________________
બુદ્ધિમાન વધારે.
Uજ્ઞાન પાંચમી પાસે આવે છે. જ્ઞાન મેળવવા શું ખર્ચશો? ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે ખરીદે –
હમણુંજ પ્રેસમાંથી બહાર પડેલાં શ્રીમદ બુદ્ધિસાગરજીના ત્રણ અમુલ્ય બળે. ભજનપદ સંગ્રહ ભાગ . | અનુભવ પચીસી.
દરેકની કી. ૦–૮–૦ આત્મપ્રદીપ.
ભજન સંગ્રહ ભાગ ૪, જેઓએ શ્રીમદ્ બુદ્ધિસાગરજન ભજનપદ સંગ્રહનો એકાદ ભાગ અથવા એકાદ ભજન પણ સાંભળ્યું કે વાંચ્યું હશે તેઓ આગળ તે આ ચોથા ભાગની મહત્વતા કહેવાની બીલકુલ જરૂર રહેતિ નથી. તેનું દરેક ભજન અધ્યામરસ અને ભક્તિથી પૂર્ણ છે. નીતિના વિચારે તો સ્થળે સ્થળે છવાયેલાજ ભાસે છે. માટે એકદમ તે મંગાવી વાંચી અને ભવ લ્યો. સં. ૧૩૨૭ને ગુર્જર ભાષામાં રચાએલો સાન ક્ષેત્રને રાસ છે તે પણ દાખલ કર્યો છે તેથી ગુર્જર ભાષાના શોલંકાને તે રાસ અત્યંત ઉપયોગી થશે. તેની ટીપણી કરી છે. ઉપરાંત પરમેશી ગીના, સમુદ્ર વહાણુ સંવાદ અને બ્રહ્મગીતા એ ત્રણે યાવિન્ય ઉપાધ્યાયન ગ્રંથે તેમાં છે તે પણ બહુ ઉપયોગી છે.
અનુભવ પચીસી- આ ચાર પાંચ વર્ષ ઉપર લખાયેલા હતે. છતાં, તેમાં પણ આત્મજ્ઞાનની અને અનુભવની ઝલક જુદે જુદે સ્થળે પ્રકટી નીકળે છે. જૈન ધર્મનું સ્વરૂપ દર્શાવવાને બહુ સારો પ્રયત્ન થયેલો છે. ન્ય વાંચવા જેવો છે.
આત્મપ્રદીપ–ખરેખર આત્માને ઓળખાવનાર પ્રદીપ (દીવા) - માન છે. મૂળ સંસ્કૃત ગ્રન્થ ટીકા સાથે છપાયેલો છે. તેના ઉપર દેશી. મશિલાલ નથુભાઈ. બી. એ. એ વિવેચન કરેલું છે. વિવેચન પણ પુસ્તક સાથેજ છે. કેળવાયેલાઓને તેમજ આત્મરસિક પુરોને વાંચીને બહુજ મનન કરવા લાયક બોધ આ ગ્રન્થમાં સમાયેલું છે. પ્રદીપને પ્રદીપની જરૂર નથી. પ્રદીપ તેિજ બીજાને પ્રકાશ આપી શકે છે.
લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.