Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir પ્રકાશકનું નિવેદન અધ્યાત્મયોગી ચરિત્રનાયકના વરદ હસ્તે સ્થપાયેલ “ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ” આ ચરિત્રગ્રંથ પ્રગટ કરતાં, પોતાના ઉપર વર્ષોથી રહેલા ગજણને અદા કરવાને આત્મસંતોષ મેળવે છે ! એ વિક્રમ સંવત ૧૯૬૫ ની જ્ઞાનપંચમી હજીય યાદ છે, જે દિવસે જ્ઞાની, ધ્ધાની, ચાગી ને સંસ્કૃતિપ્રેમી સૂરિરાજે એક ભારે ઉદેશથી આ સંસ્થાની સ્થાપના કરી હતી. એમની તીવ્ર આકાંક્ષા હતી કે જૈન અને જૈનેતરમાં પોતાની જ્ઞાન અને યોગથી ભરેલી વિચારધારાનો પ્રવાહ પહોંચે ! જીવન વિષેના, સેવા ને સંર તિ વિષેના, ઈતિહાસ ને અધ્યાત્મ વિષેના પોતાના આદર્શોને ઘેર ઘેર પિતાના ગ્રંથ-શિષ્યોના વાચન દ્વારા પ્રચાર થાય !! આ જ્ઞાનગંગા માણસા મુકામે શરૂ થઈ, ને આગળ ધપી. એનું પ્રારંભિક સંચાલન શ્રદ્ધેય શેઠશ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલે સંભાળ્યું. ને તે પછી તેને પાદરા મુકામે લઈ જતાં અનન્ય ગુરુભક્ત શ્રી. મોહનલાલ હેમચંદ વકીલે એ સંભાળ્યું. કુદરતને સંકેત જ હશે. એક વાર અબધૂતસ્વભાવી ચરિત્રનાયકે એક મેટા શિષ્યસમૂહ ધરાવનાર મુનિરાજ સાથે શિષ્ય વિષે વાત કરતાં કરતાં નિશ્ચય કર્યો કે ક્ષરજીવનના શિષ્યો તે જે થાય તે ભલે, પણ અક્ષરજીવનવાળા ૧૦૮ ગ્રંથશિષ્ય જરૂર સજવા, જેને જન્મ, જરા ને મરણ ન નડે ! જે અમર હાય! આ મંડળ એ પ્રતિજ્ઞાવાહનનું સાધન બન્યું. એકસો આઠથી પણ વધુ અમર ગ્રંથ-શિષ્યો સર્જવાને નિમિત્તભૂત બન્યું. અને એ વાતનું એને આજે પણ ગૌરવ છે. આ સંસ્થાના પ્રેરક અને પ્રાણુ ચરિત્રનાયક આચાર્યવર્ય શ્રી. બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિ. સં. ૧૯૮૧ જેઠ વદી ૭ ના રોજ કાળધર્મ પામ્યા. એમના બહોળા ભક્તમંડળે એક તારક ગુમાવ્યા. સાથે સાથે મંડળે પણ આધારસ્થંભ. [ { ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 643