Page #1
--------------------------------------------------------------------------
________________
દેશીનામમાલાને અનુવાદ તથા અધ્યયન
હરિવલ્લભ ભાયાણી હેમચંદ્રાચાર્યની “દેશીનામમાલા' (કે “રયણાવલી – “રત્નાવલી') દેશ્ય શબ્દને કોશ છે, એ તેમણે મુખ્યત્વે પૂર્વવતી દેશી દેશોને આધારે તૈયાર કર્યો છે. આગળના કેશમાં રહેલી અસ્પષ્ટતા, અશુદ્ધિ, વિસંગતિ વગેરે દૂર કરી વર્ણ અને અક્ષરસંખ્યાના ક્રમે શબ્દો ગોઠવી, ઉદાહરણ આપીને હેમચંદ્ર એક વ્યાપક, વ્યવસ્થિત અને પ્રમાણભૂત દેશીકેશ તૈયાર કરી આપ્યો છે. મૂળ પાઠ પ્રાકૃત ગાથાઓમાં છે, અને તેના પર હેમચંદ્રની પિોતાની સંસ્કૃત વૃત્તિ છે, જેમાં સ્વરચિત પ્રાકૃત ઉદાહરણ મૂકેલાં છે. પ્રાકૃત શબ્દના ત્રણ પ્રકાર પરંપરાગત વ્યાકરણેમાં જાણીતા છે : સંસ્કૃત શબ્દોથી અભિન (તત્સમ), સંસ્કૃત શબ્દોમાંથી ઉતરી આવેલા (તાવ) અને સંસ્કૃત શબ્દ ઉપરથી સિદ્ધ ન થઈ શક્તા (દેશ્ય). “દેશ્ય” અથવા “દેશી ” એક પારિભાષિક સંજ્ઞા છે. (૧) જે શબ્દ પરંપરાથી પ્રાકૃત સાહિત્યમાં વપરાય છે, (૨) જે શબ્દનું વર્ણ સ્વરૂપ લોપ, આગમ કે વિકારને આધારે સંસ્કૃત શબ્દના વર્ણસ્વરૂપ ઉપરથી નિષ્પન્ન થઈ શકતું નથી, અને (૩) વર્ણન
સ્વરૂપ નિપન થઈ શકતું હોય તો પણ જેનો અર્થ સંસ્કૃત શબ્દના અર્થથી ભિન્ન છે, એવા શબ્દ તે દેશ્ય શબ્દ. દેશ્ય શબ્દોને લેકપ્રચલિત પ્રાદેશિક બેલીના શબ્દ માનવા એ ભૂલ છે. એ સાહિત્યભાષાના અને સાહિત્યકૃતિમાં પરંપરાથી વપરાતા શબ્દ હતા.
ઘણું પ્રાકૃત સાહિત્ય લુપ્ત થયેલું હેઈ, હેમચંદ્રાચાર્યને પણ તેમાંથી ઘેડુંક જ પ્રાપ્ય અને જ્ઞાત હેઈ, દેશ્ય શબ્દોમાંથી કેટલાક વપરાશમાંથી લુપ્ત થયા છે , તથા દેશ્યકેશોમાં જાતજાતની અશુદ્ધિઓ હેઈ, પ્રમાણભૂત સંદર્ભગ્રંથ તરીકે દેશ્ય શબ્દોને કેશ બનાવવાનું કામ અત્યંત કપરું હતું, પણ હેમચંદે તે ઘણી મોટી સૂઝબૂઝથી અને વૈજ્ઞાનિક, તટસ્થ દૃષ્ટિપદ્ધતિ રાખીને પાર પાડયું. દેશ્ય શબ્દોની જાણકારી માટે એ એકમાત્ર કેશ બચ્યો છે–ધનપાલનો દેશ પ્રાથમિક કક્ષાને છે અને તદ્દભવોનો પણ સમાવેશ કરે છે, અને ત્રિવિક્રમે આપેલ દેશ્યસામગ્રી હેમચંદ્રના કેશમાંથી લીધેલી છે.
