Page #1
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મવિહાર-જૈન અને જૈનેતર દષ્ટિએ
પ્રા. જયંતીલાલ ભાઈશંકર દવે, એમ. એ.
બ્રહ્મવિહાર એટલે શું: ઘણા માણસોને બ્રહ્મવિહાર શબ્દ અપરિચિત લાગશે. પરંતુ બ્રહ્મવિહાર ”શબ્દ ખાસ કરીને બીદ્ધ દાર્શનિક સાહિત્યમાં ઘણે સ્થળે વપરાયેલો જોવામાં આવે છે. જો કે વૈદિક અને જૈન દર્શનોમાં આ શબ્દ સીધી રીતે વપરાયેલો જોવામાં આવતો નથી છતાં તે શબ્દથી જે અર્થની અભિવ્યક્તિ થાય છે તે અર્થનાં વર્ણનો ઠેરઠેર જોવામાં આવે છે. સત્ય એક હોય છતાં તેને બતાવવા માટે જગતમાં જુદી જુદી ભાષા અથવા ચેષ્ટાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ચાર્વાક દર્શનમાં તો આત્મા, મોક્ષસાધન વગેરે વિચારોને સ્થાન નથી જ. બાકીનાં બધાં ભારતીય દર્શનોને આપણે નિઃશંકપણે મોક્ષગામી દર્શનો કહી શકીએ. મોક્ષની કલ્પનાઓ ભલે જુદી જુદી હોય, બીજી રીતે કહીએ તો આ દર્શનો આત્મતત્વનું નિરતિશય મહત્ત્વ આંકતા હોવાથી તે આત્માર્થી દર્શનો છે એટલે કે આધ્યાત્મિકતા મુખ્ય વસ્તુ છે, તે જ રેય છે, તે જ ધ્યેય છે, તે જ સાક્ષાત્કાર્ય છે.
બ્રહ્મવિહારની વૈદિક કલ્પના : ભારતીય દર્શનોને બે મોટા વિભાગમાં વહેંચી નાખીએ તો (૧) વૈદિક દર્શનો અને (૨) શ્રમણ પરંપરાનાં દર્શનો એમ વર્ગીકરણ થાય છે. શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ દર્શનો છે અને વૈદિક પરંપરામાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા અથવા વેદાંત આવી જાય છે.
ઉપર અમે કહી ગયા છીએ તેમ “બ્રહ્મવિહાર” વૈદિક દર્શનોમાં વપરાયેલો નથી પરંતુ તેને બદલે ત્રહિતી રિથતિઃ દ્રારંથઃ “આત્મિસંથઃ આવા શબ્દો વપરાયેલા જોવામાં આવે છે. ત્રણ શબ્દ અનેકાર્થ છે એમ હવે લગભગ બધા વિદ્વાનોએ સ્વીકાર્યું છે. તેમાંથી જ બ્રહ્મચર્ય શબ્દ આવ્યો છે. બ્રહ્મચર્યના પાલનથી જ બ્રહ્મને જાણી શકાય છે અથવા પામી શકાય છે માટે જ તેનો મહિમા ઉપનિષદ, ગીતા વગેરે તમામ વૈદિક પ્રસ્થાનોમાં ગવાયો છે. બ્રહ્મમાં રમણ કરે, બ્રહ્મમાં વિહાર કરે તે આત્મવિહારી અથવા બ્રહ્મવિહારી કહેવાય. બ્રહ્મ અને આત્મા એક જ અર્થના દ્યોતક વેદાંતીઓએ માનેલા હોવાથી બન્નેમાંથી ગમે તે એક શબ્દ તેઓ વાપરે છે પણ સરવાળે એક જ અર્થમાં. વેદાંતની કલ્પના પ્રમાણે તમામ લૌકિક અને વૈદિક વ્યવસાયો અને વ્યાપારોથી રહિત થઈને કેવળ આત્મચિંતનપરાયણ રહે એવા પુરુષને આત્મસંસ્થ અથવા બ્રહ્મસંસ્થ પુરષ કહેવાય. આવો પુરુષ જ અધ્યાત્મી અથવા આત્માર્થી અથવા મોક્ષાર્થી હોઈ શકે છે.
કઠોપનિષદ્દમાં વર્ણવ્યા પ્રમાણે જગતના મનુષ્યમાત્ર, કાં તો પ્રેયાર્થી હોય છે અથવા શ્રેયાર્થી હોય છે. દુન્યવી વસ્તુઓનો પરિગ્રહ કરવો અને તેમાં ગાઢ પ્રીતિ રાખવી એ પ્રેયાર્થી મનુષ્યનું લક્ષણ છે. તેથી ઊલટું, આ વસ્તુઓ ક્ષણભંગુર હોવાથી ક્ષણભર આનંદ આપનારી હોવા છતાં પરિણામે દુઃખ જ આપનારી છે એવું સમજી આત્માને જ સાચા આનંદની જન્મભૂમિ જે સમજે છે તે જ સાચો શ્રેયાર્થી છે. ટૂંકામાં શ્રેયાર્થી પુરુષ બ્રહ્મવિહારી છે.
