Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને પંથ
પહેલામાં એટલે ધર્મમાં અંતર્દર્શન હોય છે એટલે તે આત્માની અંદરથી ઉગે છે અને તેમાં જ પાકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે. જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન, હોય છે એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે તેથી તે બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે.
ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણે ઉપર જ રહેલું હોય છે. જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હેવાથી તેને બધે આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે તેથી તે પહેરવેશ, કપડાને રંગ, પહેરવાની રીત અને પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે.
પહેલામાં એકતા અને અભેદના ભાવ ઉઠે છે અને સમાનતાની ઉર્મિઓ ઉછળે છે. જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તીરાડે પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પિતાને ભેદ ભૂલી અભેદ તરફ જ ઝુકે છે. અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વિસરી જાય છે અથવા એમ કહે કે એમાં એને પિતાનાં જુદાં સુખ દુઃખ જેવું કાંઇ તત્વ જ નથી હોતું; જ્યારે પંથમાં માણસ પોતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે ઝુકતો જાય છે અને બીજાનું દુઃખ એને અસર નથી કરતું, પિતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ કહે કે એમાં માણસનાં સુખ અને દુઃખ સાથી છુટાં જ પડી જાય છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને પંથ
૧૧ એમાં માણસને પોતાનું અને પારકું એ બે શબ્દ ડગલે અને પગલે યાદ આવે છે.
પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને હલકે દેખાય છે તેમાં મોટાઈ જેવી કાંઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હમેશને માટે સૈા કરતાં પિતાને નામે જ દેખે છે. કારણ કે ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા સામે માણસને પિતાની જાત અપ જેવી જ ભાસે છે જ્યારે પંથમાં એથી ઉલટું છે. એમાં ગુણ કે વૈભવ ન પણ હોય છતાં માણસ પોતાને બીજાથી મેટો માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે એમાં નમ્રતા હોય તો તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઇનો જ ખ્યાલ પૂરે પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હેવાથી અને ગુણેની અનન્તતાનું તેમજ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંચમાં પડેલે માણસ પિતામાં લઘુતા અનુભવી શકતો જ નથી માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. - ધર્મમાં દષ્ટિ સત્યની હેવાથી તેમાં બધી બાજુ જેવા જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ પિતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જેવા જાણવા તરફ વલણ જ નથી આપતી અને વિરોધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી.
ધર્મમાં પિતાનું દોષદર્શન મુખ્ય અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે. જ્યારે પંચમાં તેથી ઉલટું છે. પંથવાળે માણસ બીજાના ગુણે કરતાં દોષો જ ખાસ જોયા કરે છે અને પિતાના દોષો કરતાં ગુણે જ વધારે જોવા તેમજ ગાયા કરે છે, અથવા તો એની નજરે પોતાના દે ચડતા જ નથી.
Page #3
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
ધર્મગામી કે ધર્મનિષ્ઠ માણસ પ્રભુને પોતાની અંદર જ અને પેાતાની આસપાસ જ જુએ છે તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવા ભય લાગે છે, તેની શરમ આવે છે. જ્યારે પ્થગામી માણસને પ્રભુ કાંતા જેસેલમમાં, કાંતા મામદીનામાં, કાંતા મુદ્દગયા કે કાશીમાં અને કાંતા શત્રુંજય કે અષ્ટાપદમાં દેખાય છે અથવા તા પૈકુંઠમાં કે મુક્તિસ્થાનમાં હાવાની શ્રદ્ધા હોય છે એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પેાતાને વેગળા માની જાણે કાઈ તેની ભૂલ જોતું જાણુતું જ નહેાય તેમ, નથી કાઈથી ભય ખાતા કે નથી શરમાતા અને એને ભૂલનું દુ:ખ સાલતું જ નથી અને સાલે તે યે ક્રી ભૂલ ન કરવાને માટે નહિ.
