Book Title: Danvir Manikchand Sheth
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સુરતમાં તેમણે સારો ધંધાકીય વિકાસ સાધ્યો અને આર્થિક રીતે સુદઢતા પ્રાપ્ત કરી. તેઓ વીસા હુમડ જ્ઞાતિના અને મંત્રીશ્વર ગોત્રધારી હતા. માણિકચંદના પિતાશ્રી હીરાચંદનો જન્મ સુરતમાં થયો હતો અને ત્યાં જ બાળપણ વીતાવી તેઓ ધંધામાં જોડાયા હતા. હીરાચંદનાં લગ્ન ૨૦ વર્ષની ઉંમરે સુરત નિવાસી વીસા મડ જ્ઞાતિની વીજળીબાઈ સાથે થયાં હતાં. પતિ-પત્ની બન્ને ઉત્તમ સંસકાર-સંપન્ન હતાં. વિ. સ. ૧૯૦૮ ને આસો વદી ૧૩(ધનતેરસ)ના પવિત્ર દિવસે સવારે હીરાચંદજીની ધર્મપત્ની વીજળીબાઈની કુખે માણિકચંદનો જન્મ થયો. બાળકની જન્મપત્રિકા પરથી જ સ્પષ્ટપણે જણાઈ ગયું હતું કે તે એશ્વર્યવાન અને યશસ્વી બનશે. બાળકનું શરીર પણ સુંદર અને ચિત્તાકર્ષક હતું. હીરાચંદ બાળકને પોતાની સાથે મંદિરમાં લઈ જતા અને ધર્મશિક્ષા આપના બાળક માણિકચંદ શરૂઆતથી જ વિચારવાન અને શાંતિપ્રિય હતા. તેમને મોતીચંદ તથા પાનાચંદ નામના બે મોટાભાઈઓ, નવલરાંદ નામે એક નાનાભાઈ તથા હેમકુમારી અને મંછાકુમારી નામની બે બહેનો હતી. માણિકચંદની ઉમર જ્યારે માત્ર ૮ વર્ષની હતી ત્યારે જ તેમની માતા વીજળીબાઈનું સમાધિમરણ થયું હતું. પત્નીના સ્વર્ગવાસથી હીરાચંદજીને અર્થોપાર્જનની સાથે સાથે ઘરનું કામકાજ પણ સંભાળવું પડતું. આની અસર વેપાર પર પાણ થઈ. વેપાર મંદ થવાથી હરાચંદજીએ પોતાની પુત્રી હેમકુમારીની સાથે પુત્રો મોતીચંદ તથા પાનાચંદને મુંબઈના એક ઝવેરીને ત્યાં ધંધો શીખવા માટે મોકલી આપ્યા. મુંબઈગમન તથા મોતી-ઝવેરાતના વેપારમાં : માણિકચંદે સુરતમાં ગુજરાતી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું. ત્યાર પછી તેમની ઉંમર ૧૨ વર્ષની થઈ ત્યારે, વિ. સં. ૧૯૨૦ની શરૂઆતમાં, તેઓ પિતા હીરાચંદની સાથે સુરત છોડી મુંબઈ આવીને વસ્યા. હીરાચંદ જાતે જ રસોઈ બનાવી ચારેય પુત્રોને જમાડતા. માણિકચંદ એક વર્ષ સુધી એક શરાફને ત્યાં રહીને હિસાબની પદ્ધતિ શીખ્યા. તેઓ ખૂબ જ પરિઅમી અને જિજ્ઞાસુ હતા, તેથી મોતી પરખવાની વિદ્યા શીખવામાં લાગી ગયા. આ કાર્યમાં બહેન હેમકુમારીએ પણ તેમને ખૂબ મદદ કરી. એકાગ્રતા અને અથાક પ્રયનથી થોડાક જ વખતમાં તેઓ મોતી પારખવામાં નિષ્ણાત થઈ ગયા. તેમનું આ કામ બારમાં પંકાવા લાગ્યું. પછી તો ચારેય ભાઈઓ આ કામમાં નિપુણ થઈ ગયા. તેમનો યશ પણ ચારે બાજુ ફેલાવા લાગ્યો. તેમને સારા પ્રમાણમાં કામ પણ મળવા લાગ્યું. આ ચારેય ભાઈઓ ખૂબ જ પ્રેમથી, એકતાપૂર્વક આ કામ કરતા હતા. ત્યારે ભાઈ “રામ'ના હુલામણા નામથી ઓળખાવા લાગ્યા. બજારમાં ચારે ભાઈ એક દિલવાળા, ઇમાનદાર, સત્યવાદી અને વિશ્વાસપાત્ર ગણાવા લાગ્યા. ચારે ભાઈઓમાં પાનાચંદ અને માણિકચંદ વધારે ચતુર, ઉદ્યમશીલ તથા સમજદાર હતા. ચાર-પાંચ વર્ષ આ રીતે મહેનત કરીને તેમણે સારું અર્થોપાર્જન કર્યું. ચારે ભાઈઓમાં માણિકચંદ સૌથી વિશેષ ધર્મપ્રેમી હતા. આઠ વર્ષની અવસ્થાથી જ તેમને મંદિરમાં પૂજા પ્રક્ષાલન કરવાની આદત પડી હતી. આ આદત મુંબઈમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8