ખૂલરે ૧૮૭૪માં પ્રથમ વાર “દેશીનામમાલા'ના મહત્ત્વ પ્રત્યે વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું. તેમની પ્રેરણા અને સહાયથી પિગેલે ૧૮૮૦માં દેશનામમાલા સંપાદિત કરી પ્રકાશિત કરી. તેની બીજી આવૃત્તિ ૧૯૩૮માં પરવતું રામાનુજ સ્વામીએ પ્રકાશિત કરી. કલકત્તાથી મુરલીધર બેનરજીએ પણ એક આવૃત્તિ પ્રકાશિત કરી. સદ્ગત પં. બેચરદાસજીએ ૧૯૩૭માં સટીક “દેશીનામમાલાના છ વર્ગોને ગુજરાતી અનુવાદ ફાર્બસ ગુજરાતી સભા માટે તૈયાર કરી આપેલ. તે મૂળ સાથે ૧૯૪૦માં પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત થયો. તે પછી ઠેક ૧૯૭૪માં સમગ્ર ગ્રંથ મૂળ, વૃત્તિ, તેમને અનુવાદ, ગાથાવાર શબ્દાર્થ સાથે દેશ્ય શબ્દ અને અન્ય વિવિધ દેશોને આધારે વિસ્તારથી આપેલી વ્યુત્પત્તિસૂચક સાથે પંડિતજીએ પ્રકાશિત કર્યો.
પિલે અને રામાનુજ સ્વામીએ દેશીનામમાલાને પાઠ નિશ્ચિત કરવા જે પ્રતો ઉપયોગમાં લીધેલી છે તે સોળમી શતાબ્દીથી વહેલી નથી. રામાનુજ સ્વામીને અભિપ્રાય એવો છે કે દેશનામમાલા'ને ગ્રંથપાઠ ઘણુંખરું તે શુદ્ધ રૂપે નિશ્ચિત થઈ ગયા છે. પંડિતજીએ બે વધુ હસ્તપ્રતોને
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૮
દેશી નામમાલા અને અનુવાદ તથા અધ્યયન
ઉપયોગ કર્યો છે, પણ થોડાક સ્થળો સિવાય તેમને પાઠ પિશેલના પાઠથી જ નથી. પંડિતજીની આવૃત્તિનું મૂલ્ય તેના અનુવાદ અને તેને લીધે છે. તેમણે મૂળની ગાથાઓ, તેમના પરની વૃત્તિ અને વૃત્તિમાંના ઉદાહરણને અનુવાદ આપ્યો છે. આ કામનું ઘણું મહત્ત્વ છે. ભૂમિકામાં તેમણે ઉત્સવો રમતગમત, રિવાજો વગેરેના વાચક શબ્દો પ્રત્યે દયાન ખેંચીને દશીનામમાલા”નું સાંસકૃતિક મહત્વ પણ દર્શાવ્યું છે.
