Page #1
--------------------------------------------------------------------------
________________
૧. દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિકચંદ (જે. પી.)
ભૂમિકા : આ જગતમાં જે મનુષ્યો પરોપકારરત રહીને સત્કાર્યોમાં પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે છે અને સર્વત્ર સુયશની સુગંધ ફેલાવે છે તેઓ સાચે જ મહાન છે.
આ શતાબ્દીમાં કેટલાક એવા જૈન શ્રેષ્ઠીઓ થઈ ગયા છે જેમણે પોતાની ધનસભ્યદાનો સમાજોન્નતિનાં કાર્યોમાં સુંદર રીતે ઉપયોગ કર્યો અને આ રીતે જેઓ શ્રેષ્ઠ અને અનુકરણીય જીવન જીવી ગયા. મુંબઈનિવાસી શ્રી માણિકબંદ હીરાચંદ જૌહરીની પણ આવા જ શ્રેષ્ઠીઓમાં ગણના થઈ શકે. તેઓ પોતાની પુણ્યસંપદા દ્વારા જૈન સમાજને અનેક રીતે લાભાન્વિત કરતા ગયા છે. સામાન્ય રીતે, ધનવાનોમાં વિલાસિતા અને પોતાના ધનવૈભવના અભિમાનનું પ્રાધાન્ય હોય છે. પરંતુ શેઠશ્રી માણિકચંદના જીવનમાં આનાથી તદ્દન વિપરીત એવાં નિરભિમાનતા, ઉદારતા, નિર્વ્યસનીપણું, કર્મયોગીપણું અને ધર્મપ્રેમ દષ્ટિગોચર થાય છે.
કુળપરંપરા, જન્મ તથા બાળપણ : શેઠ માણિકચંદના પિતામહ ગુમાનજી ભીંડર(જિ. ઉદેપુર, રાજસ્થાન)માં નિવાસ કરતા હતા. તેમને અફીણનો વેપાર હતો. વ્યાપારના વિકાસાર્થે વિ. સં. ૧૮૪૦(ઈ. સ. ૧૭૮૩)માં તેઓ સુરતમાં આવીને વસ્યા હતા.
Page #2
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
સુરતમાં તેમણે સારો ધંધાકીય વિકાસ સાધ્યો અને આર્થિક રીતે સુદઢતા પ્રાપ્ત કરી. તેઓ વીસા હુમડ જ્ઞાતિના અને મંત્રીશ્વર ગોત્રધારી હતા. માણિકચંદના પિતાશ્રી હીરાચંદનો જન્મ સુરતમાં થયો હતો અને ત્યાં જ બાળપણ વીતાવી તેઓ ધંધામાં જોડાયા હતા. હીરાચંદનાં લગ્ન ૨૦ વર્ષની ઉંમરે સુરત નિવાસી વીસા મડ જ્ઞાતિની વીજળીબાઈ સાથે થયાં હતાં. પતિ-પત્ની બન્ને ઉત્તમ સંસકાર-સંપન્ન હતાં.
વિ. સ. ૧૯૦૮ ને આસો વદી ૧૩(ધનતેરસ)ના પવિત્ર દિવસે સવારે હીરાચંદજીની ધર્મપત્ની વીજળીબાઈની કુખે માણિકચંદનો જન્મ થયો. બાળકની જન્મપત્રિકા પરથી જ સ્પષ્ટપણે જણાઈ ગયું હતું કે તે એશ્વર્યવાન અને યશસ્વી બનશે. બાળકનું શરીર પણ સુંદર અને ચિત્તાકર્ષક હતું. હીરાચંદ બાળકને પોતાની સાથે મંદિરમાં લઈ જતા અને ધર્મશિક્ષા આપના બાળક માણિકચંદ શરૂઆતથી જ વિચારવાન અને શાંતિપ્રિય હતા. તેમને મોતીચંદ તથા પાનાચંદ નામના બે મોટાભાઈઓ, નવલરાંદ નામે એક નાનાભાઈ તથા હેમકુમારી અને મંછાકુમારી નામની બે બહેનો હતી. માણિકચંદની ઉમર જ્યારે માત્ર ૮ વર્ષની હતી ત્યારે જ તેમની માતા વીજળીબાઈનું સમાધિમરણ થયું હતું. પત્નીના સ્વર્ગવાસથી હીરાચંદજીને અર્થોપાર્જનની સાથે સાથે ઘરનું કામકાજ પણ સંભાળવું પડતું. આની અસર વેપાર પર પાણ થઈ. વેપાર મંદ થવાથી હરાચંદજીએ પોતાની પુત્રી હેમકુમારીની સાથે પુત્રો મોતીચંદ તથા પાનાચંદને મુંબઈના એક ઝવેરીને ત્યાં ધંધો શીખવા માટે મોકલી આપ્યા.
