Book Title: Delwadana Mandiro
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ દેલવાડાનાં મંદિરો વિમલશા ચંદ્રાવતીમાં પોતાની પત્ની સાથે સુખેથી રહેતો હતો. શ્રીદેવી ઘણી લાગણીશીલ સ્ત્રી હતી અને વિમલશાને બધી રીતે સુખી કરતી હતી. તેમને કોઈ બાળકો ન હતા. ધાર્મિક પ્રકૃતિના હોઈ તેઓ તેને પોતાના કર્મોનું ફળ માનતા. એક વખત તેઓ એ સમયના જાણીતા આચાર્ય ધર્મઘોષસૂરિને મળ્યા. વિમલશા નિયમિતપણે તેમનું વ્યાખ્યાન સાંભળવા જતા અને તેથી તેઓ વધુ ધાર્મિકવૃત્તિના બન્યા. ભૂતકાળમાં લડેલા યુદ્ધો યાદ કરતાં તેઓ પોતાની જાતને હિંસા અને પાપ માટે ગુનેગાર માને છે. સાચા દિલથી તે પ્રાયશ્ચિત્ત કરે છે. સાચા પ્રાયશ્ચિત્તરૂપે આચાર્યએ તેને ચંદ્રાવતીમાં જૈન મંદિરો બંધાવવા કહ્યું જેથી ચંદ્રાવતી મોટું યાત્રાધામ બને. આ સૂચન સાંભળીને વિમલશા પ્રસન્ન થયા અને એણે ભવ્ય દેરાસર બંધાવવાનું નક્કી કર્યું. તેઓ ભગવાન શ્રી નેમિનાથની સેવામાં રહેતા તેમજ અંબિકાદેવીના પણ ચુસ્ત ભક્ત હતા. તેમના આશીર્વાદ માટે તેમણે તેમનું આવાહન કર્યું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દેવીએ તેમને શું જોઈએ છે તે પૂછ્યું. તેમણે દીકરો માંગ્યો અને ચંદ્રાવતીમાં મંદિરના નિર્માણ માટેની શક્તિ માંગી. દેવીએ બેમાંથી એક જ પસંદ કરી માંગવા કહ્યું. વિમલશાએ મંદિરની પસંદગી કરી અને દેવીએ તેમની ઇચ્છા મંજૂર કરી. પછી વિમલશાએ પર્વતની ટોચ પર મંદિર માટે જગ્યા પસંદ કરી અને ૪,૫૩,૬૦,000 સોનાના સિક્કા આપી ખરીદી લીધી. પૂર્ણ શ્રદ્ધાથી પાયાના પથ્થર મૂક્યા. ગમે તેમ પણ મંદિર નિર્માણનું કામ સરળ ન હતું. મહાભારત કામ હતું. સ્થાનિક કારીગરો મળતા ન હતા. તળેટીથી ટોચ પર જવા માટે કોઈ રસ્તા પણ ન હતા. આરસ ઘણે દૂરથી લાવવાનો હતો. આ કામ ગમે તે ભોગે પાર પાડવા વિમલશા મક્કમ હતા. માલસામાન પર્વતની ટોચ પર પહોંચાડવા માટે તેમણે વાહન-વ્યવહારની સગવડ કરી અને દેશના ખૂણેખૂણેથી કારીગરો તથા સ્થપતિઓ એકઠા કર્યા. કારીગરોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની શક્ય એટલી દરકાર કરવામાં આવતી તથા હાથમાં લીધેલા કામમાં કોઈ મુશ્કેલી દેલવાડાના દેરાસરની છતની બારીક કોતરણી જૈન કથા સંગ્રહ 125

Loading...

Page Navigation
1 2 3 4 5