Book Title: Darshan Prabhavak Mokshmala Author(s): Bhagvandas Mehta Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ ડો. ભગવાનદાસ મ. મહેતા : શ્રીમદ્ રાજચંદ્રની “અમૃતકૃતિ મોક્ષમાળા ૧૬૭ કરવાને સમર્થ ન થાય, એ આ તત્ત્વકલામય અપૂર્વ દર્શનપ્રભાવક ગ્રન્થ જ્ઞાનાવતાર શ્રીમદે પરમ પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી સોળ વર્ષની વયે, માત્ર ત્રણ દિવસમાં જ, ગૂં છે. એ મહાન આશ્ચર્યોનું આશ્ચર્ય છે; અદ્દભુતાદભુત છે. પિતાને જે કાંઈ જ્ઞાનને લાભ પ્રાપ્ત થયે છે, તેને લાભ બીજા ને પણ પ્રાપ્ત થાય એવી નિષ્કારણ કરુણાથી પરોપકારશીલ જ્ઞાનીઓ પિતાને પ્રાપ્ત જ્ઞાનને અન્ય જેમાં વિનિયોગ થાય એવી સતુપ્રવૃત્તિ આદરે છે. તે જ પ્રકારે શ્રીમદ્ જેવા મહાજ્ઞાનીને વીતરાગપ્રણીત મોક્ષસન્માર્ગનું જે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રમય સમ્યક્ સત્ય સ્વરૂપ પિતાને સમજાયું–સંવેદાયું–અનુભવાયું, તેને લાભ જગજજીને થાય એવી ઊર્મિ ઊઠે એ સહજ સ્વાભાવિક છે. એટલે આબાલવૃદ્ધ સર્વ કેઈને ઉપગી–ઉપકારી થઈ શકે એ મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવનારે ગ્રંથ સરલ દેશ ભાષામાં ગૂંથવાને સ્વયંભૂ વિચાર એમના હૃદયમાં કુર્યો. અને આ મોક્ષમાળાની રચના શ્રીમદે માત્ર ત્રણ દિવસમાં કરી. આ “મોક્ષમાળા” ખરેખર ! મોક્ષમાળા જ છે; મુમુક્ષુને મોક્ષને માર્ગ દર્શાવનારી યથાર્થ મોક્ષમાળા જ છે! ગ્રંથનું જે આ ગૌરવપૂર્ણ નામ આપવામાં આવ્યું છે તે તેના મેક્ષ” જેવા મહાન વિષયને લઈ છે. તત્વાર્થસૂત્રનું જેમ તેના વિષયને લઈ “મેક્ષશાસ્ત્ર” નામ પ્રસિદ્ધ છે, તેમ મોક્ષ પ્રત્યે લઈ જનારી એક સૂત્રબદ્ધ ગ્રંથરચનાને લીધે આનું “મેક્ષમાળા” નામ યથાર્થ છે. મુક્તાફલની માળામાં જેમ યથાસ્થાને ગોઠવાયેલાં નાનાં-મોટાં સુંદર મૌક્તિકે એક સુવર્ણસૂત્રથી નિબદ્ધ થઈ સમગ્રપણે એક મુક્તામાળા બને છે, તેમ આ મુક્તા(મેલ)ફલની માળામાં યથાસ્થાને કલાપૂર્ણ પણે ગોઠવાયેલાં પરમ સુંદર સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અમૂલ્ય મૌક્તિકો (મુક્તાફલો) એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્રથી નિબદ્ધ થઈ એક મુક્તામાળા–મેક્ષમાળા બની છે. મુક્તાફલની માળામાં કળાપૂર્ણપણે પરેવાયેલું–ગૂંથાયેલું એક એક મહામૂલ્યવાન મોતી જેમ યથાસ્થાને શોભે છે, તેમ આ મુક્તાફલની માળામાં (–મોક્ષમાળામાં) તત્ત્વકળાપૂર્ણપણે પરેવાયેલું-ગૂંથાયેલું એક એક અમૂલ્ય તત્ત્વ-મૌક્તિક યથાસ્થાને વિરાજે છે. ઉત્તમ તત્વજ્ઞાન અને સશીલ બોધનારું, મોક્ષમાર્ગનું સબીજ રેપનારું, જ્ઞાનકિયાનું સમ્યગુ સમવિપતણું નિરૂપનારું, આ પિતાનું નવસર્જન સમર્થ થશે એવા પૂરેપૂરા નિરભિમાન આત્મભાન સાથે શ્રીમદે આને “મોક્ષમાળા” એવું સાન્વય સમુચિત નામ આપવાનું સમુચિત માન્યું છે, “મોક્ષમાળા' એવું ગ્રંથનું જે આ ગૌરવપૂર્ણ નામ રાખ્યું છે, તે જ તેનું ગુણનિષ્પન્ન ગુણગણગૌરવ સૂચવે છે. આ ગ્રંથની મુખમુદ્રામાં જ શ્રીમદ્ સ્વયં શ્રીમુખે પ્રકાશે છે કે-આ ગ્રંથ સ્વાદુવાદતત્વાવબોધ-વૃક્ષનું બીજ છે. તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે દૈવત રહ્યું છે, એ સમભાવથી કહું છઉં. બહુ ઊંડા ઉતરતાં આ મોક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે. મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે.” તેમ જ ત્યાં જ તેઓશ્રીએ વિશેષ પ્રકાર્યું છે કે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવી, તેમને આત્મહિત ભણું લક્ષ કરાવવાને પણ છે. આ પરથી આ આર્ષદૃષ્ટા મહષિ સમા આ ગ્રંથકર્તાને આ ગ્રંથ ગૂંથવાને ઉદાત્ત ઉદ્દેશ અને ઉત્તમ પ્રયજન સ્વયં સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4