મુંબઈગમન તથા મોતી-ઝવેરાતના વેપારમાં : માણિકચંદે સુરતમાં ગુજરાતી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું. ત્યાર પછી તેમની ઉંમર ૧૨ વર્ષની થઈ ત્યારે, વિ. સં. ૧૯૨૦ની શરૂઆતમાં, તેઓ પિતા હીરાચંદની સાથે સુરત છોડી મુંબઈ આવીને વસ્યા. હીરાચંદ જાતે જ રસોઈ બનાવી ચારેય પુત્રોને જમાડતા. માણિકચંદ એક વર્ષ સુધી એક શરાફને ત્યાં રહીને હિસાબની પદ્ધતિ શીખ્યા. તેઓ ખૂબ જ પરિઅમી અને જિજ્ઞાસુ હતા, તેથી મોતી પરખવાની વિદ્યા શીખવામાં લાગી ગયા. આ કાર્યમાં બહેન હેમકુમારીએ પણ તેમને ખૂબ મદદ કરી. એકાગ્રતા અને અથાક પ્રયનથી થોડાક જ વખતમાં તેઓ મોતી પારખવામાં નિષ્ણાત થઈ ગયા. તેમનું આ કામ બારમાં પંકાવા લાગ્યું. પછી તો ચારેય ભાઈઓ આ કામમાં નિપુણ થઈ ગયા. તેમનો યશ પણ ચારે બાજુ ફેલાવા લાગ્યો. તેમને સારા પ્રમાણમાં કામ પણ મળવા લાગ્યું. આ ચારેય ભાઈઓ ખૂબ જ પ્રેમથી, એકતાપૂર્વક આ કામ કરતા હતા. ત્યારે ભાઈ “રામ'ના હુલામણા નામથી ઓળખાવા લાગ્યા. બજારમાં ચારે ભાઈ એક દિલવાળા, ઇમાનદાર, સત્યવાદી અને વિશ્વાસપાત્ર ગણાવા લાગ્યા. ચારે ભાઈઓમાં પાનાચંદ અને માણિકચંદ વધારે ચતુર, ઉદ્યમશીલ તથા સમજદાર હતા. ચાર-પાંચ વર્ષ આ રીતે મહેનત કરીને તેમણે સારું અર્થોપાર્જન કર્યું.
ચારે ભાઈઓમાં માણિકચંદ સૌથી વિશેષ ધર્મપ્રેમી હતા. આઠ વર્ષની અવસ્થાથી જ તેમને મંદિરમાં પૂજા પ્રક્ષાલન કરવાની આદત પડી હતી. આ આદત મુંબઈમાં પણ
Page #3
--------------------------------------------------------------------------
________________
દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિચંદ (જે. પી.)
ચાલુ રહી હતી. દરરોજ સવારે ગુજરાતી જૈન મંદિરમાં જઈ, સ્નાન કરી, પૂજાપ્રક્ષાલન અને જપ વગે૨ે કરતા. ૧૫ વર્ષની ઉંમરથી તેમણે નિયમિત સ્વાધ્યાય વગેરે કરવાનો પણ પ્રારંભ કરી દીધો.
માણિકચંદે વિ. સં. ૧૯૨૪ સુધી તો મોતી, રત્ન વગે૨ે પારખવાની કામગીરીમાં સારી સંત્તિ એકત્ર કરી લીધી. આથી તેમણે સંવત ૧૯૨૫માં સ્વતંત્ર રીતે ઝવેરી તરીકેનો વેપાર શરૂ કરી દીધો. વીસા હૂમડ દિગમ્બરોમાં સૌપ્રથમ વેરાતનો ધંધો શરૂ કરવાનું શ્રેય તેમને જ ફાળે જાય છે. ચારેય ભાઈઓ પોતાની આવકની અમુક ટકા રકમ ધર્માદા ખાતે વાપરતા અને બાકીની રકમ પિતાજીને સોંપી દેતા. બધા ભાઈઓમાં માણિકચંદજી શેઠને દાનની સર્વોત્તમ રુચિ હતી.
