Book Title: Dharm Kalpdrum Mahakavya
Author(s): Dharmtilakvijay
Publisher: Dharmkirtivijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ તેવા સમયે પ્રત્યેક ધર્મની આરાધના કોણે કેવા ભાવથી કરી તે સાંભળવાની જિજ્ઞાસાથી પ્રેરાઈને સૌપ્રથમશ્રી હસ્તિપાલરાજાની વિનંતિથી પ્રભુએ દાનધર્મ ઉપર શ્રીચંદયશારાજા અને ધર્મદત્તવણિકની સુંદર વિસ્તૃત કથા કહી, ત્યારબાદ શ્રીનંદિવર્ધનરાજાની વિનંતિથી પ્રભુએ શીલધર્મ ઉપર રત્નપાળનૃપ-શૃંગાર સુંદરીની વિસ્તારથી કથા કહી. ત્યારબાદ પ્રથમગણધર શ્રીગૌતમસ્વામીની વિનંતિથી પરમાત્માએ તપધર્મ ઉપર પુરુષોત્તમરાજાનું ચરિત્ર ફરમાવ્યું અને છેલ્લે પંચમગણધર શ્રીસુધર્મા-સ્વામીની વિનંતિથી ભાવધર્મ ઉપર શ્રીચન્દ્રોદય રાજાની કથા કહી સંભળાવી. વચ્ચે વચ્ચે અવાંતર કથાઓ પણ કહી સંભળાવી.... આગમગચ્છીય પૂજ્ય ઉપા. ઉદયધર્મ ગણિવરે તે કથાઓ ખૂબ જ રોચક અને હૃદયંગમશૈલીથી ગુંથીને શ્રીધર્મકલ્પદ્રુમમહાકાવ્યની રચના કરેલ છે. આ ચરિત્રનો સામાન્ય પરિચય ચાર પ્રસ્તાવનાઓ તથા અનુક્રમણિકામાં આપેલ છે. એટલે સવિશેષ લખવાનું રહેતું નથી. પ્રસ્તુત ચરિત્રમાં રત્નપાળચરિત્ર બતાવેલ છે તેવાચનાચાર્યશ્રી સોમમંડનગણિએ—શ્લોક પ્રમાણ સ્વતંત્ર ચરિત્રની રચના કરેલ છે. તો છઠ્ઠા પલ્લવમાં ધનપ્રિય વણિકનું દૃષ્ટાંત છે તેમાં તેને જંબૂદેવની આરાધનાથી ઘણાવર્ષે પારણું બંધાય છે. પણ પૂર્વભવના કર્મોદયે વ્યંતરી દેવી સર્પાકૃતિ રૂપે પુત્ર બનાવે છે અને આ ૨૦વર્ષ સુધી આ રીતે જ રહેશે તેમજણાવે છે. તે સાંભળી તે પુત્ર સર્પને કરંડીયામાં રાખીને દૂધ આદિ દ્વારા તેને ઉછેરીને મોટો કરે છે જ્યારે ૨૧ વર્ષનો થયો ત્યારે તે મનુષ્ય તરીકે બને છે. આવા વખતે તેની ગતિ તિર્યંચ ગણાય અને આયુષ્ય મનુષ્યગતિનું ભોગવાય. આવો જ એક પ્રસંગ વિ. સં. ૨૦૬૩ ના ચૈત્ર સુદ ૧૫ આસપાસના રાજકોટના સાંધ્ય દૈનિક અકિલામાં છેલ્લાપાને બિહારમાં એક મહિલાએ દોઢ ફૂટ મૃત સર્પને જન્મઆપેલ તેનો ફોટો છપાયેલ. જૈનશાસનને સમજેલાને આવા દૃષ્ટાંતો વાંચવા—સાંભળવાથી કાંઈ જ આશ્ચર્ય થાય નહિ પરંતુ ‘“ ર્માં વિચિત્રા ગતિઃ '' કર્મની ગતિ ખૂબ જ વિચિત્ર છે. એમલાગ્યા વિના ન જરહે. આ મહાકાવ્યનો ગૂર્જરાનુવાદ સુશ્રાવક કુંવરજી આણંદજી એ ઘણા વર્ષો પૂર્વે કરેલ, તે વિ. સં. ૧૯૮૪માં જૈનધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ. તે બે વર્ષ પૂર્વે વાંચવામાં આવતા ખૂબ જ ગમી ગયેલ. ત્યારે તે પુસ્તકની પરિસ્થિતિ ઘણી જીર્ણ હતી તેથી લાગ્યું કે આનુ પુનઃ પ્રકાશન થાય તો?

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 228