________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેમનો વિદ્યાપ્રેમ અદ્દભુત હતો. તેમણે સ્વયં વાંચનથી અને પુત્રી મગનબાઈને શિખવાડવા આવતા વિદ્વાનો પાસેથી શાસ્ત્રોનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રસંગોપાત્ત તેઓ સ્વાધ્યાય-પ્રવચન પણ આપતા. વિ. સં. ૧૯૫૫માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળયો અને તેઓ સુરત આવીને બે મહિના રહ્યા ત્યારે છાત્રાલયના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપતા. ઉપસંહાર : આ પ્રમાણે શેઠ માણિકચંદનું જીવન અને કર્તુત્વ આપણા માટે પ્રેરણાદાયક છે. તેમની સતત ઉદ્યમશીલતા, મનુષ્યને પારખવાની શક્તિ, સમાજને ઉન્નત બનાવવાની ભાવના, અખૂટ વિદ્યાપ્રેમ, સાગર સમાન ઉદાર હૃદય, દાનધર્મની અત્યંત પ્રીતિ અને પ્રતીતિ, સતત સ્વાર્થ ત્યાગ અને પરોપકારવૃત્તિ, પોતાના રોજબરોજના જીવનમાં સાદાઈ, સરળતા અને નમ્રતાનો પ્રયોગ, ઝવેરાત જેવા વ્યવસાયમાં પણ પોતાની સત્યપ્રિયતા અને નીતિમત્તાની ઉચ્ચમાં ઉચ્ચ પ્રણાલિકાઓને જાળવી રાખવાનો આગ્રહ અને સમસ્ત દેશવ્યાપી સુસંચાલિત સંસ્થાઓ પ્રત્યે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના વિપુલ દાનરાશિનો ધોધ વહેવડાવવાનું સાહસ ઇત્યાદિ સદ્ગુણોમાં તેમનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રકટ થાય છે. આપણે પણ તેમના સદગુણોને અનુસરવાનો પ્રયત્ન કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org