૧૧
વિ. સં. ૧૯૨૭માં આ ભાઈઓએ મુંબઈમાં પેઢી શરૂ કરવાનું વિચાર્યું. માણિકચંદ તથા પાનાચંદને વિશેષ પુણ્યાધિકારી અને તેજસ્વી જાણીને તે બન્નેનાં નામ પરથી ‘માણિકચંદ પાનાચંદ ઝવેરી' નામની પેઢીનો પ્રારંભ કર્યો. થોડાક જ વખતમાં આ પેઢીએ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી.
ઝવેરી કુટુંબનો બાહ્યાંતર વૈભવ : પૂર્વજન્મનાં વિશિષ્ટ પુણ્યોના ઉદયથી, સતત ઉદ્યમશીલતાથી અને પ્રમાણિકતા તેમજ નીતિમત્તાનાં સર્વોચ્ચ ધોરણોને અપનાવવાથી થોડાં જ વર્ષોમાં શેઠજીની પેઢીની મુંબઈમાં, સમસ્ત ભારતમાં અને ધીમે ધીમે વિદેશોમાં પણ શાખ વધવા લાગી. શેઠ પાનાચંદ માલ ખરીદવામાં અને માણિકચંદ માલ વેચવામાં વિશેષ પ્રવીણ હતા. માણિકબંદ અત્યંત સત્યનિષ્ઠ હતા. તેઓ હંમેશાં કહેતા : ‘સત્ય બોલો, સત્ય વ્યવહાર કરો, સત્યથી જ આપણે રૂપિયા કમાઈએ છીએ.’' પેઢીની શરૂઆત થઈ ત્યારે શેઠ પાનાચંદ ૨૨ વર્ષના, માણિકચંદ ૧૯ વર્ષના, મોતીચંદ ૨૪ વર્ષના અને નવલચંદ ૧૬ વર્ષના હતા. બધા હળીમળીને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરતા, વિ. સં. ૧૯૩૨માં આ પેઢીને વેપારમાં વિપુલ ધનલાભ થયો, આથી પરદેશમાં પણ આ પેઢીની શાખાઓ ખોલવામાં આવી. ઇંગ્લૅન્ડ અને યુરોપના અન્ય દેશો સાથેના વેપારમાં તાર દ્વારા માલનું વેચાણ થવા લાગ્યું. દર અઠવાડિયે પચાસ-પચાસ હજારનાં એક-બે પાર્સલો પરદેશ જતાં, જેના પર બમણો નફો થતો. પરદેશમાં તે વખતે હીરામોતી વગે૨ે પહેરવાનો નવો શોખ જાગ્યો હતો. તેથી સળંગ બે-ત્રણ વર્ષ પરદેશ સાથે આ પ્રમાણે વેપાર ચાલ્યો. પેઢીની ખૂબ પ્રતિષ્ઠા ફેલાઈ અને તેના માલની સુંદરતા અને સફાઈ સર્વત્ર અદ્રિતીય ગણાવા લાગી.
આમ જ્યારે આ ઝવેરી કુટુંબમાં એક બાજુ બાહ્ય વૈભવની વૃદ્ધિ થઈ રહી હતી ત્યારે સાથે સાથે વિનય, દાન અને સાદગીરૂપી ઉમદા અંતરંગ વૈભવમાં પણ વધારો થતો જતો હતો. માણિકચંદનો સ્વભાવ બીજા ભાઈઓ કરતાં વધારે મિલનસાર હતો, મુંબઈમાં આજીવિકા અર્થે આવતા જૈન ભાઈઓને તેઓ મદદરૂપ થતા. ઉત્તર તથા દક્ષિણ ભારતના સમસ્ત જૈન સમાજની સર્વાંગીણ ઉન્નતિ થાય તેવાં કાર્યોમાં તેઓ ઉદાર દિલથી સહકાર આપતા. આમ થોડા જ વખતમાં મહાન દાનવીર તરીકેની તેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
વિ. સં. ૧૯૩૫માં પિતા શ્રી હીરાચંદને લકવાની બીમારી થઈ અને વિ. સં. ૧૯૩૭માં તેમનો સ્વર્ગવાસ થયો. સ્વાભાવિક રીતે જ શેઠ માણિકચંદને પિતાના સ્વર્ગવાસથી ભારે દુઃખ થયું. તેમની સ્મૃતિને કાયમી કરવા માટે તેઓએ દાન-ધર્મની વિશેષ પ્રવૃત્તિ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો.
