Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવતો
સાંઢના વધને બંધ કરાવ્યું હતું. મંડોવર, મેડતા આદિમાં પણ અમારિની ઘોષણા કરાવ્યાના ઉલલેખ મળે છે. તેઓશ્રી ૪૨ શિળે અને અનેક પ્રશિષ્ય ધરાવતા હતા. સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં સાધુ અને સાહિત્યકાર તરીકે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પિતાના ગચ્છના જ નહિ, પરંતુ સમગ્ર જૈનસંઘના સર્વશ્રેષ્ઠ સાધુ તરીકે પંકાયા હતા. વૃદ્ધાવસ્થાને લીધે છેલ્લે અમદાવાદમાં સ્થિતા કરી હતી. અને સં. ૧૭૦૩ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે અમદાવાદમાં જ કાળધર્મ પામ્યા હતા. આમ, તેમણે નેવું વર્ષ કરતાં પણ વધુ આયુષ્ય ભેગવી જૈનશાસનની ભવ્ય પ્રભાવના કરી હતી.
શ્રી સમયસુંદરજી મહારાજની સાહિત્યસેવા ચિરંજીવ નીવડે તેવી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આદિ ભાષાઓમાં રચના કરી છે. વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, છંદ, ન્યાય,
જ્યોતિષ, ઇતિહાસ, પ્રબંધ, રસ, પાઈ સંવાદ, બાલાવબોધ, વીસી, છત્રીસી, સ્તવન, સઝાય, ગત વગેરે રચના કરી છે. તેમાં સંસ્કૃતમાં વીસેક અને ગુજરાતીમાં ત્રીસેક મટી કૃતિઓ રચી છે, જેમાં ભાવશતક, રૂપકમાલા અવસૂરિ, કાલિકાચાર્યકથા, સમાચારી કથા, વિશેષશતક, દશવૈકાલિક ટીકા આદિ સંસ્કૃત ગ્રંથ છે; તે ચાર પ્રત્યેક બુદ્ધ રાસ, મૃગાવતી રાસ, પુસાર રાસ, વતુપાલ-તેજપાલ રાસ, શત્રુંજય રાસ, બાર વ્રત રાસ આદિ ગુજરાતી રચનાઓ છે. આમાં ૧૦૦-૧૨૫ પંક્તિથી માંડીને ૩૭૦૦ પંક્તિમાં રચાયેલા રાસ છે. ભાષાની મધુરતા, વર્ણનની તાદશતા અને આલેખનની સચોટતાને લીધે તેમનું સાહિત્ય ઉચ્ચ કોટિનું બન્યું છે. પૂજ્યશ્રીએ રચેલાં ગીતની સંખ્યા પણ હજાર ઉપર થવા જાય છે. એ સર્વ લયમાધુર્ય અને શબ્દસૌંદર્યથી લોકોમાં એવાં તે પ્રચલિત બન્યાં કે કુંભ રાણાનાં સ્થાપત્ય સાથે તેમની લેકેતિ પ્રચલિત બની : “સમયસુંદરનાં ગીતો, ભીતા પરનાં ચીતડાં કે કુંભ ચણાનાં ભીંતડો.” આ ઉપરાંત, સમયસુંદરે હિન્દી, સિન્ધી અને પંજાબી ભાષામાં પણ કાવ્યરચના કરી છે. તેમનાં કાવ્ય એટલાં કવિત્વપૂર્ણ અને લોકપ્રિય હતાં કે અનેક અનુગામીઓએ એનું અનુકરણ કર્યું. એક અષ્ટાક્ષરીય વાક્યના દસ લાખ બાવીશ હજાર ચારસો સત્યાવીશ અર્થ કરી બતાવીને “અષ્ટલક્ષી” ગ્રંથથી પિતાની વિદ્વત્તાને પરિચય કરાવ્યું. એવી અસાધારણ પ્રતિભા ધરાવતા શ્રી સમયસુંદરજી તેજસ્વી સાધુપ્રવર હતા.
(“નલ–દવદંતી રાસ માંથી સાભાર.)
ખરતરગચ્છીય ગગનમણિ અને સમર્થ વિદ્વદવર્ય
શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ જ્ઞાન, ક્રિયા અને ધર્મસિદ્ધાંતને પુનરુદ્ધાર કરનાર મહાત્માઓ આ ભૂમિનાં ભૂષણરૂપ મનાય છે. એવા જ એક ઉત્તમ કોટિના સંત-મહાત્મા ખરતરગચ્છીય ગગનમણિ, પંડિત પ્રવર, કવિરત્ન, મહાન તપસ્વી અને સમર્થ સાહિત્યકાર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ છે. તેમને જન્મ મારવાડમાં બીકાનેર પાસે રંગ ગામમાં, ઓસવાલ જ્ઞાતિના લુણિયા ગોત્રમાં થયે હતો.
