Book Title: Delwadana Mandiro Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ દેલવાડાનાં મંદિરો ૩૨. દેલવાડાનાં મંદિરો રાજસ્થાનમાં પર્વતની ટોચ પર માઉન્ટ આબુ નામનું સુંદર શહેર આવેલું છે. શહેરની બાજુમાં બે ભવ્ય ભભકાદાર દેલવાડાનાં જૈન દેરાસર આવેલાં છે. આ બંને દેરાસરોની કોતરણી શ્વાસ થંભાવી દે તેવી છે. મંદિરની આરસની છતની કોતરણી એવી બારીક અને ગુંચવણ ભરેલી છે કે એની નકલ કાગળ પર કરવી પણ અઘરી છે. આ દેરાસરો ‘આરસમાં કાવ્ય” તરીકે ઓળખાય છે. વિમલશાએ પહેલું મંદિર ઈ.સ.ની ૧૧ મી સદીમાં ૧૮૦૦ લાખ રૂપિયા ખર્ચીને બંધાવેલું. બીજું જે લુણિગ વસહી તરીકે ઓળખાય છે તે વસ્તુપાલ તેજપાલ નામના બે ભાઈઓએ તેમના મોટા ભાઈ લુણિગની સ્મૃતિમાં ઈ.સ.ની ૧૩ મી સદીમાં ૧૨૦૦ લાખ રૂપિયા ખર્ચે બંધાવેલું. આ બંને મંદિરના નિર્માતાઓની વાર્તા અહીં રજુ કરવામાં આવી છે. વિમલશા - ભારતના ગુજરાત રાજ્યમાં જ્યારે રાજ્યની સત્તા અને સંપત્તિ એની ટોચ પર હતા ત્યારે એ સોલંકી યુગનો સુવર્ણયુગ હતો. ગુજરાતની આ સ્થિતિનો જશ મુખ્યત્વે તે સમયના રાજાના સલાહકાર અને સેનાપતિ જેઓના હાથમાં આ પરિસ્થિતિનું સુકાન હતું તેઓને જાય છે. તે સમયના ઘણા બધા સલાહકારો અને સેનાપતિઓ જૈન હતા. વિમલશા કેટલેક અંશે એક શક્તિશાળી સમર્થ, અને પ્રસિદ્ધ સેનાપતિ હતા. તે સમયના સોલંકી યુગના રાજા મુળરાજના સલાહકાર વીર મહત્તમ હતા. તેની પત્નીનું નામ વીરમતી હતું. તેમને નેધ, વિમલ અને ચાહિલ એમ ત્રણ સંતાન હતા. તેઓ ત્રણે નાના હતા ત્યારે જ તેમના પિતા આ સંસારના સુખો છોડી સાધુ થયા હતા. તેથી તેની માતા પોતાના પિયર ચાલી ગઈ હતી અને ત્યાં જ ત્રણે દીકરાઓનો ખૂબ કાળજીથી ઉછેર કર્યો. નેધ ખૂબ ચતુર અને ડહાપણવાળો હતો. જ્યારે વિમલ બહાદુર અને ચબરાક હતો. એને ઘોડેસવારી અને તીરંદાજીનો શોખ હતો. એ કલાઓમાં તે પાવરધો થયો અને પ્રખ્યાત જૈન કથા સંગ્રહ 123Page Navigation
1 2 3 4 5