જૈન તત્વજ્ઞોએ કરેલી બ્રહ્મવિહારની કલ્પના : પાતંજલયોગમાં ચાર ભાવનાઓનું વર્ણન આવે છે. આ ચાર ભાવનાઓનાં નામો અનુક્રમે મૈત્રી, કરુણું, મુદિતા અને ઉપેક્ષા છે. પાતંજલ યોગ પ્રમાણે આ ચારેય ભાવનાઓ અહિંસામાં અંતર્ગત થઈ જાય છે. જેનદર્શનમાં પણ અહિંસા એ જ એક
Page #2
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મવિહાર–જૈન અને જૈનેતર દષ્ટિએ વ્યાપક આત્મધર્મ હોવાથી તેની વ્યાપક ભાવનામાં મૈત્રી, કરુણુ, મુદિતા અને ઉપેક્ષા આવી જાય છે. એક જૈન કવિ-દાર્શનિક અમિતગતિ કહે છે તેમ,
सत्त्वेषुमैत्री गुणिषु प्रमोदः
संक्लिश्यमानेषु कृपापरत्वम् । અર્થાત પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવો જોઈએ, જ્યાં જ્યાં આપણને સગુણ લોકો દેખાય ત્યાં તેમના પ્રતિ આનંદ વ્યક્ત કરવો જોઈએ અને દુઃખથી પીડાતા લોકો તરફ કરુણું બતાવવી જોઈએ. આચાર્ય હેમચંદ્રની બ્રહ્મવિહારકલ્પના : હેમચંદ્રાચાર્યનો એક જ શ્લોક બસ થશેઃ
प्राणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् ।
समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥ અર્થાત બ્રહ્મચર્ય પાળનાર માણસ પૂજાહં માણસો વડે પણ પૂજાય છે. આ બ્રહ્મચર્ય એટલે શું અને તે કેવું છે? ચારિત્ર્યનો પ્રાણ છે અને પરબ્રહ્મની જે સ્થિતિ છે તે પ્રાપ્ત કરાવનાર એક માત્ર કારણ છે એવું જે બ્રહ્મચર્ય તેનું પાલન કરનાર બ્રહ્મમાં સ્થિતિ કરે છે તે જ બ્રહ્મવિહારી છે. - શ્રી શુભચંદ્રની બ્રહ્મવિહારકલ્પના: તેમને પણ એક જ શ્લોક (સ્થળસંકોચના કારણે) બસ થશે :
यदिविषयपिशाची निर्गता देहगेहात् सपदि यदि विशीणों मोहनिद्रातिरेकः । यदि युवतिकरके निर्ममत्वं प्रपन्नो
झटिति ननु विधेहि ब्रह्मवीथीविहारम् ॥ અહીંયાં થોડાક ફેરફાર સાથે શ્લોકની છેલ્લી લીટીમાં બ્રહ્મવિહાર શબ્દ સ્પષ્ટ રીતે મળી આવે છે. બ્રહ્મવીથીવિહાર એટલે બ્રહ્મમાર્ગે વિહાર કરવો તે. હવે આપણે શ્લોકનો અર્થ તપાસીએ.
શરીરરૂપી ઘરમાંથી વિષયરૂપી ડાકણ જે કાયમને માટે જાય એવો ઉપાય કરવો હોય, જે મોહનિદ્રાની ગાઢ અસરને ભૂંસી નાખવી હોય, જે યુવતીના મોહક દેહને હાડપિંજર સમાન ગણીને આસક્તિરહિત થવું હોય તો હે ભાઈ! તું તુરત બ્રહ્મમાર્ગે વિહાર કર ! બીજી રીતે અર્થ કરીએ તો સાંસારિક પદાથોંમાંથી ગાઢ પ્રીતિ ઊઠી ગઈ હોય તો તે બ્રહ્મમાર્ગે વિહાર કરવા લાયક થયો છે !