દાનપ્રવાહની સાથે સાથે : દાનશીલતા એ ગૃહસ્થધર્મનો મુખ્ય પાયો છે. દાન આપનાર પુરુષની વિશ્વમાં ભક્ત અને શૂર પછી તરત જ ગણના થાય છે. ધીમે ધીમે શેઠ શ્રી માણિકચંદનું એક મહાન દાનેશ્વરી તરીકેનું વ્યક્તિત્વ પ્રકટ થવા લાગ્યું. આજથી આશરે ૧૧૦ વર્ષ ઉપર તેમણે કરેલી મુખ્ય સખાવતો નીચે પ્રમાણે છે :
(૧) તે વખતે અઢી લાખની કિંમતની જ્યુબિલી બાગ' નામની આલીશાન ઇમારતનું તેમણે સમાજને દાન કર્યું. આ ઇમારતની માસિક ભાડાની આવક ૧૧૦૦ રૂપિયા હતી,
(૨) પોતાના પિતાની સ્મૃતિમાં ‘શેઠ હીરાચંદ ગુમાનચંદ ધર્મશાળા' (હીરાબાગ)ના નિર્માણ માટે તેમણે રૂપિયા સવા લાખનું દાન કર્યું. આ ધર્મશાળાનું ઉદ્ઘાટન દિનાંક ૯–૧૨–૧૯૦૫ના રોજ સરકારી અમલદારો અને જૈન-જૈનપ્રેમી જનતાની વિશાળ હાજરી વચ્ચે થયું હતું. (૩) સુરતમાં ચંદાવાડી ધર્મશાળા માટે રૂપિયા વીસ હજારનું દાન.
(૪) પાલિતાણાના મંદિર તથા ધર્મશાળા માટે રૂપિયા ઓગણીસ હજારનું દાન. (૫) દિગમ્બર જૈન ડિરેક્ટરી માટે રૂપિયા દોઢ હજારનું દાન.
(૬) અલ્હાબાદની બોર્ડિંગ માટે રૂપિયા પચીસ હજારનું દાન.
(૭) અમદાવાદની બોર્ડિંગ અને ઔષધાલય માટે રૂપિયા પંદર હજારનું દાન. (૮ ) સમેતશિખરજીના નીર્થોદ્ધાર માટે રૂપિયા દસ હજારનું દાન, (૯) છપ્પનિયા દુકાળ વખતે પીડાગ્રસ્તો માટે રૂપિયા પાંચ હજારનું દાન, (૧૦) કોલ્હાપુરમાં હીરાચંદ ગુમાનજી વિદ્યામંદિર માટે રૂપિયા બાવીસ હજારનું દાન. આ વિદ્યામંદિરનું ઉદ્ઘાટન ઈ. સ. ૧૯૦૫માં કોલ્હાપુરના મહૉરાજાએ કર્યું હતું.
(૧૧) જબલપુર બોર્ડિંગ માટે રૂપિયા ચોવીસ હજારનું દાન,
(૧૨) સુરતમાં કન્યાશાળા માટે રૂપિયા પાંચ હજારનું દાન.
(૧૩) આગ્રામાં બોર્ડિંગ માટે રૂપિયા ચાર હજારનું દાન.
(૧૪) કોલ્હાપુરમાં ચતુરભાઈ સભાગૃહ માટે રૂપિયા ચાર હજારનું દાન. (૧૫) હુબલીમાં બોર્ડિંગ માટે રૂપિયા એક હજારનું દાન.
(૧૬) રતલામમાં બોર્ડિંગ માટે રૂપિયા પચીસ હજારનું દાન. (૧૭) મૂડબદ્રીના મંદિર માટે રૂપિયા એક હજારનું દાન ઇત્યાદિ.
