SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને પંથ ૧૧ એમાં માણસને પોતાનું અને પારકું એ બે શબ્દ ડગલે અને પગલે યાદ આવે છે. પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને હલકે દેખાય છે તેમાં મોટાઈ જેવી કાંઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હમેશને માટે સૈા કરતાં પિતાને નામે જ દેખે છે. કારણ કે ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા સામે માણસને પિતાની જાત અપ જેવી જ ભાસે છે જ્યારે પંથમાં એથી ઉલટું છે. એમાં ગુણ કે વૈભવ ન પણ હોય છતાં માણસ પોતાને બીજાથી મેટો માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે એમાં નમ્રતા હોય તો તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઇનો જ ખ્યાલ પૂરે પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હેવાથી અને ગુણેની અનન્તતાનું તેમજ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંચમાં પડેલે માણસ પિતામાં લઘુતા અનુભવી શકતો જ નથી માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. - ધર્મમાં દષ્ટિ સત્યની હેવાથી તેમાં બધી બાજુ જેવા જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ પિતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જેવા જાણવા તરફ વલણ જ નથી આપતી અને વિરોધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી. ધર્મમાં પિતાનું દોષદર્શન મુખ્ય અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે. જ્યારે પંચમાં તેથી ઉલટું છે. પંથવાળે માણસ બીજાના ગુણે કરતાં દોષો જ ખાસ જોયા કરે છે અને પિતાના દોષો કરતાં ગુણે જ વધારે જોવા તેમજ ગાયા કરે છે, અથવા તો એની નજરે પોતાના દે ચડતા જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249628
Book TitleDharm ane Panth 01
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size412 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy