Book Title: Danvir Manikchand Sheth
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 7
________________ દાનવીર જૈનકુલભૂષાર શેઠ શ્રી માણિકચંદ (જે. પી.) બાકલીવાલ વગેરે વિદ્વાનો પાસે ઉચ્ચકોટિના ગ્રંથો તૈયાર કરાવ્યા. તેમને તે કાર્ય કરવામાં સર્વ પ્રકારે સહાય કરી તથા અનેક ગ્રંથો ખરીદીને ભારતનાં અનેક મંદિરો અને પુસ્તકાલયોમાં ભેટરૂપે મોકલ્યા. ચોપાટી, મુંબઈ ખાતેના પોતાના અંગત રીત્યાલયમાં પણ તેઓએ મોટું ધાર્મિક પુસ્તકાલય વસાવ્યું હતું. આ ઉપરાંત તે સમયના જૈન વિદ્યાના અગ્રગણ્ય વિદ્વાનોને પણ વિવિધ પ્રકારે પુરસ્કૃત કરી તેમને નિરંનર પ્રેરણા આપતા રહેતા હતા. પોતાની વિધવા દીકરી મગનબાઈ માટે તેમણે એ લાલન તથા પં. માધવજીને ધાર્મિક શિક્ષણ આપવા રોકથા હના. લૌકિક શિક્ષણ : ધાર્મિક શિક્ષણની સાથે જો લૌકિક શિક્ષણ લેવામાં ન આવે તો ગૃહસ્થને આજીવિકા ઉત્પન્ન કરવામાં મુશ્કેલી પડે. આ મુદ્દાને ખ્યાલમાં રાખીને તેઓએ સમસ્ત ભારતમાં ઠેરઠેર છાત્રાલયો ખોલ્યાં, જેમાં મુંબઈ, અમદાવાદ, રતલામ, જબલપુર, લલિતપુર, અકોલા, નાગપુર, મેરઠ, આગ્રા, લાહોર, કોલાપુર, હુબલી, સાંગલી, બેલગામ, બેંગ્લોર, વગેરે નગરોનાં છાત્રાલયો વધારે પ્રસિદ્ધ થયાં. આ છાત્રાલયોમાંથી અનેક જૈન વિદ્યાર્થીઓએ સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી. સમાજસુધારક તરીકે : તે કાળે પ્રચલિત બાળવિવાહ, કન્યાવિક્રય, નિગોળની સંકીર્ણતા જેવી અનેક સામાજિક કુરીતિઓને દૂર કરવા માટે તથા સ્ત્રીશિક્ષણ, જીવદયાપ્રચાર, માંસારિત્યાગ વગેરે માટે પણ તેઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ બધાં સામાજિક કાયોમાં બ્રહ્મચારી શીતલપ્રસાદજી, તેમની પુત્રી મહિલારત્ન મગનબાઈ, તે વખતના અગ્રગણ્ય વિદ્વાનો અને વિવિધ સ્થાનિક સામાજિક સંસ્થાઓએ તેમને પૂરો સહકાર આપ્યો હતો. આમ પોતાની વિચક્ષણના દ્વારા સમાજની વિખરાયેલી શક્તિને એકત્રિત કરીને તેઓએ રચના કુશળતા અને ઉદાર નીતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વ્યકિતગત આચારસંપન્નતા અને વિદ્યાપ્રેમ : શેઠ માણિકચંદમાં સાદગી, નમૂના, કરકરાર અને વિશિષ્ટ પરખશક્તિ જેવા અનેક ગુણો તો હતા જ, ઉપરાંત તેઓ ન્યાયપાજિત ધન, સત્ય, વ્યવહાર, કુશીલત્યાગ અને પરિગ્રહ પરિમાણ ઇત્યાદિ શ્રાવક ધર્મનાં વિવિધ અંગોના પાલન વિષે ખૂબ દેઢ હતા. સાંપ્રદાયિક સંકીર્ણતાઓ તેમને સ્પશી શકતી નહોતી; તેમાગે ખોલેલાં છાત્રાલયોમાં કોઈ પણ જૈન વિદ્યાર્થી સહેલાઈથી પ્રવેશ મેળવી શકતો. દિનાંક ૬-ર-૧૯૦૮ ના રોજ મુંબઈના માધવબાગમાં શ્વેતાંબર જૈન વિસા શ્રીમાળી ભાઈઓની જે સભા ભરાઈ હતી તેના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા. એક સ્થાનકવાસી જૈન વિદાર્થીને વિદેશ જવા માટે પણ તેમણે સહાય કરી હતી. વિ. સં. ૧૯૫૭ પછી તેઓએ પરિગ્રહ-પરિમાણ વ્રત દઢપણે ગ્રહણ કરી પોતાની મિલકતની યોગ્ય વહેંચણી કરી પરમ સંતોષ ધારણ કર્યો હતો અને વધેલી બધી સંપત્તિ સમાજને ચરણે ધરી દીધી હતી. આમ તેમણે સમાજસેવાનું વ્રત ધારણ કર્યું હતું. દુષ્કાળ, ધરતીકંપ કે પૂર વગેરે કુદરતી પ્રકોપના કાળમાં નાતજાતના કોઈ પણ ભેદ વિના તેઓ દાનપ્રવાહ વહેવડાવી પોતાની સહજ અનુકંપા દર્શાવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8