Page #5
--------------------------------------------------------------------------
________________
દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી મણિશ્ચંદ (જે. પી.)
કૌટુંબિક જીવન : બાવીસ વર્ષની ઉંમરે ચતુર્મતિ સાથે તેમનું લગ્ન થયું હતું. વેપાર અને સમાજસેવા અંગેના વિવિધ કાર્યોના અધિક રોકાણને લીધે પોતાના કુટુંબ સાથે નિશ્ચિતતાથી સમય ગાળવાનો પ્રસંગ ઓછો બનતો. દાંપત્યજીવનના ફળરૂપે તેમને મગનબાઈ તથા ફલકુમારી નામની બે પુત્રીઓ અને બીજા લગ્ન દ્વારા એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. વિ. સં. ૧૯૩૭માં પિતાનું મૃત્યુ થયું. થોડા જ વખતમાં પુત્રીને વૈધવ્ય પ્રાપ્ત થયું. ત્યાર પછી થોડા વખતમાં જ) તેમનાં પ્રથમ પત્નીનો પણ સ્વર્ગવાસ થયો. પ્રથમ પત્નીથી પુત્રપ્રાપ્તિ ન થઈ હોવાથી સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે બીજું લગ્ન કર્યું હતું.
શેઠજીની ઉંમર ૪૦ વર્ષની હતી ત્યારે તેમણે મુંબઈમાં ચોપાટી ઉપર રૂપિયા દોઢ લાખના ખર્ચે “રત્નાકર પેલેસ” નામનું ભવ્ય નિવાસસ્થાન બનાવડાવ્યું હતું. આ નિવાસસ્થાનમાં તેમણે એક ઐત્યાલયનું પણ નિર્માણ કર્યું હતું. જ્યારથી તેઓએ હીરાબાગ ધર્મશાળા માટે દાન જાહેર કરેલું ત્યારથી બ્રિટિશ સરકાર પણ તેમનાથી પ્રભાવિત થયેલી. તેથી દિનાંક ૧૪-૩–૧૯૦૬ના રોજ એક ભવ્ય સમારંભ યોજીને તેમને જે. પી.ની માનદ્ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર પછી જૈન સમાજ તરફથી દિનાંક ૧૦-૨-૧૯૧૦ના રોજ તેમને “જૈન કુલભૂષણ”ની પદવી અર્પણ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૧૧ના ડિસેમ્બરથી લગભગ બે માસ સુધી તેઓએ બ્રહ્મદેશનો પ્રવાસ કર્યો હતો.
અંતિમ બે વષઃ શેઠજીના જીવનનાં અંતિમ વર્ષોમાં એક ખૂબ જ આઘાતજનક બનાવ બન્યો. મુંબઈની પ્રસિદ્ધ સ્પેશી બૅન્કે દેવાળું કાઢ્યું, જેના પરિણામે શેઠજીને સખત આર્થિક ફટકો પડયો. આની તેઓના વ્યક્તિત્વ પર જબરદસ્ત અસર થઈ અને અંતે તે પ્રાણઘાતક નીવડી.
દિનાંક ૧૬–૭-૧૯૧૪ના રોજ તેઓએ સવારે પૂજા વગેરે કરીને સાંજના ૬-૦૦ વાગ્યા સુધી હીરાબાગમાં તીર્થક્ષેત્ર કમિટીની ઑફિસમાં રોજિદ્કાર્ય કર્યું હતું. સાંજના ભોજન પછી તેઓ સમુદ્રકિનારે ફરવા ગયા હતા અને રાતના મોડે સુધી પુત્ર-પરિવાર સાથે ધાર્મિક શિક્ષણ અંગે વાર્તાલાપ કર્યો હતો. રાતના ૧૧-૦૦ વાગ્યા પછી તેઓની તબિયત એકાએક બગડી. તેઓએ પેટમાં અસા પીડા થતી હોવાની ફરિયાદ કરી એટલે સ્વજનોએ ડૉકટરને બોલાવવાની તજવીજ કરી. આવી પીડામાં પણ તેઓ અરિહંત-સિદ્ધનો જાપ કરતા રહ્યા અને લગભગ ૨-૦૦ વાગે તેઓનો આમાં આ દેહ છોડી ચિરપ્રયાણ કરી ગયો. તેમના અંતિમ દેહસંસ્કારમાં હજારો મનુષ્યોએ અને ખાસ કરીને સમસ્ત જૈન સમાજે હાજર રહી તેઓશ્રીને શ્રદ્ધાંજલી અર્પણ કરી. દેશમાં ભિન્ન ભિન્ન સ્થળોએ શોકસભાઓ યોજવામાં આવી.
