Book Title: Bruhat Sangrahani Yantroddhar Author(s): Jinshasan Aradhana Trust Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ નિવેદન. શ્રી બૃહસંઘણિ સટીકના ભાષાંતર સાથે છપાવતાં તેની અંદર જરૂરી સ્થળે કેટલાએક યંત્રે આપેલા છે, છતાં ગુણીજી લાભશ્રીજીની ધારણા જેમ બને તેમ વધારે યંત્રે ખાસ જુદા છપાવવાની થવાથી તેમની પાસેની લખેલી પ્રતને આધારે તેમણે કેટલાક યંત્ર શાસ્ત્રી જેઠાલાલ પાસે તૈયાર કરાવ્યા. તે ઉપરથી આ યંત્ર સંગ્રહ ખાસ જુદે છપાવવામાં આવ્યો છે. આમાં એકંદર ૪૧ યંત્રો આવેલા છે, પરંતુ તેમાં કેટલાક યંત્ર તો એકથી વધારે પૃષ્ઠમાં સમાયેલા છે. ખાસ કરીને જબૂદ્વીપના બે સૂર્યનું દરેક માંડલે અંતર (આયામ ને વિષ્ક), દરેક માંડલાની પરિધિ અને દરેક મંડળ બે સૂર્ય મળીને એક અહોરાત્રે (૩૦) મુહૂર્તે પૂર્ણ કરતા હોવાથી દરેક મંડળે મુહૂર્તગતિ એકસો ને ચેરાશીએ મંડળ માટે બતાવનારું યંત્ર આ બુકના પૃષ્ઠ ૧૧ થી ૧૭ સુધીમાં મૂકેલ છે તે પ્રાયે અન્યત્ર લભ્ય થાય તેમ નથી. ચંદ્રને માટે પણ એ જ પ્રમાણે દરેક મંડળને આયામ વિષ્કભા (અંતર), પરિધિ ને મુહૂર્તગતિ બતાવવામાં આવી છે પરંતુ તેના મંડળ ૧૫ જ હેવાથી તેને એકલા દશમા પૃષ્ઠમાં જ સમાવેશ થયેલ છે. પ્રથમના ર૭ યંત્રે ચારે ગતિના દેવે સંબંધી છે, પરંતુ તેમાં ત્રણ યંત્ર (૧૨-૧૩-૨૫) પ્રાસંગિક છે. ત્યારપછીના ૮(૨૮ થી ૩૫) યંત્ર નારકી સંબંધી છે, પરંતુ તેમાં ૩૧મા યંત્રે ચાર પૃષ્ઠ રોક્યા છે. ત્યારપછીના છેલ્લા ૬ યંત્રે જુદા જુદા વિષયના છે, પરંતુ બહુ જ ઉપયોગી છે. ૨૪ દંડકે ર૪ દ્વારનું યંત્ર, સિદ્ધાધિકાર અને ત્રણે લોકન શાશ્વત ચૈત્ય ને જિનબિંબોની સંખ્યાનું યંત્ર સમજાતી સાથે આપેલ છે તે ખાસ ધ્યાન ખેંચે તેમ છે. આ યંત્રના સંગ્રહની બુક બૃહતસંઘયણિના ભાષાંતર સાથે પણ જોડવાનું ધાર્યું છે. જો કે આમાંના કેટલાક યંત્ર તે બુકમાં આપેલા છે પરંતુ આ સંગ્રહ ખાસ તૈયાર કરવામાં આવેલ હોવાથી વધારે ઉપયોગી છે. એને વધારે ઉપયોગી બનાવવા માટે મેં મારાથી બનતા પ્રયાસ કર્યો છે. તેમાં ખૂલના રહી ગઈ હોય તે તે સૂચવવા માટે વિદ્વદર્ગને વિનંતિ કરી આ ટૂંક નિવેદન સમાપ્ત કરું છું. સં. ૧૯૯૧ ) ફાલ્ગન શુદિ ૧ / કુંવરજી આણંદજી ભાવનગર.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54