ઉમાસ્વાતિની કલ્પના : તત્વાર્થસૂત્ર નામના ઉમાસ્વાતિના ગ્રંથમાં બ્રહ્મ શબ્દનો નકારાત્મક પ્રયોગ (Negative use of the word) અહમ શબ્દ તરીકે જોવામાં આવ્યો છે, તે પણ સૂચક છે. તે ગ્રંથના સાતમા અધ્યાયનું ૧૧મું સૂત્ર આ પ્રમાણે છે: મૈથુનમહિલા
એટલે કે મથનપ્રવૃત્તિ તે અબ્રહ્મ. તો અહીં સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે મિથુનને અબ્રહ્મ શા માટે કહ્યું? ટૂંકામાં કહીએ તો બ્રહ્મ એટલે સાત્વિક મનોવૃત્તિઓનો સમૂહ અથવા અધ્યાત્મપરાયણ વૃત્તિઓ. આવા બ્રહ્મના પાલનથી અને અનુસરણથી સગુણો વધે છે. બ્રહ્મચર્ય શબ્દ પણ તેટલા માટે જ અને તે પરથી જ આવ્યો લાગે છે. એનાથી વિમુખ થવું એટલે જ અબ્રહ્મ થવું. ઘણુંખર મૈથન એવી ગર્ભે પ્રવૃત્તિ છે કે તેમાં પડવાથી સાધુઓને ખાસ અને ગૃહસ્થાશ્રમીઓને પણ સત્તહાનિ અચૂક થાય છે.
આ બધા ઉપરથી એટલું જરૂર ફલિત થાય છે કે બ્રહ્મવિહાર અને બ્રહ્મચર્યપાલનનો નિકટ સંબંધ છે. જૈનદર્શન પ્રમાણે બ્રહ્મચર્યનો ભંગ તો એક મહાન હિંસાનો પ્રકાર ગણાય છે માટે જ બ્રહ્મચર્યને અહિંસાનું એક આવશ્યક અંગ માન્યું છે. જે માણસ આત્માથી કે શ્રેયાર્થી થવા ઇરછતો હોય તેણે મન,
Page #3
--------------------------------------------------------------------------
________________
ટ
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
વચન અને કાયાથી પવિત્ર રહેવું જોઈ એ જ. ટૂંકામાં ચારિત્ર ઉપર જૈન દાનિકોએ જે ભાર મૂકયો છે તે યથાર્થ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર મળીને મોક્ષમાર્ગ કિંવા આત્મમાર્ગ કહેવાય છે.
બૌદ્ધ બ્રહ્મવિહાર: બ્રહ્મવિહારનું વર્ણન બૌદ્ધ સાહિત્યમાં ધણે સ્થળે છે. ખાસ કરીને વિમુદ્ધિમાના પરિચ્છેદ ૯માં અને રળીય મૈત્તસુત્તમાં તેનું વર્ણન આવે છે. બૌદ્ધ ધર્મગ્રંથોની ભાષા પાલી હોવાથી હું તેની મૂળ ગાથાઓ નથી આપતો પણ તેનો સાર જ અહીં આપું છું. રળીય મેત્તમુત્તની ગાથાઓ જે હું નીચે આપું છું તેમાં કેટલો ઊંચો નૈતિક આદર્શ છે !
પહેલી ગાથા : માતા જેમ પોતાના એકના એક પુત્રનું પોતાના પ્રાણના જોખમે પણ પાલન અને રક્ષણ કરે છે તેમ સાધકે પોતાનું મન સર્વ પ્રાણીમાત્રમાં અપરિમિત પ્રેમથી ભરી રાખવું જોઈ એ. મીજી ગાથા : મનમાં અપરિમિત મૈત્રીની ભાવના કરવી. દશે દિશાઓને પ્રેમથી ભરી નાખવી. આ પ્રેમને અંતરાય હોવો જોઇએ નહિ. સર્વ પ્રત્યે નિષ્પક્ષપાતપણે પ્રેમ રાખવો.
:
ત્રીજી ગાથા : ઊઠતાં, બેસતાં, ચાલતાં કે સૂતાં હોઈ એ – શરીરની બધી ચેષ્ટાઓ અને અવસ્થાઓમાં મૈત્રીની ભાવના જાગ્રત રાખવી કારણ કે પંડિતો એને જ બ્રહ્મવિહાર ' કહે છે. ટૂંકામાં દુઃખિત લોકો તરફ સહાનુભૂતિ રાખવી તેને કરુણા કહે છે. પુણ્યશાલી જીવોને જોઈ એ ત્યારે આપણા હૃદયમાં આનંદ થવો જોઈએ. એને મુદિતા કહે છે. અને અપુણ્યાત્માઓને જોઈ ને તેનો તિરસ્કાર ન કરતાં તે લોકો પણ સત્કર્મથી પુણ્યાત્મા થશે એવી આશાથી તેમના પ્રત્યે સમભાવ રાખવો તે ઉપેક્ષાની ભાવના કહેવાય છે.