સમાજતિનાં વિવિધલક્ષી કાર્યો:
મુંબઈ દિગંબર જન સભાની સ્થાપના : વિ. સં. ૧૯૪૯માં તેમને પંડિતવર્ય ગુરુ ગોપાલદાસજી બરયાનો મુંબઈમાં સમાગમ થયો. બરૈયાજીની શાસ્ત્રશૈલી અને
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
વ્યાખ્યાનકળાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બંનેએ સાથે મળી, સમાજનો સહકાર મેળવી, વિ. સં. ૧૯૪૯ના માગસર સુદ ચૌદશના રોજ મુંબઈ જૈન સભાની સ્થાપના કરી. આ સભા અનેક પ્રકારનાં ધાર્મિક અને સામાજિક કાર્યો કરતી. જૈન પાઠશાળાઓ સ્થાપવી, ધાર્મિક જ્ઞાનની પરીક્ષાઓ લેવી, ઉપદેશકો તૈયાર કરી ધર્મપ્રચાર કરવો, વિવિધ મંદિરોના શાસ્ત્રભંડારોમાં પુસ્તક-સંગ્રહ કરવો, તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવી, આયુર્વેદિક ઔષધાલયો ખોલવાં તથા પ્રાચીન તીર્થોના ઉદ્ધાર માટે યોગ્ય કાર્યવાહી કરવી વગેરે આ સંસ્થાનાં મુખ્ય કાર્યો હતાં. આ સભાના વિ. સં. ૧૯૫૬માં ભરાયેલા અધિવેશનમાં ભિન્ન ભિન્ન પ્રાંતોમાં શાખાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં શેઠજીના ભત્રીજા પ્રેમચંદ મોતીચંદ ઝવેરીએ પણ ઘણો સહકાર આપ્યો હતો.
૧૪
“જૈન મિત્ર” સામાયિકનો પ્રારંભ : વિ. સં. ૧૯૫૬ ના માગસર વદ ૧૦ ન દિવસે શેઠ માણિકચંદે મુંબઈ જૈન સભાના મુખપત્ર તરીકે આ માસિક પત્રની શરૂઆત કરી. તેના પ્રથમ સંપાદક તરીકે પંડિતવર્ષ ગોપાલદાસજી બયા અને માલિક તરીકે શેઠ માણિકચંદ નિયુક્ત થયા.
ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટીની સ્થાપના : વિ. સં. ૧૯૫૯ના કારતક વદ (દિનાંક ૨૨-૧૦-૧૯૦૨)ના રોજ પં. ગોપાલદાસજી બરૈયા, બાબુ દેવકુમારજી, મુનશી ચાંપતરાયજી વગેરે મહાનુભાવોનાં સહયોગ અને પ્રેરણાથી, ચોરાસી મથુરા ખાતે ભરાયેલા ભારતીય દિગંબર જૈન મહાસભાના અધિવેશનમાં તીર્થક્ષેત્ર કમિટીની સ્થાપના કરવામાં આવી અને તેના મહામંત્રીપદે શેઠ શ્રી માણિકચંદને ચૂંટવામાં આવ્યા.
adp
સ્પાાદ વિદ્યાલય, બનારસ : વિ. સં. ૧૯૬૨ના જેઠ સુદ ૧૦(દિનાંક ૧૨–૬-૧૯૦૫)ના રોજ આ વિદ્યાલયની સ્થાપના થઈ.
