________________ શ્રમણુભગવંતો 393 સં. ૧૮૧૦માં સુતથી કચરા કાકાના સંઘમાં શત્રુજ્ય પધાર્યા. તે સમયે પાલીતાણામાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના કરી. સં. ૧૮૧૧માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરાવી. અમદાવાદ સ્થિરતા કરી તે સમયે ગચ્છપતિએ તેઓશ્રીને વાચક પદથી વિભૂષિત કર્યા પૂજ્યશ્રી સં. ૧૮૧૨ના ભાદરવા માસની અમાવાસ્યાએ અમદાવાદ–ડોશીવાડાના ઉપાશ્રયમાં દેવગતિને પ્રાપ્ત થયા. તે સમયે ચિર્યાસી ગચ્છના સાધુઓ-શ્રાવકો એકત્રિત થયા હતા. પૂજ્યશ્રીના અંતિમ સંસ્કારમાં શ્રાવકેએ ઘણું દ્રવ્ય ખેચ્યું હતું. તેમની પાદુકા દરિયાપુરના દેરાસર સામે સ્થાપવામાં આવી છે. પાદુકાને લેખ આ પ્રમાણે છે : “શ્રીમદ્ જિનચંદ્રસૂરિશાળામાં શ્રી બરતરગચ્છ સં. 1812 વર્ષે મહા વદિ 6 દિને ઉપાધ્યાય શ્રી દીપચંદ્રશિખ્ય ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજીના પાદુકા પ્રતિષ્ઠતે.” 66 વર્ષના આયુષ્યમાં, પ૬ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીને હાથે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ શહેર અને શત્રુંજય ગિરિરાજ પર અનેક પ્રતિષ્ઠા કરાવી. વિવિધ પ્રદેશોમાં સતત વિહાર સાથે વિદ્યા-અર્જન અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ કરતા રહ્યા. તેના ફળસ્વરૂપે પૂજ્યશ્રીની લેખિની દ્વારા વિયકારક ધર્મગ્રંથોનું સર્જન થયું. તેમણે રચેલ ગ્રંથમાં 1. શ્રી દેવચંદ્ર સ્નાત્ર પૂજા, 2. આગમસાર, 3. નયચંદ્રસાર, 4. ગુરુગુણ છત્રીસી, પ. કર્મગ્રંથ ભાગ 1 થી 5, 6. કર્મસંવેદ્યપ્રકરણ, 7. વિચારરત્નસાર, 8. વર્તમાન જિનવાસી આદિ મુખ્ય છે. જેની વિગતવાર વાત કરતાં તે ગ્રંથ રચે પડે એટલી વિચારસામગ્રીથી એ ગ્રંથ શેભી રહ્યા છે. તેઓશ્રીના આ ગ્રંથે પાદરા ભંડાર, શ્રી મેહનલાલજી ભંડાર, સુરત આદિ સ્થળોએ સચવાયા છે. સાહિત્યસર્જક ઉપરાંત તેઓશ્રી મહાતપસ્વી અને મહાન કયેગી પણ હતા. દ્રવ્યાનુયોગના મહાન ઉપદેશ અને વિધાનશક્તિઓના ઉપાસક પણ હતા. કહેવાય છે કે પૂજ્યશ્રીને તપપ્રભાવે ધરણેન્દ્ર સાક્ષાત્ દર્શન દીધાં હતાં. આજે પણ એમ મનાય છે કે, તેઓશ્રી દેહવિલય પછી મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરી રહ્યા છે ! એવા એ પ્રખર વિદ્વાન, મહાન તપસ્વી, ઉત્કૃષ્ટ કવિરાજ, અનન્ય આત્મજ્ઞાની, સમર્થ શાસ્ત્રવેત્તા, પ્રબળ પ્રભાવક અને પ્રભુભક્ત મુનિવરને શતશઃ વંદન ! (સંક્લનઃ જીવણચંદ ઝવેરચંદ ઝવેરીના લેખને આધારે.) સુરેન્દ્રનગર શ્રી સંઘના પરમ ઉપકારી અને સિદ્ધવચની પૂજ્ય મુનિરાજશ્રી ભણુવિજયજી મહારાજ સિદ્ધવચની મહાપુરુષ મુનિ શ્રી ભણવિજયજી મહારાજ ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવાનની ૭૩મી પાટે થયેલા ગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ, જેઓશ્રીએ ક્રિયાશુદ્ધિ કરી અને મુનિશાખા વધારી તેઓશ્રીના શિષ્ય હતા. મુનિવર શ્રી શ્ર. 10 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org