Book Title: Dharm ane Panth 01 Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 6
________________ ધર્મ અને પંથ ૧૫ (૩) જેમ પોતાની દષ્ટિ સમજાવવાની ધીરજ તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈએ. બને અથવા જેટલી બાજુઓ જાણી શકાય તે બધી બાજુઓની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈએ એટલું જ નહિ પણ પોતાની બાજુ નબળી કે ભૂલ ભરેલી ભાસતાં તેને ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કોઈ પણું આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હેતું માટે બધી બાજુઓ જેવાની અને દરેક બાજુમાં જ ખંડ સત્ય દેખાય તો તે બધાને સમન્વય કરવાની વૃત્તિ હેવી જોઈએ પછી ભલે જીવનમાં ગમે તેટલું ઓછું સત્ય આવ્યું હેય. પંચમાં ધર્મ નથી માટે જ પથ સમાજ અને રાષ્ટ્રનો ઘાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતા આવવાના પ્રસંગે આવે છે ત્યાં ત્યાં બધે જ નિપ્રાણ પંથે આડે આવે છે. ધર્મજનિત પથ સરજાયા તો હતા માણસ જાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે. ૫ દાવો પણ એ જ કાર્ય કરવાને કરે છે અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પંથે જ એક થતાં, અને મળતાં અટકાવે છે. પંથ એટલે બીજું કાંઈ નહી પણ ધર્મને નામે ઉતરેલું અને પોષાયેલું આપણું માનસિક સંકુચિતપણું કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંચના ઝેરીલા અને સાંકડા સંસ્કાર આવીને એમ કહે છે કે સાવધ ન ! તારાથી એમ ન થાય. એમ કરીશ તો ધર્મ રસાતળ જશે, લો કે શું ધારશે અને શું કહેશે ! કઇ દિગંબર પિતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણું ભરવાની પૈસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેને પંચ તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજી લઈ જતું હોય અને કોઈ એક સાચો મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7