વિ. સાં. ૧૯૫૭માં, વેપારધંધામાંથી નિવૃત્ત થયા પછી શેઠજીને ૧૯૬૧માં ઉજ્જૈનની પ્રતિષ્ઠા દરમિયાન બ્રહ્મચારી શીતલપ્રસાદજીનો સત્સમાગમ થયો. તેમણે શેઠજીને સંસ્કૃત વિદ્યાની ઉન્નતિ અર્થે પ્રેરણા આપી. આથી તે સમયના અખિલ ભારતીય સ્તરના જૈન અગ્રણીઓ સર્વશ્રી બાબા ભગીરથજી, ગણેશપ્રસાદજી વર્ણો, પન્નાલાલજી બાકલીવાલ તથા બ્રહ્મચારી શીતલપ્રસાદજીના સહિયારા ઉદ્યમથી ભારતના સર્વોચ્ચ વિદ્યાધામ એવા બનારસમાં શેઠશ્રીના વરદ્ હસ્તે આ સ્યાદ્વાદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. છેલ્લા પોણા સૈકામાં આ સંસ્થાએ જૈન જગતને હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો ઉચ્ચ કોટિના વિદ્વાનોની ભેટ આપી છે.
વિદ્યાનો સર્વતોમુખી પ્રચાર-પ્રસાર : ધાર્મિક વિદ્યાનો પ્રચાર-પ્રસાર : આ માટે તેઓએ બનારસ અને મુંબઈમાં વિદ્યાલયો સ્થાપ્યાં તથા તે સમયના પંડિત નાથુરામજી પ્રેમી, પંડિત પન્નાલાલજી
Page #7
--------------------------------------------------------------------------
________________
દાનવીર જૈનકુલભૂષાર શેઠ શ્રી માણિકચંદ (જે. પી.)
બાકલીવાલ વગેરે વિદ્વાનો પાસે ઉચ્ચકોટિના ગ્રંથો તૈયાર કરાવ્યા. તેમને તે કાર્ય કરવામાં સર્વ પ્રકારે સહાય કરી તથા અનેક ગ્રંથો ખરીદીને ભારતનાં અનેક મંદિરો અને પુસ્તકાલયોમાં ભેટરૂપે મોકલ્યા. ચોપાટી, મુંબઈ ખાતેના પોતાના અંગત રીત્યાલયમાં પણ તેઓએ મોટું ધાર્મિક પુસ્તકાલય વસાવ્યું હતું. આ ઉપરાંત તે સમયના જૈન વિદ્યાના અગ્રગણ્ય વિદ્વાનોને પણ વિવિધ પ્રકારે પુરસ્કૃત કરી તેમને નિરંનર પ્રેરણા આપતા રહેતા હતા. પોતાની વિધવા દીકરી મગનબાઈ માટે તેમણે એ લાલન તથા પં. માધવજીને ધાર્મિક શિક્ષણ આપવા રોકથા હના.
લૌકિક શિક્ષણ : ધાર્મિક શિક્ષણની સાથે જો લૌકિક શિક્ષણ લેવામાં ન આવે તો ગૃહસ્થને આજીવિકા ઉત્પન્ન કરવામાં મુશ્કેલી પડે. આ મુદ્દાને ખ્યાલમાં રાખીને તેઓએ સમસ્ત ભારતમાં ઠેરઠેર છાત્રાલયો ખોલ્યાં, જેમાં મુંબઈ, અમદાવાદ, રતલામ, જબલપુર, લલિતપુર, અકોલા, નાગપુર, મેરઠ, આગ્રા, લાહોર, કોલાપુર, હુબલી, સાંગલી, બેલગામ, બેંગ્લોર, વગેરે નગરોનાં છાત્રાલયો વધારે પ્રસિદ્ધ થયાં. આ છાત્રાલયોમાંથી અનેક જૈન વિદ્યાર્થીઓએ સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી.
