Book Title: Desi Nammalano Anuwad Tatha Adhyayan
Author(s): H C Bhayani
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 1
________________ દેશીનામમાલાને અનુવાદ તથા અધ્યયન હરિવલ્લભ ભાયાણી હેમચંદ્રાચાર્યની “દેશીનામમાલા' (કે “રયણાવલી – “રત્નાવલી') દેશ્ય શબ્દને કોશ છે, એ તેમણે મુખ્યત્વે પૂર્વવતી દેશી દેશોને આધારે તૈયાર કર્યો છે. આગળના કેશમાં રહેલી અસ્પષ્ટતા, અશુદ્ધિ, વિસંગતિ વગેરે દૂર કરી વર્ણ અને અક્ષરસંખ્યાના ક્રમે શબ્દો ગોઠવી, ઉદાહરણ આપીને હેમચંદ્ર એક વ્યાપક, વ્યવસ્થિત અને પ્રમાણભૂત દેશીકેશ તૈયાર કરી આપ્યો છે. મૂળ પાઠ પ્રાકૃત ગાથાઓમાં છે, અને તેના પર હેમચંદ્રની પિોતાની સંસ્કૃત વૃત્તિ છે, જેમાં સ્વરચિત પ્રાકૃત ઉદાહરણ મૂકેલાં છે. પ્રાકૃત શબ્દના ત્રણ પ્રકાર પરંપરાગત વ્યાકરણેમાં જાણીતા છે : સંસ્કૃત શબ્દોથી અભિન (તત્સમ), સંસ્કૃત શબ્દોમાંથી ઉતરી આવેલા (તાવ) અને સંસ્કૃત શબ્દ ઉપરથી સિદ્ધ ન થઈ શક્તા (દેશ્ય). “દેશ્ય” અથવા “દેશી ” એક પારિભાષિક સંજ્ઞા છે. (૧) જે શબ્દ પરંપરાથી પ્રાકૃત સાહિત્યમાં વપરાય છે, (૨) જે શબ્દનું વર્ણ સ્વરૂપ લોપ, આગમ કે વિકારને આધારે સંસ્કૃત શબ્દના વર્ણસ્વરૂપ ઉપરથી નિષ્પન્ન થઈ શકતું નથી, અને (૩) વર્ણન સ્વરૂપ નિપન થઈ શકતું હોય તો પણ જેનો અર્થ સંસ્કૃત શબ્દના અર્થથી ભિન્ન છે, એવા શબ્દ તે દેશ્ય શબ્દ. દેશ્ય શબ્દોને લેકપ્રચલિત પ્રાદેશિક બેલીના શબ્દ માનવા એ ભૂલ છે. એ સાહિત્યભાષાના અને સાહિત્યકૃતિમાં પરંપરાથી વપરાતા શબ્દ હતા. ઘણું પ્રાકૃત સાહિત્ય લુપ્ત થયેલું હેઈ, હેમચંદ્રાચાર્યને પણ તેમાંથી ઘેડુંક જ પ્રાપ્ય અને જ્ઞાત હેઈ, દેશ્ય શબ્દોમાંથી કેટલાક વપરાશમાંથી લુપ્ત થયા છે , તથા દેશ્યકેશોમાં જાતજાતની અશુદ્ધિઓ હેઈ, પ્રમાણભૂત સંદર્ભગ્રંથ તરીકે દેશ્ય શબ્દોને કેશ બનાવવાનું કામ અત્યંત કપરું હતું, પણ હેમચંદે તે ઘણી મોટી સૂઝબૂઝથી અને વૈજ્ઞાનિક, તટસ્થ દૃષ્ટિપદ્ધતિ રાખીને પાર પાડયું. દેશ્ય શબ્દોની જાણકારી માટે એ એકમાત્ર કેશ બચ્યો છે–ધનપાલનો દેશ પ્રાથમિક કક્ષાને છે અને તદ્દભવોનો પણ સમાવેશ કરે છે, અને ત્રિવિક્રમે આપેલ દેશ્યસામગ્રી હેમચંદ્રના કેશમાંથી લીધેલી છે. ખૂલરે ૧૮૭૪માં પ્રથમ વાર “દેશીનામમાલા'ના મહત્ત્વ પ્રત્યે વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું. તેમની પ્રેરણા અને સહાયથી પિગેલે ૧૮૮૦માં દેશનામમાલા સંપાદિત કરી પ્રકાશિત કરી. તેની બીજી આવૃત્તિ ૧૯૩૮માં પરવતું રામાનુજ સ્વામીએ પ્રકાશિત કરી. કલકત્તાથી મુરલીધર બેનરજીએ પણ એક આવૃત્તિ પ્રકાશિત કરી. સદ્ગત પં. બેચરદાસજીએ ૧૯૩૭માં સટીક “દેશીનામમાલાના છ વર્ગોને ગુજરાતી અનુવાદ ફાર્બસ ગુજરાતી સભા માટે તૈયાર કરી આપેલ. તે મૂળ સાથે ૧૯૪૦માં પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત થયો. તે પછી ઠેક ૧૯૭૪માં સમગ્ર ગ્રંથ મૂળ, વૃત્તિ, તેમને અનુવાદ, ગાથાવાર શબ્દાર્થ સાથે દેશ્ય શબ્દ અને અન્ય વિવિધ દેશોને આધારે વિસ્તારથી આપેલી વ્યુત્પત્તિસૂચક સાથે પંડિતજીએ પ્રકાશિત કર્યો. પિલે અને રામાનુજ સ્વામીએ દેશીનામમાલાને પાઠ નિશ્ચિત કરવા જે પ્રતો ઉપયોગમાં લીધેલી છે તે સોળમી શતાબ્દીથી વહેલી નથી. રામાનુજ સ્વામીને અભિપ્રાય એવો છે કે દેશનામમાલા'ને ગ્રંથપાઠ ઘણુંખરું તે શુદ્ધ રૂપે નિશ્ચિત થઈ ગયા છે. પંડિતજીએ બે વધુ હસ્તપ્રતોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3