Book Title: Dhanyabhumi Loladano Aetihasik Parichaya
Author(s): Jayantilal P Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ [૧30] hehehsana chhabhai bha મુસ્લિમ શાસનકાળ દરમ્યાન, પાછળથી અહીંના ગરાસિયાએ પાસેથી સત્તાને કબજો રાધનપુરના નવાબે લઈ લીધેલા. દેશ આઝાદ થયા, અંગ્રેજ હકૂમતમાંથી દેશને જ્યારે સ્વતત્રઘા મળી અને તે પછી રજવાડાનું વિલીનીકરણ થયું, ત્યાં સુધી લેાલાડા રાધનપુર રાજ્યની હકૂમતમાં હતું. કાળક્રમે ગામની જૈન શ્રાવકાની ૧૦૦ ઘરની વસ્તી ઘટીને ફક્ત ત્રણ ઘર જેટલી સીમિત થઈ ગઈ. કેટલાંક કુટુંબ ધંધાર્થે બહાર દેશ-દેશાવર ચાલ્યાં ગયાં. કેટલાંકનું નિવÛશ ગયું. પાંચ બિંબવાળા શાંતિનાથ જિનપ્રાસાદમાં ફક્ત એક જ મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુનું `િખ રહ્યું. જૈન શ્રાવકાની વસ્તી ઘટી જવાથી જિન-પ્રતિમાઓને બહાર શહેરનાં દહેરાસરેામાં આપી દેવી પડેલી. હાલમાં, લોલાડા ગામમાં નાનાં આઠ ઘર છે. શ્રી શાંતિનાથ પ્રભુની અતિ પ્રાચીન અલૌકિક અને ચમત્કારિક મૂર્તિવાળુ એક દહેરાસર છે. તેનેા ઉદ્ધાર પચાસ વર્ષ પૂર્વે અમદાવાદના શેઠ જમનાભાઈ ભગુભાઇએ કરાવેલા છે. એક ઉપાશ્રય છે. પાઠશાળા, ભેાજનશાળા, આયંબિલશાળા કાળક્રમે અને આવકના અભાવે હાલમાં બંધ થઈ ગયેલાં છે. અત્યારે લોલાડા ગામની વસ્તી ૪૦૦૦ ની છે. ‘સમી’ તાલુકામાં સમી પછીનું આ બીજા નંબરનું ગામ છે. ગામમાં બાલમંદિરથી માંડીને એસ. એસ. સી. સુધીનું શિક્ષણ આપતી શિક્ષણસંસ્થાએ, સાર્વજનિક છાત્રાલય, બેંક, દવાખાનું, વીજળી, ટેલિફાન, પાણીના નળ, નળના જોડાણ સાથેનું વારિગ્રહ ઇત્યાદિ આધુનિક સુવિધાઓ છે. ગામમાં જૈન કુટુંબને ઈતર જાતિએ સાથે બહુ જ સારા ભાઈચારે અને સંપ છે. આને માટે અહી' એક જ દાખલો આપવા પૂરતો છે. ગામની વસ્તી પ'ચર`ગી – દરેક કામની લગભગ સરખી જેવી હાવા છતાં, લોલાડા ગામના સરપંચપદે છેલ્લાં ૧૦ વરસથી એક જૈન ભાઈની વરણી ગામ લેાકે બિનહરીફ અને ચૂંટણી વિના કરતા આવ્યા છે. ગામના આગેવાન કાર્ય કર ભાઈ આનું તાલુકા, જિલ્લા અને રાજ્યમાં બહુ જ સારું માન અને વસ્વ છે. શ્રી પાર્શ્વ” લિખિત અંચલગચ્છ દિગ્દગ્દર્શન'માં લેાલાડા વિષે ભૂતકાલીન ઐતિહાસિક માહિતી આ પ્રમાણે આપવામાં આવી છે : (૧) સં. ૧૨૨૪ માં લેાલાડા નગરમાં રાઠોડ વંશના રાઉત દૂગરને ત્યાં શ્રી જયસિંહસૂરિએ પ્રતિબાધ આપી તેને જૈન કર્યાં. તેના વશો એસવાળ જ્ઞાતિમાં પડાઈયા ગાત્ર’થી ઓળખાય છે. આ વ‘શમાં તિલાણી, મુળણીયા વગેરે ઓડકા છે. આ ગોત્રના શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5