સમાજસુધારક તરીકે : તે કાળે પ્રચલિત બાળવિવાહ, કન્યાવિક્રય, નિગોળની સંકીર્ણતા જેવી અનેક સામાજિક કુરીતિઓને દૂર કરવા માટે તથા સ્ત્રીશિક્ષણ, જીવદયાપ્રચાર, માંસારિત્યાગ વગેરે માટે પણ તેઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ બધાં સામાજિક કાયોમાં બ્રહ્મચારી શીતલપ્રસાદજી, તેમની પુત્રી મહિલારત્ન મગનબાઈ, તે વખતના અગ્રગણ્ય વિદ્વાનો અને વિવિધ સ્થાનિક સામાજિક સંસ્થાઓએ તેમને પૂરો સહકાર આપ્યો હતો. આમ પોતાની વિચક્ષણના દ્વારા સમાજની વિખરાયેલી શક્તિને એકત્રિત કરીને તેઓએ રચના કુશળતા અને ઉદાર નીતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વ્યકિતગત આચારસંપન્નતા અને વિદ્યાપ્રેમ : શેઠ માણિકચંદમાં સાદગી, નમૂના, કરકરાર અને વિશિષ્ટ પરખશક્તિ જેવા અનેક ગુણો તો હતા જ, ઉપરાંત તેઓ ન્યાયપાજિત ધન, સત્ય, વ્યવહાર, કુશીલત્યાગ અને પરિગ્રહ પરિમાણ ઇત્યાદિ શ્રાવક ધર્મનાં વિવિધ અંગોના પાલન વિષે ખૂબ દેઢ હતા. સાંપ્રદાયિક સંકીર્ણતાઓ તેમને સ્પશી શકતી નહોતી; તેમાગે ખોલેલાં છાત્રાલયોમાં કોઈ પણ જૈન વિદ્યાર્થી સહેલાઈથી પ્રવેશ મેળવી શકતો. દિનાંક ૬-ર-૧૯૦૮ ના રોજ મુંબઈના માધવબાગમાં શ્વેતાંબર જૈન વિસા શ્રીમાળી ભાઈઓની જે સભા ભરાઈ હતી તેના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા. એક સ્થાનકવાસી જૈન વિદાર્થીને વિદેશ જવા માટે પણ તેમણે સહાય કરી હતી. વિ. સં. ૧૯૫૭ પછી તેઓએ પરિગ્રહ-પરિમાણ વ્રત દઢપણે ગ્રહણ કરી પોતાની મિલકતની યોગ્ય વહેંચણી કરી પરમ સંતોષ ધારણ કર્યો હતો અને વધેલી બધી સંપત્તિ સમાજને ચરણે ધરી દીધી હતી. આમ તેમણે સમાજસેવાનું વ્રત ધારણ કર્યું હતું. દુષ્કાળ, ધરતીકંપ કે પૂર વગેરે કુદરતી પ્રકોપના કાળમાં નાતજાતના કોઈ પણ ભેદ વિના તેઓ દાનપ્રવાહ વહેવડાવી પોતાની સહજ અનુકંપા દર્શાવતા.
Page #8
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેમનો વિદ્યાપ્રેમ અદ્દભુત હતો. તેમણે સ્વયં વાંચનથી અને પુત્રી મગનબાઈને શિખવાડવા આવતા વિદ્વાનો પાસેથી શાસ્ત્રોનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રસંગોપાત્ત તેઓ સ્વાધ્યાય-પ્રવચન પણ આપતા. વિ. સં. ૧૯૫૫માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળયો અને તેઓ સુરત આવીને બે મહિના રહ્યા ત્યારે છાત્રાલયના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપતા. ઉપસંહાર : આ પ્રમાણે શેઠ માણિકચંદનું જીવન અને કર્તુત્વ આપણા માટે પ્રેરણાદાયક છે. તેમની સતત ઉદ્યમશીલતા, મનુષ્યને પારખવાની શક્તિ, સમાજને ઉન્નત બનાવવાની ભાવના, અખૂટ વિદ્યાપ્રેમ, સાગર સમાન ઉદાર હૃદય, દાનધર્મની અત્યંત પ્રીતિ અને પ્રતીતિ, સતત સ્વાર્થ ત્યાગ અને પરોપકારવૃત્તિ, પોતાના રોજબરોજના જીવનમાં સાદાઈ, સરળતા અને નમ્રતાનો પ્રયોગ, ઝવેરાત જેવા વ્યવસાયમાં પણ પોતાની સત્યપ્રિયતા અને નીતિમત્તાની ઉચ્ચમાં ઉચ્ચ પ્રણાલિકાઓને જાળવી રાખવાનો આગ્રહ અને સમસ્ત દેશવ્યાપી સુસંચાલિત સંસ્થાઓ પ્રત્યે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના વિપુલ દાનરાશિનો ધોધ વહેવડાવવાનું સાહસ ઇત્યાદિ સદ્ગુણોમાં તેમનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રકટ થાય છે. આપણે પણ તેમના સદગુણોને અનુસરવાનો પ્રયત્ન કરીએ.