Book Title: Buddhiprabha 1909 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ ૧૯ સાચવવામાં શ્રી મહાવીર સ્વામીએ કચાશ રાખી નથી. પિતાને બે હાથ જોડી પગે લાગવું. પિતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી જોઇએ. કેટલાક પુત્રા સ્વાર્થ સિદ્ધ થયેા કે, પિતાની યાદી પણ કરતા નથી સ્ત્રીને વશ થએલ પુત્રા પિતાથી જુદાઇ રાખે છે. વૃદ્ધાવસ્થામાં પિતાને ખવરાવતા પણ નથી. અને પેાતાના પિતાને હલકા મનુષ્યની પેઠે ગણે છે પણ તેથી તે જગમાં યશ કાર્તિ પામતા નથી. કેટલાક કુપુત્રા પિતાને ગાળા દેછે અને ઉદ્ધતાઈનાં વચન મેલે છે, આવા કુપુત્રા જ અવિનયના ત્યાગ કરે તે સુપુત્રા ગણાય. કેટલાક પિતા કરતાં લક્ષ્મી અગર સત્તા વિશેષ પામે છે, તે પિતાને તૃણુવત્ ગણે છે. અને પેાતાના પિતાને પિતા એમ પણ કહેતાં કાઇક સ્થળે તે શરમાય છે. આવા પુત્રા પેાતાનું તથા પરનું કલ્યાણ કરી શકતા નથી. વણે માતિષતાના અત્યંત વિનય કર્યાં હતા તે જગમાં તેનું નામ અમર રહ્યું. હાલ પશુ તેવા નિયવંત પુત્રા તથા પુત્રી થશે તે જગમાં અમર રહેશે. હું પુત્રા તથા પુત્રીએ ! સદાકાળ સારા વિચાર હ્રદયમાં ધારણ કરીને પિતાના વિનય કરેા. વિનયના બદલામાં પિતા તરફથી તમા ઘણું મેળવી શકશે. પિ તાના આશીર્વાદથી જગમાં સુખી થશે!, જગમાં વ્યવહારઉન્નતિ અને ધર્મોન્નતિને કરી શકશે। હે પુત્ર પુત્રી.વિદ્યા અને સુવિનયથી તમારી ઉચ્ચ સ્થિતિ થશે. સર્વમંત્ર શિરામણુ વિનય છે. પિતાના વિનય કરશે! તે વિદ્યાગુરૂ તથા ધર્મગુરૂના વિનય પણ કરી શકશે. વિનયની શુભ પ્રવૃત્તિથી અનેક પ્રકારનાં વિઘ્નાને નાશ થશે. તમારા પિતા તરફથી તમને ધન મળે અગર ન મળે તે પણ તમારે પિતાના વિનય કરવા એ આવશ્યક કર્મ છે. પિતાની શુભ - નાએ કે જેથી આત્માન્નતિ થાય તેને સદાકાળ આદર કરવેા. પિતાજી જે જે હિત શિખામણા આપે તેના પરમાર્થ વિચારવા. અને પિતાની આજ્ઞા નમન કરીને અંગીકાર કરવી. પિતાના હૃદયની લાગણી દુઃખાય, માઠું લાગે, તેમ કરવું નહિ. પિતાના વિચારે જીના હાય અત્યંત્ અસલી રીવાજના હોય અને પુત્રના વિચારા નવા હોય તે પણ પરસ્પર લાગણી દુઃખાય નહીં તેમ વર્તવું. કદાપિ પિતા અને પુત્રના ધર્મના વિચારેા ભિન્ન ભિન્ન હોય તેા પણ ક્લેશ કરવા નહીં. માધ્યસ્થ દષ્ટિથી તત્ત્વ પરીક્ષા યેાગ્ય લાગે તેા કરવી. પણ્ પુત્રે પિતાના વિનય મૂકવા નહિ. પાતાના વિનયના વર્તનથી પુત્ર પુત્રીએ પિતાના હૃદયને પેાતાની તરફ આકર્ષી શકે છે. વિનયના પ્રતાપે પિતા પુત્રને પેાતાનુ સર્વસ્વ આપી શકે છે. સ્વાભાવિક નિયમ છે કે વિનય તરફ સંબંધવના પણ મન આકર્ષાય છે. ત્યારે પુત્રતા પિતાના સંબધી છે અને વિનયવંત હાય તા પિતાનું હૃદય પાતાના તરફ ખેંચી લે એમાં કંઇ આશ્ચર્ય નથી. પુત્ર પુત્રી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34