Book Title: Devchandraji Maharaj Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણભગવતો સાંઢના વધને બંધ કરાવ્યું હતું. મંડોવર, મેડતા આદિમાં પણ અમારિની ઘોષણા કરાવ્યાના ઉલલેખ મળે છે. તેઓશ્રી ૪૨ શિળે અને અનેક પ્રશિષ્ય ધરાવતા હતા. સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં સાધુ અને સાહિત્યકાર તરીકે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પિતાના ગચ્છના જ નહિ, પરંતુ સમગ્ર જૈનસંઘના સર્વશ્રેષ્ઠ સાધુ તરીકે પંકાયા હતા. વૃદ્ધાવસ્થાને લીધે છેલ્લે અમદાવાદમાં સ્થિતા કરી હતી. અને સં. ૧૭૦૩ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે અમદાવાદમાં જ કાળધર્મ પામ્યા હતા. આમ, તેમણે નેવું વર્ષ કરતાં પણ વધુ આયુષ્ય ભેગવી જૈનશાસનની ભવ્ય પ્રભાવના કરી હતી. શ્રી સમયસુંદરજી મહારાજની સાહિત્યસેવા ચિરંજીવ નીવડે તેવી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આદિ ભાષાઓમાં રચના કરી છે. વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, છંદ, ન્યાય, જ્યોતિષ, ઇતિહાસ, પ્રબંધ, રસ, પાઈ સંવાદ, બાલાવબોધ, વીસી, છત્રીસી, સ્તવન, સઝાય, ગત વગેરે રચના કરી છે. તેમાં સંસ્કૃતમાં વીસેક અને ગુજરાતીમાં ત્રીસેક મટી કૃતિઓ રચી છે, જેમાં ભાવશતક, રૂપકમાલા અવસૂરિ, કાલિકાચાર્યકથા, સમાચારી કથા, વિશેષશતક, દશવૈકાલિક ટીકા આદિ સંસ્કૃત ગ્રંથ છે; તે ચાર પ્રત્યેક બુદ્ધ રાસ, મૃગાવતી રાસ, પુસાર રાસ, વતુપાલ-તેજપાલ રાસ, શત્રુંજય રાસ, બાર વ્રત રાસ આદિ ગુજરાતી રચનાઓ છે. આમાં ૧૦૦-૧૨૫ પંક્તિથી માંડીને ૩૭૦૦ પંક્તિમાં રચાયેલા રાસ છે. ભાષાની મધુરતા, વર્ણનની તાદશતા અને આલેખનની સચોટતાને લીધે તેમનું સાહિત્ય ઉચ્ચ કોટિનું બન્યું છે. પૂજ્યશ્રીએ રચેલાં ગીતની સંખ્યા પણ હજાર ઉપર થવા જાય છે. એ સર્વ લયમાધુર્ય અને શબ્દસૌંદર્યથી લોકોમાં એવાં તે પ્રચલિત બન્યાં કે કુંભ રાણાનાં સ્થાપત્ય સાથે તેમની લેકેતિ પ્રચલિત બની : “સમયસુંદરનાં ગીતો, ભીતા પરનાં ચીતડાં કે કુંભ ચણાનાં ભીંતડો.” આ ઉપરાંત, સમયસુંદરે હિન્દી, સિન્ધી અને પંજાબી ભાષામાં પણ કાવ્યરચના કરી છે. તેમનાં કાવ્ય એટલાં કવિત્વપૂર્ણ અને લોકપ્રિય હતાં કે અનેક અનુગામીઓએ એનું અનુકરણ કર્યું. એક અષ્ટાક્ષરીય વાક્યના દસ લાખ બાવીશ હજાર ચારસો સત્યાવીશ અર્થ કરી બતાવીને “અષ્ટલક્ષી” ગ્રંથથી પિતાની વિદ્વત્તાને પરિચય કરાવ્યું. એવી અસાધારણ પ્રતિભા ધરાવતા શ્રી સમયસુંદરજી તેજસ્વી સાધુપ્રવર હતા. (“નલ–દવદંતી રાસ માંથી સાભાર.) ખરતરગચ્છીય ગગનમણિ અને સમર્થ વિદ્વદવર્ય શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ જ્ઞાન, ક્રિયા અને ધર્મસિદ્ધાંતને પુનરુદ્ધાર કરનાર મહાત્માઓ આ ભૂમિનાં ભૂષણરૂપ મનાય છે. એવા જ એક ઉત્તમ કોટિના સંત-મહાત્મા ખરતરગચ્છીય ગગનમણિ, પંડિત પ્રવર, કવિરત્ન, મહાન તપસ્વી અને સમર્થ સાહિત્યકાર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ છે. તેમને જન્મ મારવાડમાં બીકાનેર પાસે રંગ ગામમાં, ઓસવાલ જ્ઞાતિના લુણિયા ગોત્રમાં થયે હતો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3