Book Title: British Hindusthanno Arthik Itihas Part 02 Author(s): Uttamlal K Trivedi Publisher: Hiralal Tribhovandas Parekh View full book textPage 3
________________ પ્રસ્તાવના કર્તા તરફથી. તા. ૧૧-૮-૧૯૨૮, મુ. વડોદરા, “શું હવે તમારે સાહેબ ને ઈતિહાસ સાંભળો છે ? તે બહુ સારું, હું તે કહું છું. તમારી એ ઈચ્છા સ્વાભાવિક અને વખાણવાજોગ છે. અંગ્રેજો આપણા દેશમાં એકચક્રી રાજ્ય કરે છે અને વળી તેમની ચતુરાઈ બધી બાબતમાં બેહદ છે, તેથી એવા લેકને ઈતિહાસ આપણે ખસૂસ જાણો જોઈએ.” આવાં સાદાં વાકથી આરંભ કરી સ્વ. નવલરામભાઈએ “શાળાપત્ર” માં ઈ. સ. ૧૮૮ ના ઑગસ્ટ માસથી તે ઠેઠ ઈ. સ. ૧૮૮૭ના માર્ચ માસ સુધી ઈંગ્લડને ઇ. સ. ૧૭૨૦ સુધીને ઇતિહાસ આપ્યો હતે તેને આજે ૪૧ વર્ષ પૂરાં થઈ ગયાં છે. ત્યાર પછી તે ઠેઠ ઈ. સ. ૧૯૨૮ સુધીના ઇંગ્લંડના ઇતિહાસ ઉપર કેટલાંએ પુસ્તક લખાયાં છે. આ પુસ્તક પણ એ સાહિત્યમાં એક નવી કૃતિ તરીકે બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકને લખવાનાં ને બહાર પાડવાનાં બે કારણે અહિં જણાવવામાં વાંધો હોઈ શકે નહિ. પહેલું તે, આવી એક કૃતિની મને ખાસ આવશ્યક્તા લાગી; બીજાં, “હિંદુસ્તાનને શાળોપયોગી ઇતિહાસ” ને “હિંદની પ્રજાને ટૂંકો ઇતિહાસ” એ બે પુસ્તકોને શાળાઓમાં મળેલા ઉત્તેજનથી તેવી જ શૈલી ઉપર ઇંગ્લંડને ઈતિહાસ લખવાનું મને પ્રોત્સાહન મળ્યું. ' એક જ વિષય ઉપર વધારે પાઠ્ય પુસ્તકે શા માટે લખાતાં હશે ? આવો સવાલ ઘણી વાર જુદી જુદી મને વૃત્તિવાળા માણસે કરે છે. તે સવાલના ઉત્તરો ઘણું છે. બીજા દેશમાં દર વર્ષે કેટલાં પાઠ્ય પુસ્તકો બહાર પડે છે ? તેમના લખનારાઓ કોણ હોય છે ? વિષયના સારા અભ્યાસ પછી વિધાર્થીઓને ને શિક્ષકોને ઉપયોગી નીવડે તેવું સાહિત્ય શા માટે ન આપવું ? ઈતિહાસના શાસ્ત્રીય અભ્યાસને પાયો શાળા નહિ બીજીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 580