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
ધર્મપ્રેમી પિતા તુલસીદાસને ત્યાં શીલવતી શ્રીમતી ધનબાઈની રત્નકુક્ષિએ સં. ૧૭૪૬માં એક પુત્રે જન્મ લીધો. આ બાળક ગર્ભાવસ્થામાં હતું ત્યારે માતા ધનબાઈ ઉપાધ્યાય શ્રી રાજસાગરજી મહારાજનાં દર્શને ગયા હતા અને પૂ. ઉપાધ્યાયશ્રીને કહ્યું હતું કે, જે મને પુત્ર અવતરશે, તે તેને આપને વહેરાવીશ. પુત્ર અવતર્યો. દેવે દીધેલા આ પુત્રનું નામ દેવચંદ્ર રાખવામાં આવ્યું. માતા-પિતાના ધર્મસંસ્કારને ભવ્ય વારસો અને પવિત્ર વાતાવરણમાં ઉછરતાં બાળકે પૂર્વ ભવથી પુણ્યસંચય કર્યો હશે કે શૈશવકાળમાં જ બાળકને ધર્મ પ્રત્યે અપ્રતિમ પ્રીતિ હતી. બાલ્યાવસ્થામાં જ પાઠ ભણવાની અપૂર્વ ભાવના જાગી. પુત્ર આઠ વર્ષને થતાં માતા ધનબાઈએ તેને ગુરુમહારાજને વહેરા. પૂજ્ય ગુરુદેવશ્રી રાજસાગરજી મહારાજે સં. ૧૭૫૬માં માત્ર દસ વર્ષની કુમળી વયે લઘુ દીક્ષા આપી અને નવદીક્ષિત શિષ્યને સરસ્વતી મંત્ર આપ્યું. બાલમુનિ શ્રી રાજવિમલજીએ યાને શ્રી દેવચંદ્રજીએ બિલાડા ગામમાં વેણુ તટે ભંયરામાં મંત્રનું આરાધન કરી શારદા માતાની કૃપાદષ્ટિ મેળવી. સાથોસાથ પિતાના ગુરુની અનન્ય ભક્તિપૂર્વક સેવા કરવા માંડી. ગુરુદેવ પણ શિષ્યના વિનય, વિવેક અને સેવાથી પ્રસન્ન થયા અને બાલમુનિને શા, વ્યાકરણ, તિષ, પિંગળ, નાટક, સ્વદય, રાજ્યશાસ્ત્ર આદિ વિવિધ શાના પારાયણ દ્વારા પ્રકાંડ પંડિત બનાવ્યા. સર્વ શાસ્ત્ર પારંગત એવા એ મુનિરાજે સં. ૧૭૬ ૬માં ૨૦ વર્ષની વયે અને ૧૦ વર્ષના અધ્યયનને અંતે, ધ્યાનનું સંપૂર્ણ સ્વરૂપ આલેખતો “ ધ્યાનદીપિકા” ગ્રંથ અને દ્રવ્યાનુગ વિષય પર વ્રજ ભાષામાં “દ્રવ્યપ્રકાશ” નામને કાવ્યગ્રંથ ર. દરમિયાન પૂ. આ. શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને વડી દીક્ષા આપી હતી. પૂજ્યશ્રી સં. ૧૭૭૬ સુધી મારવાડમાં જ જુદે જુદે સ્થળે વિચરતા રહ્યા અને ત્યાર બાદ ગુજરાતમાં પધાર્યા.
- મારવાડમાં વિહાર દરમિયાન તેઓશ્રીના હસ્તે “આગમસાર” નામને ભવ્ય ગદ્યગ્રંથ રચાયે, જેમાં ઉદ્ધવ્ય, નય, નિક્ષેપ, પક્ષ, પ્રમાણુ, સપ્તભંગી આદિની ગહન ચર્ચા પ્રાપ્ત થાય છે. સં. ૧૭૭૭માં પાટણ પધાર્યા ત્યાં શ્રી જ્ઞાનવિમલસૂરિજી સાથે સમાગમ થયે. તેઓશ્રી ખતરગચછના હેવા છતાં તપાગચ્છના મહાન સાધુઓએ તેમની પાસે અભ્યાસ કર્યો હતે. પૂજ્યશ્રીમાં મતમતાંતર અને ભેદભાવ ઓગાળી નાખે એવી વત્સલતા અને મહાનતા હતી. તેથી જ તપાગચ્છના શ્રી જિનવિજયજી, શ્રી ઉત્તમવિજયજી, શ્રી પદ્મવિજ્યજી આદિ મુનિવરોની કાવ્યરચનાઓમાં ગુરુદેવશ્રી દેવચંદ્રજી મહારાજના ઉલ્લેખ સાદર પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં પધારી, તેઓશ્રીએ સં. ૧૭૮૭માં અમદાવાદમાં નાગોરી--સરાદમાં ભગવતીસૂત્રનું વાચન કર્યું; ઢંઢક માણેકલાલને મૂર્તિપૂજક બનાવ્યા; શાંતિનાથજીની પિલમાં સહસ્ત્રફણા બિંબની સ્થાપના કરી, સહસ્ત્રાકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં. ૧૭૮૫-૮૬-૮૭માં શત્રુંજય પર પ્રતિષ્ઠા કરી. વળી, અમદાવાદ પધારી તે સમયે ફેલાયેલા મરકીના ઉપદ્રવમાં સમાજસેવામાં જોડાયા. અનેક વૈષ્ણવોને પ્રતિબંધીને જેન બનાવ્યા. સં. ૧૭૯૬-૯૭માં નવાનગરમાં રહીને કેને જીતીને મૂર્તિપૂજકે બનાવ્યા અને ચૈત્યમાં બંધ પડેલી પૂજા ચાલુ કરાવી. સં. ૧૮૦૨-૩-૪માં ભાવનગર, ૧૮૦૫-૬માં લીંબડી ધ્રાંગધ્રા અને ચુડામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યા.
