Book Title: Buddhiprabha 1909 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ એવું આપણા કવિએ લખેલું છે. પણ કોના તે મંત્રી હતા એમ ખુલાસે કર્યો નથી. પાંચમાં સર્ગમાં મેવાડમાં “ રાજકુળ પાટનગર” કહેલું છે તે કીધું શહેર હશે તે જણાતું નથી. એ સર્ગમાં જે લક્ષ રાજા લખેલ છે તે મેવાડના (ઉદેપુરના ઇતિહાસમાં લાખા રાણાના નામથી ઓળખાય છે. જે ડ મંત્રી તેમાં કહ્યા છે તે તે લાખારાણાને પાટવી કુંવર ચાંડા નામે હત, તેણે પોતાનો હક રાજગાદી ઉપરથી કેમ છેડયો હ તે વાતનું તથા લારાણે “ગયા” નામના સત્રના રક્ષણ માટે મેવાડ છેડીને સીધાવ્યો હતા, ત્યારે ચડે કુંવર રાજવહીવટ ચલાવતા હતા તેનું બયાન ટોડ સાહેબે અંગ્રેજીમાં તેમના રાજસ્થાનના ઇતિહાસમાં લખ્યું છે તે ઉપરથી એમ દેખાય છે કે લાખેણે મેવાડમાંથી “ગયા” તરફ સીધાવ્યા અને જીવતા હતા ત્યાં સુધી રાજવહીવટ તેમના નામથી ચાલેલે હતા તેથી કવિએ “ચુંડને મંત્રી લખે છે તે ઠીક છે, લાખારાણે ચીતડની ગાદીએ સંવત ૧૪૩૯ (ઇ. સ. ૧૭૮૩ ) માં બેઠા હતા, અને તેમના પછીને ગાદીપતિ મોકલ રાણે સંવત ૧૪૫૪ (ઈ. સ. ૧૭૮૮ ) માં ગાદીએ બેઠા હતા. હવે આ પણે જાણીએ છીએ કે, સંવત ૧૪પ૦ માં ઉપાધ્યાયની પદવી મળ્યા પછી સેમસુંદર મુનિ તુરતજ મેવાડમાં રાજકુલ પાટકનગરે ગયા હતા અને તેમનું સામયુ કરવામાં ચુંડ મંત્રી સામેલ હતું તેથી ખાત્રી થાય છે કે મેવાડમાં લાખારાણાનું રાજ્ય હતું તે દરમીઆન એ બનાવ બન્યું હતું એટલે એકંદરે જોતાં આપણે કવીનું લખવું સાચું છે. (આ સંબંધ માટે જુવો ટોડસાહેબના રાજસ્થાનની આવૃત્તિ અંગ્રેજીમાં અને ૧૮૯૪ માં કલકત્તામાં છપાયેલી છે તેના પાને ૨૮ થી ૨૦ સુધી. ) વળી પાંચમા અર્થમાં અણહિલપુરનગર લખ્યું છે તે હાલના પાટણ શહેરના નામથી ઓળખાય છે, તે ચાવી વાત છે. એ વખતે તે ગુજરાતની રાજધાનીનું શહેર હતું. અને દિલ્હીના બાદશાહો મુસલમાની સુબા તેમાં રહેતા હતા. સામસુંદર મુનિને આચાર્ય (સૂરી) પદવી પાટણમાં મળી હતી. (સંવત ૧૪૫૭ ઈ. સ. ૧૮૦૧ ) હવે આ સમય હિંદુસ્થાનના ઈતિહાસમાં ઘણે વિકટ હતો. મુર લેનનો હુમલે હિંદુસ્થાન ઉપર સને ૧૩૯૯ ને સરૂઆતમાં થયું હતું. અને તે હિંદુસ્થાન છોડીને ચેડી વખતમાં પાછો ગયો તે પછી દીદીની બાદશાહીની રાજ્યવ્યવસ્થામાં ઘણી ઉથલપાથલ થઈ ગઈ હતી અને પ્રાંતના ઘણા ખરા સૂબાઓ જ્યાં ત્યાં સ્વતંત્રપણે ધણીધારી

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36