Book Title: Buddhiprabha 1913 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ પર બુદ્ધિપ્રભા. થતી જોવામાં આવે છે. વસ્તુતઃ વસ્તુ બે પ્રકારે છે. બાહ્ય અને અલ્પતર. બાહ્ય પરીક્ષા કરવા માટે કંઈ પણ સમય લાગતું નથી. તરત આકૃતિ દશૉવી આપે છે. પરીક્ષા લઈ આપે છે પરંતુ અંતર દર્શન-આય પરીક્ષા કર્યા વગરના અહિંથી તહિં ચોમેર ભટકતા મનુષ્ય આપણને જેવામાં આવે છે. આત્મ પરીક્ષાને માટે ઘણું શાસ્ત્રોનું રહસ્ય જાણવું જોઇએ. અનેક ગ્રં. ઘેનું પરિશીલન કરવું જોઈએ એટલું જ નહિં પણ કદાચ પ્રાણાહુતિ આપવી પડે તે પણ શંકાશીલ થવાનું પ્રયોજન નથી કારણ કે આ માર્ગનું અવલંબન લીધા સિવાય કઈ રીતે આત્મ સિદ્ધિ થઈ શકવાની નથી. કઈ રીતે આર્થિક, સામાજીક, ધાર્મિક, સાંસારીક, વ્યવહારિક, નૈતિક વગેરે વગેરે વિવિધ ઉન્નતિઓ થવી તદન અસંભવિત જ છે. જે જ ! આમ કટી અથત આત્મ શ્રદ્ધા પરફદી પડયા હોય છે તે જ સૃષ્ટિમાં પિતાની અખંડ નામના મેળવે છે. તેઓ પોતાનો સુયશ દિગંત મંડળમાં પ્રસરાવે છે અને તેઓ જ ભારત વર્ષમાં નહિ પરંતુ સમગ્ર દેશના હીરા તરીકે એકવાર અનન્ય ખ્યાતિમાં આવવા પામે છે. આ આત્મ અધામાટે આપણે મહાન્ ધર્મ ગુરુઓજૈનાચાર્યોનાં જીવન આપણે જા. સુવાની પૂર્ણ અગાય છે. મહાત્માઓન–મહાપુરૂષોના ચરિત્રોમાં જે ઉદાત્ત અને ઉત્તમોત્તમ ચારિત્ર સ્પષ્ટ જણાઈ આવતું તેનું મુખ્ય કારણ તેઓમાં આમ શ્રદ્ધાનું પૂર પૂરવેગમાં ગતિમામ્ વહેતું હતું. હેમચંદ્રસૂરિ, દિવાકર, હરિભદ્રસૂરિ, વિધાર્જ, હીરવિજય, યશ વિજય, વિનય વિજય, વગેરે વગેરે જે મહાપુરૂષોનાં જીવનનો સાર ખેંચશે તેમાં તે દરેકમાં આત્મશ્રદ્ધા અર્થાત્ આત્મ વિશ્વાસ સંપૂર્ણ રૂપે આપણું જોવામાં આવશે. એક અધઃસ્થાનથી મનુષ્ય જે ઉચ્ચ શિખર પર ચઢવા પામતો હેય, શક્તિમાન થતું હોય તો તે આત્મશ્રદ્ધાના ગુણ કરીને જ, બીજ ગુણે સામાન્ય છે. વ્યાપારીયો વ્યાપારમાં, ધર્મગુરૂઓ ધર્મમાં, શિક્ષકે શિક્ષશુમાં, શિલ્પકારો કળામાં, ચિત્રકાર ચિત્રમાં, નૈયાયિક તર્કવિતર્કમાં, વગેરે વગેરે વિષયમાં જે શ્રદ્ધા અડગ હશે તેજ તેઓ પિતાની અભીષ્ટ સાધ્ય સિદ્ધિમાં વિજય પામશે. આપણા વિદેશી બાંધવામાં આ આત્મશ્રદ્ધાનો ગુણ આવવા પામ્યો હોય તો તે અસય નથી કારણ કે તેઓ જે કાર્યનો આરંભ કરે તેની પાછળ પ્રાણ જાય તો પણ શું એમ અડગ નિશ્વયથી સતત પરિશ્રમ કરી મંડયા રહે છે. કાર્ય કરતાં કદાચ દૈવવશાત ભલેને અવિજય થાય તેથી શું ? બીજીવાર, ત્રીજીવાર, પણ જ્યાં સુધી અમૂક કળા થા વિદ્યાને સિદ્ધ ન કરી શકીયે ત્યાં સુધી મૂકીયેજ કેમ ? આવી કાર્ય પરત્વે તેઓની આગ્રહી બુદ્ધિ શા માટે દરેક કાર્યમાં વિજય ન કરાવે ? અર્થાત દરેક કાર્યમાં તેઓ વિજય મેળવે. આવા બાંધવોનું ખરેખર હું કહેવા ન ભૂલતે હોઉં તે મહારે ભાર દઈને કહેવું જોઇએ કે યુરોપીયન અમેરીકન, જરમન, ઇટાલીયન વગેરે બાંધના સોનું અનુકરણ ક ન કરવું જોઈએ? તેઓના ગુણેનો લાભ આપણે શા માટે ન લેવો જોઈએ. તેના જેવા સ્વતંત્ર બુદ્ધિ વિભાવવાળા અને શુરવીર આપણે શા માટે ન થવું જોઈએ ? અલબત થવું જ જોઈએ. આપણુમાં તેના જેવી કર્તવ્ય શીલતા બીલકુલ નથી અને તેથી આપણે દયા જનક શેક જનક અને અધમ સ્થિતિમાં આવી સપડાયા હોઈએ તો તે કોઈપણ રીતે અસત્ય નથી. જે પ્રજામાં સ્વામી શ્રદ્ધાને દિવ્ય -ગુહેય તેનો વિજય થાય છે. તેને જવવાદ ફરકે છે અને તેનું જ એક છત્ર રાજ્ય જોવામાં આવે છે, આત્મશ્રદ્ધા, આત્મપરીક્ષા કરવાની આપણે જૈનાએ કેટલી શક્તિ જમા કરેલી છે તેને ખ્યાલ ખરે ખર કરવો હેતે વર્તમાન સમયમાં માં

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36