રામાનુજ સ્વામીએ દેશ્ય શબ્દના જે અંગ્રેજી અર્થ આપ્યા છે તેમાંના કેટલાક અચોકકસ કે ભૂલ ભરેલા છે. મેં તેવા પોણા બસો જેટલા શબ્દોના અર્થ સુધાર્યા છે. પંડિતજીએ આમાંના લગભગ બધા અર્થો સાચા આપ્યા છે. બીજ, ઉદાહરણગાથાઓને અર્થ બેસાડવો એ ભારે કડાકૂટનું કામ હતું. પિલે તો એ ગાથાઓની સખત ટીકા કરી છે. માત્ર વર્ણાનુક્રમ અને અક્ષરસંખ્યાને કારણે એક ગાથામાં સાથે આવતા શબ્દોને સાંકળી લઈને કેાઈ સુસંગત, કાવ્યાત્મક અર્થવાળી રચના કરનારને એ અર્થ વચ્ચે મેળ બેસાડવા માટે ભારે તાણખેંચ કે દ્રાવિડી • પ્રાણાયામ કરવો પડે. આવું હેવા છતાં, દેશ્ય શબ્દોના અર્થની ચોકસાઈ અને સ્પષ્ટતા માટે, તેમને સંદર્ભ આપતાં હોવાને કારણે, આ ઉદાહરણોનું મોટું મૂલ્ય છે. પિશેલને તેમને અર્થ બેસાડતાં ઘણી મુશ્કેલી પડી છે. પંડિતજીએ ઘણાંખરાં ઉદાહરણને અર્થ સંતોષકારક રીતે બેસાડી આપીને, દેશ્ય શબ્દના અર્થનું સ્પષ્ટીકરણ કરતું મહત્વનું સાધન આપણને સુલભ કરી આપ્યું છે. વળી તેથી હેમચંદ્રની અસાધારણ રચનાશક્તિનું પણ સમર્થન થાય છે. “પતિ પ્રવાસે જઈ રહ્યો છે તેને માટે ભાતું બનાવવા કણક બાંધતી નાયિકાની આંખમાંથી આંજણવાળાં આંસુ કણકમાં સરી પડતાં ભાતાની વાની કાળાશ પડતી બની ગઈ' એ એક જ ઉદાહરણ, હેમચંકે અહીં અપરિહાર્ય વિનોને અતિક્રમીને કવિતા પણ સાધી છે એ બતાવવા માટે પૂરતું છે.
પંડિતજીની આવૃત્તિનું બીજું ઉપયોગી અંગે તેમણે આપેલી વ્યુત્પત્તિધે છે. અન્ય સંસ્કૃત કશે, ઉણાદિસૂત્રની વૃત્તિ, વિક િવગેરેને આધાર લઈને પંડિતજીએ ઘણું દેશ્ય શબ્દોની સંસ્કૃતિને આધારે વ્યુત્પત્તિ આપવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં એ આધાર ન મળે ત્યાં વનિ અને અર્થના સામ્યવાળા ગુજરાતી શબ્દો પણ તુલના માટે આપ્યા છે. અજ્ઞાત મૂળના સંસ્કૃત શબ્દની પણ ધાતુપાઠ વગેરેને આધાર લઈને અને આગમ, લેપ કે વિકારની પ્રક્રિયાને મદદમાં બોલાવીને વ્યુત્પત્તિ આપવાની આપણી પ્રાચીન પરંપરા છે. જોકે પંડિતજીએ પોતે જ નમ્ર ભાવે સ્પષ્ટ કહ્યું છે કે આ જાતની વ્યુત્પત્તિઓમાં ભાષાવિજ્ઞાનના નિયમને ભંગ થતો હેવાને પૂરે સંભવ છે. આમ છતાં એટલું નવનીત તે આમાંથી નીકળે જ છે કે જુદા જુદા સમયે અનેક દેશ્ય શબ્દોને, જરૂરી વણું પરિવર્તન સાથે, સંસ્કૃત શબ્દોને મે મળતો રહ્યો છે. હકીકત છે, દ્રાવિડી, મુંડા તથા ઈરાની, અરબી વગેરે ભાષામાંથી અપનાવાયેલા કેટલાક શબ્દ દેશ્ય તરીકે રૂઢ બનેલા છે. રામાનુજ સ્વામી, રત્ના શ્રીમાન વગેરેએ આ દિશામાં થોડુંક કાર્ય કર્યું છે.
ઉમરે આવું ઊંચી વિદ્વતા અને ભારે પરિશ્રમ માગતું કામ પાર પાડવા માટે પંડિતજી આપણું આદર અને અભિવાદનના ભાજન છે. એમનું આ વિષયનું કાર્ય આગળ ચલાવવાને ભાર આપણા સૌ ઉપર છે.
