાયણ ખાવાની છટ આપે છે. વૈદ્યની જે જે ભલામણો હોય તેમાંની એકને પણ ઉલ્લંઘવામાં આવે તો દરદીને એ રસાયણ ભારે હાનિ કરે છે; એટલું જ નહીં, પણ તેના પ્રાણ સુધ્ધાં હરી લે છે; અર્થાત્ શરીરની પરિસ્થિતિની યોગ્યતા મેળવ્યા વિના અત્યંત પોષક રસાયણ પણ કાતિલ ઝેરનું કામ કરે છે. એ જ સોમલ જીવ લઈ લે છે અને એ જ સોમલ ખૂબ શક્તિ આપે છે. જો આવી સ્થૂળ અને દશ્ય ક્રિયા માટે અધિકારની વિચારણા કરવી જરૂરી લેખાતી હોય, તો જેનો વિશેષ કરીને મન સાથે, માનસિક પરિસ્થિતિઓ સાથે ખાસ સંબંધ છે તેવા ધર્મનું આચરણ કોણ કરી શકે અને એને માટે કેવો માણસ અયોગ્ય મનાયએ બધું અવશ્ય વિચારણીય છે. આર્યશાસ્ત્રના પ્રણેતાઓએ આ બાબત વિચાર પણ બરાબર કર્યો છે જ. મનુસ્મૃતિમાં શ્રી મનુ કહે છે કે-“જે માણસ ધર્મને હણે છે તેનો નાશ ધર્મ જ કરે છે અને જે માણસ ધર્મને બરાબર પાળે છે, તેની રક્ષા પૂરી રીતે ધર્મ જ કરે છે. ધર્મ આપણો નાશ ન કરી નાખે એમ બરાબર સમજીને ધર્મને કોઈએ હણવો નહીં.” આવાં જ વચન જૈન શાસ્ત્રમાં પણ છે, એ શાસ્ત્રકારો પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4