Book Title: Delwadana Mandiro Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ રહે છે, નિપુણ તીરંદાજ બન્યો. દીકરાઓ મોટા થતાં તેમની માતા તેમને રાજધાની પાટણમાં પાછા લઈ આવ્યા. જેથી તેઓ તેમની પસંદગી પ્રમાણે કામ કરી શકે, પોતાના રસ પ્રમાણે નેધ રાજદરબારમાં અને વિમલ સૈન્યમાં જોડાયા. બંને ખૂબ ઝડપથી પોતાની કુશળતાથી ખૂબ આગળ આવી ગયા અને તેમની આગવી આવડત માટે ખૂબ જાણીતા બન્યા. વિમલ ખૂબ સુંદર અને બહાદુર હોવાથી પાટણના ધનિક શેઠ જેમને શ્રીદેવી નામે સુંદર દીકરી હતી, તેઓ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે વિચાર્યું કે શ્રીદેવી માટે વિમલ બિલકુલ યોગ્ય પતિ છે. શ્રીદેવી-વિમલના લગ્ન થઈ ગયા. નસીબ બંને ભાઈઓ પર મહેરબાન હતું. ઈ. સ. ૧૦૨૧ માં ભીમદેવ ગાદી પર આવ્યા. તેના રાજ્યકાળ દરમિયાન નેધ રાજાનો સલાહકાર અને વિમલ સેનાપતિ બન્યો. વિમલ નસીબદાર હતો કે નાની ઉંમરમાં જ સુંદર પ્રેમાળ પત્ની પામ્યો અને સૈન્યમાં પણ ખૂબ ઊંચી પદવી પામ્યો વળી તેના મળતાવડા સ્વભાવને લીધે તે સહુને પ્રિય DELWARA થઈ પડ્યો. અને તે વિમલશા નામથી જાણીતો થયો. IT JAIN TEMPLES - MT. ABU કેટલાક વિજ્ઞસંતોષી લોકોને વિમલશાની પ્રગતિ સહન ન થઈ. તેની ઈર્ષા કરવા લાગ્યા. અને તેના દૂષણો શોધવા લાગ્યા. તેમણે જોયું કે વિમલશા કોઈને નમન કરતો નથી – રાજાને પણ નહિ. કેવળ સર્વજ્ઞ એવા જૈન તીર્થકરને જ નમન કરે છે. તેઓએ ભીમદેવના કાન ભંભેરવા માંડ્યા કે વિમલશા બહુ ઉદ્ધત થઈ ગયા છે. તે રાજાને પણ નમન કરતા નથી. એની મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નથી. કદાચ તે આપનું રાજ્ય પણ છીનવી લે. ભીમદેવ એ લોકોની વાતોમાં આવી ગયા અને વિમલશા પ્રત્યે શંકાશીલ રહેવા લાગ્યો. જયારે વિમલશાએ રાજાનો અસંતોષ જાણ્યો તો તેણે પાટણ છોડવાનું નક્કી કર્યું. તેણે માઉન્ટ આબુ (જે તે સમયે ચંદ્રાવતી નામે જાણીતું હતું) પોતાના સાથીદારો સાથે જવાનું નક્કી કર્યું. ત્યાં જઈને તેને ખબર પડી કે ચંદ્રાવતીનો રાજા ધંધુક સર્વશ્રેષ્ઠ રાજા. ભીમદેવથી સ્વતંત્ર થવાની ઇચ્છા રાખે છે. વિમલશાએ પોતાના સાથીદારો સાથે હુમલો કર્યો અને ધંધુક સામનો ન કરી શક્યો અને હારી ગયો. આમ વિમલશાએ ચંદ્રાવતી મેળવી લીધું. તેને રાજા બનવાની કોઈ મહત્ત્વાકાંક્ષા ન હતી તેથી ચંદ્રાવતી તેણે રાજા ભીમદેવના નામ પર લીધું અને તે ત્યાંનો ગવર્નર બનીને રહ્યો. 124 જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3 4 5