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________ શ્રમણુભગવંતો 393 સં. ૧૮૧૦માં સુતથી કચરા કાકાના સંઘમાં શત્રુજ્ય પધાર્યા. તે સમયે પાલીતાણામાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના કરી. સં. ૧૮૧૧માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરાવી. અમદાવાદ સ્થિરતા કરી તે સમયે ગચ્છપતિએ તેઓશ્રીને વાચક પદથી વિભૂષિત કર્યા પૂજ્યશ્રી સં. ૧૮૧૨ના ભાદરવા માસની અમાવાસ્યાએ અમદાવાદ–ડોશીવાડાના ઉપાશ્રયમાં દેવગતિને પ્રાપ્ત થયા. તે સમયે ચિર્યાસી ગચ્છના સાધુઓ-શ્રાવકો એકત્રિત થયા હતા. પૂજ્યશ્રીના અંતિમ સંસ્કારમાં શ્રાવકેએ ઘણું દ્રવ્ય ખેચ્યું હતું. તેમની પાદુકા દરિયાપુરના દેરાસર સામે સ્થાપવામાં આવી છે. પાદુકાને લેખ આ પ્રમાણે છે : “શ્રીમદ્ જિનચંદ્રસૂરિશાળામાં શ્રી બરતરગચ્છ સં. 1812 વર્ષે મહા વદિ 6 દિને ઉપાધ્યાય શ્રી દીપચંદ્રશિખ્ય ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજીના પાદુકા પ્રતિષ્ઠતે.” 66 વર્ષના આયુષ્યમાં, પ૬ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીને હાથે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ શહેર અને શત્રુંજય ગિરિરાજ પર અનેક પ્રતિષ્ઠા કરાવી. વિવિધ પ્રદેશોમાં સતત વિહાર સાથે વિદ્યા-અર્જન અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ કરતા રહ્યા. તેના ફળસ્વરૂપે પૂજ્યશ્રીની લેખિની દ્વારા વિયકારક ધર્મગ્રંથોનું સર્જન થયું. તેમણે રચેલ ગ્રંથમાં 1. શ્રી દેવચંદ્ર સ્નાત્ર પૂજા, 2. આગમસાર, 3. નયચંદ્રસાર, 4. ગુરુગુણ છત્રીસી, પ. કર્મગ્રંથ ભાગ 1 થી 5, 6. કર્મસંવેદ્યપ્રકરણ, 7. વિચારરત્નસાર, 8. વર્તમાન જિનવાસી આદિ મુખ્ય છે. જેની વિગતવાર વાત કરતાં તે ગ્રંથ રચે પડે એટલી વિચારસામગ્રીથી એ ગ્રંથ શેભી રહ્યા છે. તેઓશ્રીના આ ગ્રંથે પાદરા ભંડાર, શ્રી મેહનલાલજી ભંડાર, સુરત આદિ સ્થળોએ સચવાયા છે. સાહિત્યસર્જક ઉપરાંત તેઓશ્રી મહાતપસ્વી અને મહાન કયેગી પણ હતા. દ્રવ્યાનુયોગના મહાન ઉપદેશ અને વિધાનશક્તિઓના ઉપાસક પણ હતા. કહેવાય છે કે પૂજ્યશ્રીને તપપ્રભાવે ધરણેન્દ્ર સાક્ષાત્ દર્શન દીધાં હતાં. આજે પણ એમ મનાય છે કે, તેઓશ્રી દેહવિલય પછી મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરી રહ્યા છે ! એવા એ પ્રખર વિદ્વાન, મહાન તપસ્વી, ઉત્કૃષ્ટ કવિરાજ, અનન્ય આત્મજ્ઞાની, સમર્થ શાસ્ત્રવેત્તા, પ્રબળ પ્રભાવક અને પ્રભુભક્ત મુનિવરને શતશઃ વંદન ! (સંક્લનઃ જીવણચંદ ઝવેરચંદ ઝવેરીના લેખને આધારે.) સુરેન્દ્રનગર શ્રી સંઘના પરમ ઉપકારી અને સિદ્ધવચની પૂજ્ય મુનિરાજશ્રી ભણુવિજયજી મહારાજ સિદ્ધવચની મહાપુરુષ મુનિ શ્રી ભણવિજયજી મહારાજ ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવાનની ૭૩મી પાટે થયેલા ગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ, જેઓશ્રીએ ક્રિયાશુદ્ધિ કરી અને મુનિશાખા વધારી તેઓશ્રીના શિષ્ય હતા. મુનિવર શ્રી શ્ર. 10 2010_04