Book Title: Devchandraji Maharaj
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શાસનપ્રભાવક ધર્મપ્રેમી પિતા તુલસીદાસને ત્યાં શીલવતી શ્રીમતી ધનબાઈની રત્નકુક્ષિએ સં. ૧૭૪૬માં એક પુત્રે જન્મ લીધો. આ બાળક ગર્ભાવસ્થામાં હતું ત્યારે માતા ધનબાઈ ઉપાધ્યાય શ્રી રાજસાગરજી મહારાજનાં દર્શને ગયા હતા અને પૂ. ઉપાધ્યાયશ્રીને કહ્યું હતું કે, જે મને પુત્ર અવતરશે, તે તેને આપને વહેરાવીશ. પુત્ર અવતર્યો. દેવે દીધેલા આ પુત્રનું નામ દેવચંદ્ર રાખવામાં આવ્યું. માતા-પિતાના ધર્મસંસ્કારને ભવ્ય વારસો અને પવિત્ર વાતાવરણમાં ઉછરતાં બાળકે પૂર્વ ભવથી પુણ્યસંચય કર્યો હશે કે શૈશવકાળમાં જ બાળકને ધર્મ પ્રત્યે અપ્રતિમ પ્રીતિ હતી. બાલ્યાવસ્થામાં જ પાઠ ભણવાની અપૂર્વ ભાવના જાગી. પુત્ર આઠ વર્ષને થતાં માતા ધનબાઈએ તેને ગુરુમહારાજને વહેરા. પૂજ્ય ગુરુદેવશ્રી રાજસાગરજી મહારાજે સં. ૧૭૫૬માં માત્ર દસ વર્ષની કુમળી વયે લઘુ દીક્ષા આપી અને નવદીક્ષિત શિષ્યને સરસ્વતી મંત્ર આપ્યું. બાલમુનિ શ્રી રાજવિમલજીએ યાને શ્રી દેવચંદ્રજીએ બિલાડા ગામમાં વેણુ તટે ભંયરામાં મંત્રનું આરાધન કરી શારદા માતાની કૃપાદષ્ટિ મેળવી. સાથોસાથ પિતાના ગુરુની અનન્ય ભક્તિપૂર્વક સેવા કરવા માંડી. ગુરુદેવ પણ શિષ્યના વિનય, વિવેક અને સેવાથી પ્રસન્ન થયા અને બાલમુનિને શા, વ્યાકરણ, તિષ, પિંગળ, નાટક, સ્વદય, રાજ્યશાસ્ત્ર આદિ વિવિધ શાના પારાયણ દ્વારા પ્રકાંડ પંડિત બનાવ્યા. સર્વ શાસ્ત્ર પારંગત એવા એ મુનિરાજે સં. ૧૭૬ ૬માં ૨૦ વર્ષની વયે અને ૧૦ વર્ષના અધ્યયનને અંતે, ધ્યાનનું સંપૂર્ણ સ્વરૂપ આલેખતો “ ધ્યાનદીપિકા” ગ્રંથ અને દ્રવ્યાનુગ વિષય પર વ્રજ ભાષામાં “દ્રવ્યપ્રકાશ” નામને કાવ્યગ્રંથ ર. દરમિયાન પૂ. આ. શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને વડી દીક્ષા આપી હતી. પૂજ્યશ્રી સં. ૧૭૭૬ સુધી મારવાડમાં જ જુદે જુદે સ્થળે વિચરતા રહ્યા અને ત્યાર બાદ ગુજરાતમાં પધાર્યા. - મારવાડમાં વિહાર દરમિયાન તેઓશ્રીના હસ્તે “આગમસાર” નામને ભવ્ય ગદ્યગ્રંથ રચાયે, જેમાં ઉદ્ધવ્ય, નય, નિક્ષેપ, પક્ષ, પ્રમાણુ, સપ્તભંગી આદિની ગહન ચર્ચા પ્રાપ્ત થાય છે. સં. ૧૭૭૭માં પાટણ પધાર્યા ત્યાં શ્રી જ્ઞાનવિમલસૂરિજી સાથે સમાગમ થયે. તેઓશ્રી ખતરગચછના હેવા છતાં તપાગચ્છના મહાન સાધુઓએ તેમની પાસે અભ્યાસ કર્યો હતે. પૂજ્યશ્રીમાં મતમતાંતર અને ભેદભાવ ઓગાળી નાખે એવી વત્સલતા અને મહાનતા હતી. તેથી જ તપાગચ્છના શ્રી જિનવિજયજી, શ્રી ઉત્તમવિજયજી, શ્રી પદ્મવિજ્યજી આદિ મુનિવરોની કાવ્યરચનાઓમાં ગુરુદેવશ્રી દેવચંદ્રજી મહારાજના ઉલ્લેખ સાદર પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં પધારી, તેઓશ્રીએ સં. ૧૭૮૭માં અમદાવાદમાં નાગોરી--સરાદમાં ભગવતીસૂત્રનું વાચન કર્યું; ઢંઢક માણેકલાલને મૂર્તિપૂજક બનાવ્યા; શાંતિનાથજીની પિલમાં સહસ્ત્રફણા બિંબની સ્થાપના કરી, સહસ્ત્રાકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં. ૧૭૮૫-૮૬-૮૭માં શત્રુંજય પર પ્રતિષ્ઠા કરી. વળી, અમદાવાદ પધારી તે સમયે ફેલાયેલા મરકીના ઉપદ્રવમાં સમાજસેવામાં જોડાયા. અનેક વૈષ્ણવોને પ્રતિબંધીને જેન બનાવ્યા. સં. ૧૭૯૬-૯૭માં નવાનગરમાં રહીને કેને જીતીને મૂર્તિપૂજકે બનાવ્યા અને ચૈત્યમાં બંધ પડેલી પૂજા ચાલુ કરાવી. સં. ૧૮૦૨-૩-૪માં ભાવનગર, ૧૮૦૫-૬માં લીંબડી ધ્રાંગધ્રા અને ચુડામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3