Page #3
--------------------------------------------------------------------------
________________ હરિવલ્લભ ભાયાણી દેશીનામમાલા”ની ઉપયોગમાં ન લેવાઈ હોઈ તેવી એક પ્રાચીન પ્રત તો આપણું જાણમાં છે જ. તેવી અન્ય હસ્તપ્રત સામગ્રીની તપાસ કરીને શક્ય તેટલી પાઠશુદ્ધિ કરવી ઘટે. બીજ, દેશીનામમાલા ઉપર કામ કરવાના મારા થડાક અનુભવ પરથી મને એ પ્રતીત થયું છે કે અનેક શબ્દોના વિનિસ્વરૂપ અને અર્થને ચોક્કસ કે સ્પષ્ટ કરવા માટે અર્વાચીન ભારતીય-આર્ય ભાષાઓ - ગુજરાતી, રાજસ્થાની, હિન્દી, સિન્ધી, પંજાબી, મરાઠી, કુમાઉની, નેપાલી વગેરે - પાસેથી પણ સારી એવી મદદ મળે તેમ છે. આ દિશામાં કાર્ય કરવા માટે ઘણે અવકાશ છે. ત્રીજ, શબ્દો અને અર્થોની બાબતમાં દિશીનામમાલામાં ઠીક ઠીક પુનરાવર્તન મળે છે. સહેજસાજ ભિન્નતા મળતી હોય તેવા શબ્દો અને અર્થો - ખરેખર તો તે અભિન્ન હોય - હેમચન્દ્ર, પિતાના મૂળ સ્ત્રોત માં મતભેદ હોય ત્યારે અને નિર્ણય કરવાનું કઠણ લાગ્યું ત્યારે તે અલગ અલગ હેય તેમ નયા છે. આની કેટલીક સાફસૂફી મેં મારા Studies in Hemacandra's Desinamamala'માં કરી છે. પણ એ તો એક શરૂઆત છે. કામ ઘણું મોટું છે અને ઠીક ઠીક પરિશ્રમ માગી લે તેવું છે. લગભગ ચાર હજાર જેટલા શબ્દો અને તેથી બમણું અર્થોની ખણખોદ કરવાની છે. પરંતુ ભારતીય - આર્યન શબ્દભંડળના ઈતિહાસની દૃષ્ટિએ તથા સાહિત્યભાષા લેખે પ્રાકૃતના ઘડતરની દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. આ ઉપરાંત એક મહત્ત્વનું કાર્ય તે પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાંથી વસ્તુતઃ વપરાયેલા દેશ્ય શબ્દોને તારવીને દેશનામમાલાની સામગ્રીની શુદ્ધિવૃદ્ધિ કે સમર્થન કે પ્રમાણુકરણ કરવું. આ દિશામાં પણ આરંભ થયો છે. “પાઈઅસદમહરણ”માંથી થોડીક સમર્થક સામગ્રી પ્રાપ્ત થાય છે. પંડિત અમૃતલાલ ભોજકે પ્રાકૃત ટેકસ્ટ સોસાયટીના થોડાક ગ્રંથમાં પરિશિષ્ટરૂપે કેટલાક દેશ્ય શબ્દ તારવીને મૂકયા છે. રત્ના શ્રીયાને પુષ્પદંતની અપભ્રંશ કૃતિઓમાંથી અને મેં સ્વયંભૂના “૫૩મચરિય’માંથી દેશ્ય શબ્દો તારવીને હેમચંદ્રના દેશ્ય શબ્દો સાથે તુલના કરી છે. પણ ચિકિત્સક દષ્ટિએ આ દિશામાં વસુદેવહિંડી” “કુવલયમાલા' વગેરે જેવી અનેકાનેક કૃતિઓનું અધ્યયન થવું બાકી છે. ગુજરાતી વગેરે અર્વાચીન ભાષાઓમાં આ દેશ્ય શબ્દોને કેટલો અંશ ઊતરી આવ્યો છે એ પણ તપાસને સ્વતંત્ર વિષય છે. પંડિતજીની અખંડ દીપ જેવી વિદ્યાપ્રીતિ અને કાર્યનિષ્ઠામાંથી પ્રેરણું મેળવીને આપણે તેમણે કરેલાં કામો આગળ ચલાવીએ.