Book Title: Bramhavichar Jain ane Jainetar Drushtiye Author(s): Jayantilal B Dave Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 3
________________ ટ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વચન અને કાયાથી પવિત્ર રહેવું જોઈ એ જ. ટૂંકામાં ચારિત્ર ઉપર જૈન દાનિકોએ જે ભાર મૂકયો છે તે યથાર્થ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર મળીને મોક્ષમાર્ગ કિંવા આત્મમાર્ગ કહેવાય છે. બૌદ્ધ બ્રહ્મવિહાર: બ્રહ્મવિહારનું વર્ણન બૌદ્ધ સાહિત્યમાં ધણે સ્થળે છે. ખાસ કરીને વિમુદ્ધિમાના પરિચ્છેદ ૯માં અને રળીય મૈત્તસુત્તમાં તેનું વર્ણન આવે છે. બૌદ્ધ ધર્મગ્રંથોની ભાષા પાલી હોવાથી હું તેની મૂળ ગાથાઓ નથી આપતો પણ તેનો સાર જ અહીં આપું છું. રળીય મેત્તમુત્તની ગાથાઓ જે હું નીચે આપું છું તેમાં કેટલો ઊંચો નૈતિક આદર્શ છે ! પહેલી ગાથા : માતા જેમ પોતાના એકના એક પુત્રનું પોતાના પ્રાણના જોખમે પણ પાલન અને રક્ષણ કરે છે તેમ સાધકે પોતાનું મન સર્વ પ્રાણીમાત્રમાં અપરિમિત પ્રેમથી ભરી રાખવું જોઈ એ. મીજી ગાથા : મનમાં અપરિમિત મૈત્રીની ભાવના કરવી. દશે દિશાઓને પ્રેમથી ભરી નાખવી. આ પ્રેમને અંતરાય હોવો જોઇએ નહિ. સર્વ પ્રત્યે નિષ્પક્ષપાતપણે પ્રેમ રાખવો. : ત્રીજી ગાથા : ઊઠતાં, બેસતાં, ચાલતાં કે સૂતાં હોઈ એ – શરીરની બધી ચેષ્ટાઓ અને અવસ્થાઓમાં મૈત્રીની ભાવના જાગ્રત રાખવી કારણ કે પંડિતો એને જ બ્રહ્મવિહાર ' કહે છે. ટૂંકામાં દુઃખિત લોકો તરફ સહાનુભૂતિ રાખવી તેને કરુણા કહે છે. પુણ્યશાલી જીવોને જોઈ એ ત્યારે આપણા હૃદયમાં આનંદ થવો જોઈએ. એને મુદિતા કહે છે. અને અપુણ્યાત્માઓને જોઈ ને તેનો તિરસ્કાર ન કરતાં તે લોકો પણ સત્કર્મથી પુણ્યાત્મા થશે એવી આશાથી તેમના પ્રત્યે સમભાવ રાખવો તે ઉપેક્ષાની ભાવના કહેવાય છે. ' અાવિહાર'ના અર્થપરત્વે મતભેદ : બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં વપરાયેલ ‘બ્રહ્મવિહાર શબ્દનો તાત્પર્યાર્થ સમજવામાં વિદ્વાનોમાં કાંઈક મતભેદ દેખાય છે. પંડિત બલદેવ ઉપાધ્યાયકૃત બૌદ્ધદર્શન(હિ)માં પૃષ્ઠ ૪૦૬ પર તે લખે છે કે ચાર બ્રહ્મવિહારો જે નામ હૈં—મૈત્રી, બળા, મુફ્તિા તથા उपेक्षा । इनकी, ब्रह्मविहार संज्ञा सार्थक है क्योंकि इन भावनाओं का फल ब्रह्मलोक में जन्म लेना तथा उस ો થી આનંતમય વસ્તુનો ા ૩૫મો કરના હૈ । બ્રહ્મવિહારનો આવો અર્થ ધટાવવો તે સયુક્તિક લામનું નથી. ખરી રીતે આ ભાવનાઓ તો બૌદ્ધ ધ્યાનયોગનાં અંગો છે અને આત્મ-ધ્યાનનાં ઉપકારક તત્ત્વો છે તેને બ્રહ્મલોકમાં જન્મ લેવાની સાથે અને આનંદોપભોગના લાભ સાથે સાંકળી દેવાં યોગ્ય નથી જ. શ્રીહરિભદ્રસુરિષ્કૃત યોગદષ્ટિસમુચ્ચયમાં મિત્રાદષ્ટિ વગેરેનું વર્ણન જોવાથી જણાઈ આવે છે કે મૈત્રી ઇત્યાદિ ભાવનાઓ ધ્યાનયોગનાં જ અંગો છે. હવે ખીન્ન બૌદ્ધ વિદ્વાન પ્રૉફેસર ધર્માનંદ કોસાંખીનો અભિપ્રાય તપાસીએ. · મુદ્દ, ધર્મ અને સંધ ' નામની પુસ્તિકામાં તે પંડિત બળદેવ ઉપાધ્યાયના કરતાં જુદો જ અર્થ ઘટાવે છે. ધર્માંનન્દજીના કથન પ્રમાણે આ ચાર ભાવનાઓ હૃદયની શુભતમ અને શુદ્ધતમ મનોવૃત્તિઓ છે. જ્યારે બ્રહ્મદેવ બુદ્ધ પાસે આવ્યા ત્યારે યુદ્ધના હૃદયમાં આ ભાવનાઓને પૂર્ણ વિકસિત થયેલી જોઈ અને તેથી બ્રહ્મદેવ મુદ્દને પ્રણામ કરી ચાલતા થયા. આત્મતત્ત્વવિચારણામાં જૈન દર્શનની અર્ધ્વતા : મહાત્મા ગાંધી જ્યારે ડરબન (૬૦ આફ્રિકા)માં હતા ત્યારે શ્રીમદ્ાજચંદ્રની સાથે તેમને પત્રવ્યવહાર થયેલો. એક પત્રમાં શ્રીમદ્રાજચંદ્ર લખે છે કે જગતના અન્ય ધર્મો અને દર્શનોમાં જે આત્મવિચારણા કરાયેલી છે તેના કરતાં વધારે સૂક્ષ્મતાથી આત્મતત્ત્વવિચારણા જિનકથિત સિદ્ધાંતમાં છે. આ વાત કોઈ ને અતિશયોક્તિવાળી જણાશે પણ તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. એ તો માત્ર સત્ય હકીકતનું કથન માત્ર છે. જૈન દાર્શનિકોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4