૧૨
ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધારણ હાવાથી તેમાં જાતિ લિંગ, ઉમર, ભેખ, ચિન્હા, ભાષા અને ખીજી તેવી બહારની વસ્તુએને સ્થાન જ નથી જ્યારે પંથમાં એ જ ખાદ્ય વસ્તુઓને સ્થાન હાય છે. કઇ જાતિના ? પુરુષ કે સ્ત્રી ? કઈ ઉમરના ? વેષા છે ? કઇ ભાષા એટલે છે? અને કઈ રીતે ઉઠે કે એસે છે ? એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર ખાઈ જાય છે. ઘણી વાર તેા લેાકેામાં જેની પ્રતિષ્ઠા નહેાય એવી જાતિ એવું લિંગ એવી 'મર કે એવા વેશ ચિહ્નવાળામાં જે ખાસુ ચારિત્ર હાય તાપણુ પથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતેા જ નથી અને ઘણીવાર તેા તેવાને તરાડી પણ કાઢે છે.
ધર્મમાં વિશ્વ એ એક જ ચેાા છે. તેમાં ખીજા કાઈ નાના ચેાકા ન હાવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હેાતી અને હાય છે તે એટલું જ કે તેમાં પેાતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે ૫થમાં ચેાકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખા ત્યાં આભડછેટની ગમ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પેાતાના પાપની દુર્ગંધ સુધી શકતું જ નથી. તેને વાતે માનેલું એ જ સુવાસવાળુ
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને પંથ
૧૩ અને પિતે ચાલતું હોય તે જ રસ્તો શ્રેષ્ઠ લાગે છે તેથી તે બીજે બધે બદબ અને બીજામાં પિતાના પંથ કરતાં ઉતરતાપણું અનુભવે છે.
ટુંકમાં કહીએ તો ધર્મ માણસને રાતદિવસ પિષાતા ભેદ સંસ્કારમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પોષાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરો કરે છે. અને ક્યારેક દૈવયોગે અભેદની તક કોઈ આણે તો તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાની મોટી તકરાર પણ (જર, જેરૂ જમીનના અને નાનમ મોટપના ઝઘડાઓ) શમી જાય છે. જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરારે ઉગી નીકળે છે. એમાં ઝઘડાદિના ધર્મની રક્ષા જ નથી દેખાતી.
આ રીતે જોતાં ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીને દાખલે લઈએ, પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણુ જેવો જ નહિ પણ લેકના ગળામાં ખાસ કરીને પીવાના હિંદુઓના ગળામાં પડેલ પાણુ જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણુ જેવો છે. એને મન કોઈ સ્થાન ઉંચુ કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજે સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ એ હિંદુઓના ગેળાના પાણી જેવો હોઈ તેને મન તેના પોતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાને જ સ્વાદ અને પિતાનું જ રૂપ ગમે તેવું હોવા છતાં ગમે છે અને પ્રાણુતે પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રોકે છે.
પંથ એ ધર્મમાંથી જન્મેલ હોવા છતાં અને પિતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હંમેશાં ધર્મને જ ઘાત કરતા જાય છે. જેમ જીવતા લોહી અને માંસમાંથી ઉગેલો નખ જેમ જેમ વધતો જાય
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન તેમ તેમ તે લેહી અને માંસને જ હેરાનગતિ કરે છે. તેથી જ્યારે એ વધુ પડતો નખ કાપવામાં આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે તેમ ધર્મથી વિખુટો પડેલે પંથ (એકવાર ભલે તે ધર્મમાંથી જન્મ્યો હોય છતાં) પણ જયારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણસ જાત સુખી થાય. અલબત્ત અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધર્મ અને પંથ વચ્ચે મેળ છે કે નહિ અને હોય તે તે કેવી રીતે ? એને ઉત્તર સહેલો છે. જીવતા નખને કઈ નથી કાપતું. ઉલટો એ કપાય તો દુઃખ થાય છે. લોહી અને માંસની સલામતી જોખમમાં આવે છે. તે સડવા લાગે છે તેમ જે પંચની અંદર ધર્મનું જીવન હોય તે તે પંથ એક નહી હજાર હે, શામાટે માણસ જેટલા જ ન હોય; છતાં લોકોનું કલ્યાણ જ થવાનું. કારણ કે એમાં પ્રકૃતિભેદ અને ખાસી અને પ્રમાણે હજારે ભિન્નતાઓ હોવા છતાં કલેશ નહિ હોય, પ્રેમ હશે. અભિમાન નહિ હોય, નમ્રતા હશે. શત્રુભાવ નહિ હય, મિત્રતા હશે. ઉકળવાપણું નહિ હોય. ખમવાપણું હશે. પંથે હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હોય તો તે એટલું છે કે તેમાંથી વિખુટો પડેલો ધર્મને આત્મા તેમાં ફરી આપણે પુરવો, એટલે આપણે કોઈ પણ પંથના હોઈએ છતાં તેમાં ધર્મનાં તો સાચવીને જ તે પંથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન બોલીએ. પંથમાં ધર્મને પ્રાણ ફેંકવાની ખાસ શરત એ છે કે દષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણે ટુંકમાં આ પ્રમાણે છેઃ-(૧) પોતે જ માનતા અને કરતા હોઈએ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પોતાની સમજ ઉપર એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય. (૨) પિતાની માન્યતાની યથાર્ય સમજ અને યથાર્ચ વિશ્વાસની કસોટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સે ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખુબીઓની સાથે જ જો કાંઈ ખામીઓ દેખાય તે તેની પણ વગર સંકોચે કબુલાત કરતા જ જવું.
Page #6
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને પંથ
૧૫ (૩) જેમ પોતાની દષ્ટિ સમજાવવાની ધીરજ તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈએ. બને અથવા જેટલી બાજુઓ જાણી શકાય તે બધી બાજુઓની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈએ એટલું જ નહિ પણ પોતાની બાજુ નબળી કે ભૂલ ભરેલી ભાસતાં તેને ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કોઈ પણું આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હેતું માટે બધી બાજુઓ જેવાની અને દરેક બાજુમાં જ ખંડ સત્ય દેખાય તો તે બધાને સમન્વય કરવાની વૃત્તિ હેવી જોઈએ પછી ભલે જીવનમાં ગમે તેટલું ઓછું સત્ય આવ્યું હેય.
પંચમાં ધર્મ નથી માટે જ પથ સમાજ અને રાષ્ટ્રનો ઘાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતા આવવાના પ્રસંગે આવે છે ત્યાં ત્યાં બધે જ નિપ્રાણ પંથે આડે આવે છે. ધર્મજનિત પથ સરજાયા તો હતા માણસ જાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે. ૫ દાવો પણ એ જ કાર્ય કરવાને કરે છે અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પંથે જ એક થતાં, અને મળતાં અટકાવે છે. પંથ એટલે બીજું કાંઈ નહી પણ ધર્મને નામે ઉતરેલું અને પોષાયેલું આપણું માનસિક સંકુચિતપણું કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંચના ઝેરીલા અને સાંકડા સંસ્કાર આવીને એમ કહે છે કે સાવધ ન ! તારાથી એમ ન થાય. એમ કરીશ તો ધર્મ રસાતળ જશે, લો કે શું ધારશે અને શું કહેશે ! કઇ દિગંબર પિતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણું ભરવાની પૈસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેને પંચ તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજી લઈ જતું હોય અને કોઈ એક સાચો મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર
Page #7
--------------------------------------------------------------------------
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને બીજે રસ્તે જવાનું કહે અગર ગોકશી કરવાની ના પાડે તો તે મુસલમાનની એને પંથ શી વલે કરે ? એક આર્યોસમાજને સભ્ય કયારેક સાચી દષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેને સમાજ-પંથ તેને શું કરે? આજ રીતે પંથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે અથવા એમ કહો કે આપણે પોતે જ પોતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી સત્ય અને એક્તાનો દ્રોહ કરી રહ્યા છીએ, તેથી જ તો પંથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરુઓ પંડિતો કે પુરોહિત કદી મળી શક્તા જ નથી, એકરસ થઈ શકતા જ નથી. જ્યારે બીજા સાધારણ માણસો સહેલાઈથી મળી શકે છે. તમે જોશે કે એક્તાને અને લેક કલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એક બીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે તો સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યો છે. આપણું આજનું કર્તવ્ય પંથમાં કાંતે ધર્મ લાવવાનું છે અને નહિ તો પથેને મીટાવવાનું છે, ધર્મવિનાના પંથ કરતા અપંથ એવા મનુષ્ય કે પશુ સુદ્ધાં થવું તે લોકહિતની દષ્ટિએ વધારે સારૂ છે એની કોઈ ના પાડે ખરું ? તા. 21-8-30 સુખલાલ.