Book Title: Das Parmita Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 3
________________ દસ પારમિતા ૦ ૧૩૭ જેથી કોઈ પણ વિપત્તિ સામે આવતાં તે જરા પણ પોતાના સાધ્યથી ચલિત ન થાય. જે માણસ સત્ય જ બોલે છે તેને રાજા હરિશ્ચંદ્રની પેઠે શારીરિક આપત્તિઓ અને માનસિક આઘાતો ઘણાં સહન કરવાનાં આવે છે. એવે વખતે શરીર અને મન ન કસાયાં હોય તો માણસ પોતાનું ધ્યેય ન ચૂકી જાય અને નિતાંત આનંદને બદલે કોઈ નરકાગારમાં જ પડી જાય. માટે શરીરબળ અને મનોબળ એ ઉક્ત ત્રણ ગુણો જેટલું જ જરૂરી છે. વર્તમાનમાં તો તમામ માણસોએ એ ભૂલવાનું નથી. (૫) આ સાથે ક્ષમાના ગુણને પણ ખૂબખૂબ કેળવવો ઘટે. માણસ ડાહ્યો હોય, દાની હોય, સદાચારી હોય અને શરીરે તથા મનથી પણ બળુકો હોવા છતાં, તે વાતવાતમાં ચિડાતો હોય, પોતાના ક્રોધના આવેશ ઉપર તેનો અંકુશ ન હોય અને જયાં-ત્યાં ગમે તે કારણે મિજાજ ગુમાવી દેતો હોય, તો તે પણ વિશુદ્ધ આનંદ પામી શકતો નથી માટે વિશુદ્ધ આનંદનો અનુભવ કરવાની ધારણાવાળાએ ક્ષમાનો ગુણ ખાસ કરીને કેળવવો જોઈએ. ક્ષમાના ગુણને કેળવવાથી કોઈ બહારનો આઘાત કે માનસિક આઘાત આપણને અડી જ શકતો નથી અને એની આપણા શરીર કે મન ઉપર કશી અસર પણ થતી નથી. ક્ષમાસ્વભાવી માણસ સદા પ્રસન્નમુખ હોય છે. (૬) આ સાથે માનવી જો સત્યને વિસરી જાય તો તો બધું એકડા વિનાના મીંડા જેવું જ છે. માટે જેનામાં ઉપરના પાંચ ગુણોનો મેળ હોય તેનામાં સત્યાગ્રહ ન હોય, સત્યને મેળવવા માટેની તમન્ના ન હોય અને સત્યને મેળવવા માટે જીવન પણ કુરબાન કરવાની વૃત્તિ ન પ્રગટે, તો શાશ્વત આનંદનું ધ્યેય ઘણું છેટું રહી જાય. માટે ઉક્ત પાંચ ગુણોની સાથે સત્યાગ્રહનો ગુણ પણ સવિશેષ રીતે માણસે પોતાના મનમાં કેળવવો જ રહ્યો. (૭) આ સાથે મિત્તી એ સવ્વપૂપસુની વૃત્તિ પણ ચિત્તમાં મજબૂત રીતે કેળવાવી જોઈએ. એટલે કે “તમામ મનુષ્યો–પછી ભલે તે ગમે તે દેશના, ગમે તે જાતના, ગમે તે રંગના કે ગમે તે ભાષા બોલનારા વા ગમે તેવો આચારવિચાર ધરાવનારા હોય, –મારા મિત્રો છે અને તેમનો પણ હું એક અદનો મિત્ર છું. માણસો તો શું પણ પશુઓ, પક્ષીઓ, કીટપતંગો, કીડીમંકોડાઓ અને ઝાડપાન, પાણી, હવા, આગ,માટી વગેરે તમામ ચેતનામય તત્ત્વો પણ મારા મિત્રો છે અને હું પણ તેમનો મિત્ર છે. અર્થાત્ તમામ સૃષ્ટિ મારા મિત્રરૂપ છે અને તમામ સૃષ્ટિનો હું સખા છું. મારે કોઈની પણ સાથે વૈરવિરોધ નથી—એ જાતની ભાવના કેળવ્યા વિના ઉપર કહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8