Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ પ્રસ્તાવના-૩ સંપાદક : પૂ.આ.ભ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ધર્મ-કલ્પદ્રુમ (લ. વિ. સં. ૧૫૦૦) આ ૪૮૧૪ શ્લોક જેવડા ગ્રંથાગ્રવાળી પદ્યાત્મક કૃતિના કર્તા ઉદયધર્મ છે. એઓ ઉપાધ્યાય મુનિસાગરના શિષ્ય થાય છે. એમણે આ કૃતિ ‘આગમ’ ગચ્છના આનંદપ્રભસૂરિના પટ્ટધર આનન્દનસૂરિના રાજ્યમાં રચી છે. આ આઠ પલ્લવમાં વિભક્ત છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે ઃ ૩૪૦, ૫૨૫, ૬૪૪, ૪૫૭, ૮૬૭, ૬૨૮,૪૮૦અને ૩૮૭. આમઆમાં ૪૩૨૮ પદ્યો છે. વિષય—આ સમગ્ર કૃતિ દાન, શીલ તપ અને ભાવ એ નામની ચાર શાખામાં વિભક્ત કરાઈ છે. પલ્લવ ૧-૩, ૪-૫, ૬ અને ૭-૮નો એ ચાર શાખા સાથે અનુક્રમે સંબંધ છે. પ્રારંભમાં ધર્મના માહાત્મ્યનું અને મિથ્યાત્વની અનુપાદેયતાનું નિરૂપણ છે. ત્યારે બાદ દાનાદિ ચતુર્વિઘ ધર્મનું સ્વરૂપ કથાઓ દ્વારા સમજાવાયું છે. એમાં સ્વપરસમયનાં અનેક સુભાષિતો અવતરણરૂપે અપાયાં છે. એ પૈકી ઘણાંખરાં સંસ્કૃતમાં છે, કેટલાંક પાઈયમાં છે અને કોઈ કોઈ ગુજરાતીમાં છે. સમાનનામક કૃતિઓ—પૂર્ણિમા’ ગચ્છના ધર્મદેવ ધર્મ-કલ્પદ્રુમ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની બે અજ્ઞાતકર્તૃક કૃતિઓ પણ છે. ૧. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ હતી પરંતુ એમાં પુષ્કળ અશુદ્ધિઓ જણાતાં “જૈ. ધ. પ્ર. સ.’” તરફથી સંસ્કૃત વિષયાનુક્રમસહિત એની બીજી આવૃત્તિ વિ. સં. ૧૯૮૪માં પ્રકાશિત કરાઈ છે. એના આધારે પદ્યોની સંખ્યા વગેરે મેં અહીં આપેલ છે. વિશેષ માટે જુઓ ઢ.ઢ.. ભા. ૬૫પૃ.૪૨૯. ૨. વિ.સં. ૧૫૦૭માં વાક્યપ્રકાશ રચનારનું નામપણ ઉદયધર્મ છે. એઓ ‘તપા’ ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે. વાકચપ્રકાશ વગેરેને લગતી માહિત મેં જૈ.સં.સા.ઈ. (ખંડ ૧, પૃ. ૫૦-૫૧)માં આપી છે. ૩. જિ.૨.કો. (વિ. ૧, પૃ. ૧૮૮)માં નવપલ્લવનો ઉલ્લેખ છે પણ ‘જૈ. ધ. પ્ર. સ.’’ દ્વારા મુદ્રિત કૃતિમાં તો આઠ જ પલ્લવ છે. શું જિ. ૨. કો. નો ઉલ્લેખ ભ્રાંત છે? જૈનસંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાર. ૨ પેજ ૧૦૫ કર્તા-હીરાલાલ રસીકલાલ કાપડીયા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 228