SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન તેમ તેમ તે લેહી અને માંસને જ હેરાનગતિ કરે છે. તેથી જ્યારે એ વધુ પડતો નખ કાપવામાં આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે તેમ ધર્મથી વિખુટો પડેલે પંથ (એકવાર ભલે તે ધર્મમાંથી જન્મ્યો હોય છતાં) પણ જયારે કાપ પામે અને છેદાય ત્યારે જ માણસ જાત સુખી થાય. અલબત્ત અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધર્મ અને પંથ વચ્ચે મેળ છે કે નહિ અને હોય તે તે કેવી રીતે ? એને ઉત્તર સહેલો છે. જીવતા નખને કઈ નથી કાપતું. ઉલટો એ કપાય તો દુઃખ થાય છે. લોહી અને માંસની સલામતી જોખમમાં આવે છે. તે સડવા લાગે છે તેમ જે પંચની અંદર ધર્મનું જીવન હોય તે તે પંથ એક નહી હજાર હે, શામાટે માણસ જેટલા જ ન હોય; છતાં લોકોનું કલ્યાણ જ થવાનું. કારણ કે એમાં પ્રકૃતિભેદ અને ખાસી અને પ્રમાણે હજારે ભિન્નતાઓ હોવા છતાં કલેશ નહિ હોય, પ્રેમ હશે. અભિમાન નહિ હોય, નમ્રતા હશે. શત્રુભાવ નહિ હય, મિત્રતા હશે. ઉકળવાપણું નહિ હોય. ખમવાપણું હશે. પંથે હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હોય તો તે એટલું છે કે તેમાંથી વિખુટો પડેલો ધર્મને આત્મા તેમાં ફરી આપણે પુરવો, એટલે આપણે કોઈ પણ પંથના હોઈએ છતાં તેમાં ધર્મનાં તો સાચવીને જ તે પંથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન બોલીએ. પંથમાં ધર્મને પ્રાણ ફેંકવાની ખાસ શરત એ છે કે દષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણે ટુંકમાં આ પ્રમાણે છેઃ-(૧) પોતે જ માનતા અને કરતા હોઈએ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પોતાની સમજ ઉપર એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય. (૨) પિતાની માન્યતાની યથાર્ય સમજ અને યથાર્ચ વિશ્વાસની કસોટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સે ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખુબીઓની સાથે જ જો કાંઈ ખામીઓ દેખાય તે તેની પણ વગર સંકોચે કબુલાત કરતા જ જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249628
Book TitleDharm ane Panth 01
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size412 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy