Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ કાવ્યકુંજ ઉપય આંખ ઉઘાડી જોઉં, જીગર મંદિરે હવે ! આ જીંદગી અમૂલ્ય, શું અસર થઈ ગઈ! બજ ઉઠાવી પાપના, બહુ સંકટ સણાં, ભવમાં હમારી આફત અપાર થઈ ગઈ. ગયું છે સ્વપ્ન ઉડી-દૂર દીનતા ઉભી. હવે હૃદયની દોર એકતાર થઈ ગઈ, જે મેળવે ગુરૂકૃપા–અમૂલ્ય જીવનમણિ! એ ધન્યભાગ્યની મતિ હુશિયાર થઈ ગઈ ન ઈચ્છું અવર-આપ ચરણ યાચના કર, હદય બિરાજે દેવ ! આ હવાર થઈ ગઈ. भुलेला मुसाफरने मार्ग--सूचन. (ગઝલ-કવ્વાલી.). ભુલેલા એ મુસાફર ! આંખ ખોલી જે થવાનું શું ? નઝર કંઈ કાર્યની કરજે ! હતું અહીં શોધવાનું શું ? કદી હું ગર કીધે છે? અજલ આબે થવાનું શું? જન્મતાં સાથે શું લાગે ! હવે લઈને જવાનું શું ? ધરીને ગર્ભમાં બેડી-હઝારે આફત વેઠી ! સફળતા શી કરી તેની ? હતું અહીં સાધવાનું શું? ઉદર નવ માસ કીધો વાસ, દીધો ભાર માતાને ! હતો શો છેલ ત્યાં હારો ! હતું અહીં સારવાનું શું? ગુલ્યો તો પારણુમાંને, રાતે માતને ખોળે ! હવે શું ખાખમાં ખેળે ! હતું ત્યાં પામવાનું શું ? ભો બહુ પાડે દુનીયાના, ઠગાઈની કિતાબના; ખરા કંઈ ઈલ્મનું એકે, ન પાનું વાંચવાનું શું? હસ્તે પાપી હસિનાને, ફર્યો તું શેખને દે, દિવાની ગઇ જવાની, હેય બાકી હારવાનું શું ? બધી બાઝાર ગઈ ઉઠી, હવે સોદો થવાનો છે? નથી લેનાર કે દેનાર, ત્યારે વરવાનું શું ? વીતાવી જીંદગી સારી, હવસની ગુલામીમાં; ઘડી આનંદની નાવી, ન જોયું ઠારવાનું શું ? ગુમાવી હાથને હીરે ! હવે પસ્તાય શું પાછ; કરે ઇન્સાફ કા ત્યાં! પુરાવા શોધવાનું શું ? હજી છે હાથમાં બાજી, વિચારી જો જરા કાંઈ; કયામતના દિવસ માટે, ભર્યું હે તારવાનું શું?

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68