SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને બીજે રસ્તે જવાનું કહે અગર ગોકશી કરવાની ના પાડે તો તે મુસલમાનની એને પંથ શી વલે કરે ? એક આર્યોસમાજને સભ્ય કયારેક સાચી દષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેને સમાજ-પંથ તેને શું કરે? આજ રીતે પંથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે અથવા એમ કહો કે આપણે પોતે જ પોતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી સત્ય અને એક્તાનો દ્રોહ કરી રહ્યા છીએ, તેથી જ તો પંથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરુઓ પંડિતો કે પુરોહિત કદી મળી શક્તા જ નથી, એકરસ થઈ શકતા જ નથી. જ્યારે બીજા સાધારણ માણસો સહેલાઈથી મળી શકે છે. તમે જોશે કે એક્તાને અને લેક કલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એક બીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે તો સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યો છે. આપણું આજનું કર્તવ્ય પંથમાં કાંતે ધર્મ લાવવાનું છે અને નહિ તો પથેને મીટાવવાનું છે, ધર્મવિનાના પંથ કરતા અપંથ એવા મનુષ્ય કે પશુ સુદ્ધાં થવું તે લોકહિતની દષ્ટિએ વધારે સારૂ છે એની કોઈ ના પાડે ખરું ? તા. 21-8-30 સુખલાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249628
Book TitleDharm ane Panth 01
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size412 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy