Book Title: Bruhad Gujarat kosha Part 1
Author(s): Keshav Shastri
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 1086
________________ - બ્રહદ્દ ગુજરાતી કોશ ઈ. સ. ૧૮૦૮માં ડ્રમન્ડ નામના એક પાદરીએ 463 ગુજરાતી શબ્દોનો અંગ્રેજી સમઝતીવાળા કાશ પ્રસિદ્ધ કરેલે ત્યારથી લઈ અત્યારે બહ૬ ગુજરાતી કોશ’ને આ પહેલો ગ્રંથ પ્રસિદ્ધ થાય છે ત્યાં સુધીમાં તિભાષી તેમજ એકભાજી અનેક શબ્દકોશ - કેઈ ગુજરાતીને કેંદ્રમાં રાખી એના પર્યાય અંગ્રેજીમાં આપતા કે કોઈ સંસ્કૃત યા અંગ્રેજી કે હિંદીને કેંદ્રમાં રાખી એના ગુજરાતી પર્યાય આપતા, તો વળી ગુજરાતીને કેંદ્રમાં રાખી એના અંગ્રેજી પર્યાય સાથે ગુજરાતી અર્થ, તે માત્ર ગુજરાતીના ગુજરાતી પર્યાય આપતા કેશ પણ થયા. આ બધામાં ‘નર્મકાશ’ એ જનો ગણુનાપાત્ર પ્રયત્ન તે, લલ્લુભાઈ ગોકળદાસ પટેલનો ‘ગુજરાતી કાશ,’ ગુજરાત વર્નાકયુલર સોસાયટી અમદાવાદને “ગુજરાતી કાશ” એની જ છીયા તરીકે છપાયેલે જીવણુલાલ અમરશી - અમદાવાદનો “શબ્દાર્થચિંતામણિ” કાશ, ગુજરાત-વિદ્યાપીઠ - અમદાવાદનો ‘સાર્થ જોડણીકોશ,” અને છેલ્લે જ્ઞાનકેશની કોટિનો ગાંડળના સગત મહારાજાના આરંભેલો “ભગવદ્ગોમંડલ” નામના મહાન કાશ એ ગણનાપાત્ર પ્રત્યનો છે. આ બધા કેશો, “સાર્થ જોડણીકોશ’ના અપવાદે સુલભ નથી. ‘ભગવદ્ગોમંડલ'ની તુલનાએ “સાર્થ જોડણીકોશ’ અત્યારે અપૂરતા પડે છેવળી એમાં અપાયેલી વ્યુત્પત્તિ શ્રદ્ધાંય નથી, તેથી એક નવો અને માત્ર ગુજરાતી માતૃભાષાવાળી જનતાને જ નહિ, અન્ય-માતૃભાષાવાળી દેશી-વિદેશી જનતાને પણુ ગુજરાતી ભાષાના શબ્દોનું સ્વાભાવિક ઉચ્ચારણ સુલભ થાય તેવો પ્રયત્ન કરવો, સાથોસાથ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં સાહિત્ય તેમજ વ્યવહારમાં આવતા શબ્દોને સાચવતો પ્રયત્ન કરે, એવા ઉચ્ચ અશિયે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે એક અદ્યતન કેશ પ્રસિદ્ધ કરવા કર્યો. એ કાર્ય સિદ્ધ કરવાનું કામ ભાષા-સાહિત્ય-વ્યાકરણ વગેરે ક્ષેત્રે જેમણે અડધી શતાબ્દી ઉપરનો સમય સેવા આપી છે તેવા અધિકારી વિદ્વાનને સોંપ્યું. એમણે એમને સોંપાયેલી ગણ્ય કટિની કહી શકાય તેવી સેવા આપતાં આવો વ્યાવહારિક કાશ ઊભું કરવામાં 1. કવિ નર્મદને ‘નર્મકાશ,’ 2. મહાર ભિકાજી બેલસરેન ગુજરાતી-અંગ્રેજી કેશ, 3. ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)ના ગુજરાતી શબ્દકોશ, 4. એ જ સભાને અરબી-ફારસી-ગુજરાતી કેશ, 5. ગુજ. યુનિ. પ્રસિદ્ધ કરી રહી છે તે સ્વ. છોટુભાઈ ર. નાયકનો અરબી-ફારસી–ગુજરાતી કોશ, 6. વિશ્વનાથ મગનલાલ ભટ્ટનો ગુ. વિદ્યાસભાનો પારિભાષિક કોશ (પ્રો. રઘુવીર ચૌધરીએ કરેલા સુધારા-વધારાવાળા), 7. ગુજરાત રાજ્યના ભાવાતંત્રે પ્રસિદ્ધ કરેલા વહીવટી કાશ અને સ્વ. ગોંડળ-નરેશનો “ભગવદ્-ગેમંડળ” કોશ— આટલા શબ્દોની મદદથી લગભગ 75 થી 80 હજાર શબ્દોને મહત્ત્વનો સંગ્રહ કર્યો અને કેશ–શાસ્ત્રની પ્રણાલી પ્રમાણે શબ્દ, ઉચ્ચારણ, વ્યાકરણ, વ્યુત્પત્તિ અને ક્રમિક વિકસિત અર્થ, ઉપરાંત રૂઢિપ્રયોગ–આ અંગોવાળા આ કાશ સિદ્ધ કરી આપ્યો છે. સંસ્કૃત પ્રાકૃત અપભ્રશ અને જની ગુજરાતીના જાણકાર અને સાથે-સાથ વ્યાકરણના પણું અધિકૃત વાદ્ધ વિધાનને હાથે આ કાશ તૈયાર થતા હોઈ તભવ શબ્દની વ્યુત્પત્તિ વિશદતાથી એના સ્વાભાવિક સ્વરૂપમાં સુલભ બની છે. વ્યુત્પત્તિ નથી મળી ત્યાં આપવામાં આવી નથી. જે જે ભાષામાંથી જે તે શબ્દ આવ્યા પ્રચલિત બન્યા હોય ત્યાં એ તે તે શબ્દ કઈ ભાષાને તત્સમ છે યા તભવ છે એ પણ સ્પષ્ટ રીતે બતાવવાનો પ્રયત્ન છે. શબ્દોના સ્વાભાવિક પ્રથમ અર્થ પછી ક્યા ક્યા અર્થ વિકસ્યા છે, એ ક્રમિક રીતે બતાવવામાં આવેલ છે. આમ આ કોશ સર્વગ્ય અને સર્વોપયોગી બને એ દૃષ્ટિ રાખવામાં આવી છે. Jain Education International 2010 04 For Private & Personal use only www.jainen .org

Loading...

Page Navigation
1 ... 1084 1085 1086