Book Title: Desi Nammalano Anuwad Tatha Adhyayan
Author(s): H C Bhayani
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ હરિવલ્લભ ભાયાણી દેશીનામમાલા”ની ઉપયોગમાં ન લેવાઈ હોઈ તેવી એક પ્રાચીન પ્રત તો આપણું જાણમાં છે જ. તેવી અન્ય હસ્તપ્રત સામગ્રીની તપાસ કરીને શક્ય તેટલી પાઠશુદ્ધિ કરવી ઘટે. બીજ, દેશીનામમાલા ઉપર કામ કરવાના મારા થડાક અનુભવ પરથી મને એ પ્રતીત થયું છે કે અનેક શબ્દોના વિનિસ્વરૂપ અને અર્થને ચોક્કસ કે સ્પષ્ટ કરવા માટે અર્વાચીન ભારતીય-આર્ય ભાષાઓ - ગુજરાતી, રાજસ્થાની, હિન્દી, સિન્ધી, પંજાબી, મરાઠી, કુમાઉની, નેપાલી વગેરે - પાસેથી પણ સારી એવી મદદ મળે તેમ છે. આ દિશામાં કાર્ય કરવા માટે ઘણે અવકાશ છે. ત્રીજ, શબ્દો અને અર્થોની બાબતમાં દિશીનામમાલામાં ઠીક ઠીક પુનરાવર્તન મળે છે. સહેજસાજ ભિન્નતા મળતી હોય તેવા શબ્દો અને અર્થો - ખરેખર તો તે અભિન્ન હોય - હેમચન્દ્ર, પિતાના મૂળ સ્ત્રોત માં મતભેદ હોય ત્યારે અને નિર્ણય કરવાનું કઠણ લાગ્યું ત્યારે તે અલગ અલગ હેય તેમ નયા છે. આની કેટલીક સાફસૂફી મેં મારા Studies in Hemacandra's Desinamamala'માં કરી છે. પણ એ તો એક શરૂઆત છે. કામ ઘણું મોટું છે અને ઠીક ઠીક પરિશ્રમ માગી લે તેવું છે. લગભગ ચાર હજાર જેટલા શબ્દો અને તેથી બમણું અર્થોની ખણખોદ કરવાની છે. પરંતુ ભારતીય - આર્યન શબ્દભંડળના ઈતિહાસની દૃષ્ટિએ તથા સાહિત્યભાષા લેખે પ્રાકૃતના ઘડતરની દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. આ ઉપરાંત એક મહત્ત્વનું કાર્ય તે પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાંથી વસ્તુતઃ વપરાયેલા દેશ્ય શબ્દોને તારવીને દેશનામમાલાની સામગ્રીની શુદ્ધિવૃદ્ધિ કે સમર્થન કે પ્રમાણુકરણ કરવું. આ દિશામાં પણ આરંભ થયો છે. “પાઈઅસદમહરણ”માંથી થોડીક સમર્થક સામગ્રી પ્રાપ્ત થાય છે. પંડિત અમૃતલાલ ભોજકે પ્રાકૃત ટેકસ્ટ સોસાયટીના થોડાક ગ્રંથમાં પરિશિષ્ટરૂપે કેટલાક દેશ્ય શબ્દ તારવીને મૂકયા છે. રત્ના શ્રીયાને પુષ્પદંતની અપભ્રંશ કૃતિઓમાંથી અને મેં સ્વયંભૂના “૫૩મચરિય’માંથી દેશ્ય શબ્દો તારવીને હેમચંદ્રના દેશ્ય શબ્દો સાથે તુલના કરી છે. પણ ચિકિત્સક દષ્ટિએ આ દિશામાં વસુદેવહિંડી” “કુવલયમાલા' વગેરે જેવી અનેકાનેક કૃતિઓનું અધ્યયન થવું બાકી છે. ગુજરાતી વગેરે અર્વાચીન ભાષાઓમાં આ દેશ્ય શબ્દોને કેટલો અંશ ઊતરી આવ્યો છે એ પણ તપાસને સ્વતંત્ર વિષય છે. પંડિતજીની અખંડ દીપ જેવી વિદ્યાપ્રીતિ અને કાર્યનિષ્ઠામાંથી પ્રેરણું મેળવીને આપણે તેમણે કરેલાં કામો આગળ ચલાવીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3