Book Title: Das Parmita
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૬. દસ પારમિતા (પારમિતા એટલે કોઈ પણ સદાચારી ગુણને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત કેળવવો તે. દાખલા તરીકે કર્ણરાજાએ દાનપારમિતા કેળવી હતી અને હરિશ્ચંદ્રરાજાએ સત્યપારમિતા પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી હતી. બુદ્ધદેવની પ્રજ્ઞાપારમિતા કહેવાય છે એ તો અત્યંત જાણીતી બીના છે. જીવનના એવા દસ પરમોદાત્ત ગુણો બુદ્ધધર્મે પ્રબોધ્યા છે. વિદ્વાન પંડિતજીએ પોતાની રીતે એ સર્વની અહીં સમજણ આપી છે. પણ આ પારમિતા શું માનવી એક જ જીવનમાં પ્રાપ્ત કરી શકે છે? બૌદ્ધધર્મ કહે છે એની તૈયારી પૂર્વજન્મોનાં કર્મકર્માતરો પર વિશેષ અવલંબે છે. પ્રજ્ઞાપારમિતાનું અમૂલ્ય બિરુદ પામેલા બુદ્ધદેવના પૂર્વજીવનની કથા એટલે જાતકકથા. આ કથાઓ મૂળ પાલીમાં લખાયેલી છે, અને પંડિતજી પાલી ભાષાના વિદ્વાન છે. આ કથાઓનું પાન કરવાનો લ્હાવો આ જ લેખક દ્વારા મળનાર છે એ આપણે માટે આનંદની વાત છે.) માણસમાત્રનું ધ્યેય વા સાધ્ય શાશ્વત આનંદ છે. તે માટે પ્રત્યેક માણસ અતૂટ પ્રયત્નો કર્યા જ કરે છે. પણ અશુદ્ધ સાધનોવાળા પ્રયત્નો કરવાથી કોઈ પણ માણસ નિર્ભેળ આનંદ મેળવી જ શકતો નથી. (૧) નિતાંત આનંદ માટે શુદ્ધ વિચારશક્તિની સૌથી પ્રથમ અપેક્ષા રહે છે. માણસ પોતાની પ્રજ્ઞાને બરાબર ન કેળવે અને સારાસારનો વિચાર કરવાનું સામર્થ્ય ન મેળવે, ત્યાં લગી એ સાત્ત્વિક આનંદની ઝાંખી કરી. શકવાનો નથી. બરાબર બુદ્ધિ કેળવાયા પછી અને સારાસારનો વિચાર કરવાની શક્તિ મળ્યા પછી પણ તે પ્રમાણે આચરણ ન થાય તો પણ વિશુદ્ધ આનંદને બદલે ભળતો જ આનંદ માણસને ફસાવી દે છે. એટલે પ્રજ્ઞાને કેળવવા સાથે મનમાં ઉદારતા લાવવાનો પણ વિશેષ અભ્યાસ પાડવો જોઈએ. (૨) ઉદારતા કેળવનારના મનમાં ત્યાગભાવ અને સહનશક્તિ એ બંને ગુણો વિકસવા જોઈએ. સહનશક્તિ વિકસવાથી આપણી દશા સમ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8