Book Title: Darshan Prabhavak Mokshmala Author(s): Bhagvandas Mehta Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ શ્રીમદ્ રાજચંદ્રની “અમૃત કૃતિ : દર્શનપ્રભાવકમોક્ષમાળા* લેખક : ડૉ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા શ્રીમદ્ રાજચંદ્રની સર્વોત્કૃષ્ટ અમૃત કૃતિ તરીકે, આ અવનિનું અમૃત શ્રી આત્મસિદ્ધિ શાસ સુપ્રસિદ્ધ છે. તેમની મોક્ષમાળા પણ અમૃત કૃતિ છે. શ્રીમદે “ધન્ય રે દિવસ આ અહો !”ના જીવન-ધન્યતા-કાવ્યમાં સંગીત કરેલ “અપૂર્વ અનુસાર'નું પ્રથમ અમૃતફળ શ્રીમદુની અમૃત( Immortal, necterlike)કૃતિ મોક્ષમાળા છે. તત્વમંથનકાળમાં પ્રજ્ઞાનિધિ શ્રીમદે જે પદર્શનનું મધ્યસ્થ નિષ્પક્ષપાત પર્યાલચન કર્યું, જિનાગમોનું-વીતરાગ શાસ્ત્રોનું ઊંડું ત્વરિત અવગાહન કર્યું, કેઈ અપૂર્વ આત્માનુભવનું અનુભવન કર્યું, પૂર્વના કોઈ અપૂર્વ આરાધનનું અપૂર્વ અનુસંધાનરૂપ અનુસરણ કર્યું, તેને ફળપરિપાક શ્રીમદુના આ મહાન “દશનપ્રભાવક' મેક્ષમાળા ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાનકળાની સોળે કળાએ પરિપૂર્ણ શ્રીમદ્ રાજચંદ્ર આ અનુપમ ગ્રંથની અદ્ભુત ગૂંથણ અપૂર્વ પરિપૂર્ણ તત્ત્વકળાથી કરી છે; બુધજન-ચકારે ન્હાઈને આનંદ પામે એવી પરમ અમૃતમયી જ્ઞાન-ચંદ્રિકા રેલાવી છે. વીતરાગદર્શનના દઢ ગાઢ રંગથી અસ્થિમજજા રંગાયેલા શ્રીમદે જગતના ચેકમાં વીતરાગદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જિનદર્શન–વીતરાગદશનને ડંકે વગડાવ્યો છેનિષ્પક્ષપાત ન્યાયમૂર્તિની જેમ સર્વ દર્શનની મધ્યસ્થ પરીક્ષાપૂર્વક વિતરાગદર્શનની સર્વોપરિતા પ્રસ્થાપિત કરી જિનશાસનને મહાપ્રભાવ વિસ્તાર્યો છે; અને આમ સન્મતિતક જેમ મહાન “દર્શનપ્રભાવક' ગ્રન્થ ગણાય છે, તેમ જિનદર્શનની મહાપ્રભાવના કરનાર આ અપૂર્વ મેક્ષમાળા ગ્રન્થ મહાદશનપ્રભાવક ગ્રી તરીકે સુપ્રસિદ્ધ થયા છે. સેંકડો વર્ષોના શાસ્ત્ર અભ્યાસી મહાપંડિત કે મહાબહતો પણ વારંવાર વાંચીને પણ જેની નકલ ( Copy or Immitation) લેખકના “અધ્યાત્મ રાજચંદ્ર' ગ્રંથમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4