' અાવિહાર'ના અર્થપરત્વે મતભેદ : બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં વપરાયેલ ‘બ્રહ્મવિહાર શબ્દનો તાત્પર્યાર્થ સમજવામાં વિદ્વાનોમાં કાંઈક મતભેદ દેખાય છે. પંડિત બલદેવ ઉપાધ્યાયકૃત બૌદ્ધદર્શન(હિ)માં પૃષ્ઠ ૪૦૬ પર તે લખે છે કે ચાર બ્રહ્મવિહારો જે નામ હૈં—મૈત્રી, બળા, મુફ્તિા તથા उपेक्षा । इनकी, ब्रह्मविहार संज्ञा सार्थक है क्योंकि इन भावनाओं का फल ब्रह्मलोक में जन्म लेना तथा उस ો થી આનંતમય વસ્તુનો ા ૩૫મો કરના હૈ । બ્રહ્મવિહારનો આવો અર્થ ધટાવવો તે સયુક્તિક લામનું નથી. ખરી રીતે આ ભાવનાઓ તો બૌદ્ધ ધ્યાનયોગનાં અંગો છે અને આત્મ-ધ્યાનનાં ઉપકારક તત્ત્વો છે તેને બ્રહ્મલોકમાં જન્મ લેવાની સાથે અને આનંદોપભોગના લાભ સાથે સાંકળી દેવાં યોગ્ય નથી જ.
શ્રીહરિભદ્રસુરિષ્કૃત યોગદષ્ટિસમુચ્ચયમાં મિત્રાદષ્ટિ વગેરેનું વર્ણન જોવાથી જણાઈ આવે છે કે મૈત્રી ઇત્યાદિ ભાવનાઓ ધ્યાનયોગનાં જ અંગો છે.
હવે ખીન્ન બૌદ્ધ વિદ્વાન પ્રૉફેસર ધર્માનંદ કોસાંખીનો અભિપ્રાય તપાસીએ. · મુદ્દ, ધર્મ અને સંધ ' નામની પુસ્તિકામાં તે પંડિત બળદેવ ઉપાધ્યાયના કરતાં જુદો જ અર્થ ઘટાવે છે. ધર્માંનન્દજીના કથન પ્રમાણે આ ચાર ભાવનાઓ હૃદયની શુભતમ અને શુદ્ધતમ મનોવૃત્તિઓ છે. જ્યારે બ્રહ્મદેવ બુદ્ધ પાસે આવ્યા ત્યારે યુદ્ધના હૃદયમાં આ ભાવનાઓને પૂર્ણ વિકસિત થયેલી જોઈ અને તેથી બ્રહ્મદેવ મુદ્દને પ્રણામ કરી ચાલતા થયા.
આત્મતત્ત્વવિચારણામાં જૈન દર્શનની અર્ધ્વતા : મહાત્મા ગાંધી જ્યારે ડરબન (૬૦ આફ્રિકા)માં હતા ત્યારે શ્રીમદ્ાજચંદ્રની સાથે તેમને પત્રવ્યવહાર થયેલો. એક પત્રમાં શ્રીમદ્રાજચંદ્ર લખે છે કે જગતના અન્ય ધર્મો અને દર્શનોમાં જે આત્મવિચારણા કરાયેલી છે તેના કરતાં વધારે સૂક્ષ્મતાથી આત્મતત્ત્વવિચારણા જિનકથિત સિદ્ધાંતમાં છે. આ વાત કોઈ ને અતિશયોક્તિવાળી જણાશે પણ તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. એ તો માત્ર સત્ય હકીકતનું કથન માત્ર છે. જૈન દાર્શનિકોએ
Page #4
--------------------------------------------------------------------------
________________ બ્રહ્મવિહાર– જૈન અને જૈનેતર દષ્ટિએ મનોવિજ્ઞાન (Psychology) અને જીવમીમાંસા ઉપર ઘણો જ સૂક્ષ્મ વિચાર કર્યો છે તેમાં શંકા નથી. આ વાતને સમર્થનમાં એક જ ઉદાહરણ બસ થશે. પશ્ચિમનું મનોવિજ્ઞાન (Psychology) તો હજી પ્રયોગાત્મક અવસ્થામાં છે અને અનેક શાખા-ઉપશાખાઓમાં અટવાઈ ગયું છે. (Psycho-analysis) એ પ્રયોગાત્મક મનોવિજ્ઞાનની એક શાખા છે તેમાં ક્રોઈડ, જંગ વગેરે વિદ્વાનો થઈ ગયા છે. એમના અભિપ્રાય પ્રમાણે માણસો બે પ્રકારનાં હોય છે, (1) બહિર્મુખ (Extravert) અને (2) અંતર્મુખ (Intravert), હવે હજારો વર્ષ પહેલાં જૈન દાર્શનિકોએ આ જ વાત બહિરાત્મા અને અંતરાત્માનો ભેદ પાડીને સમજાવી છે. જે માણસ શરીરાદિમાં જ આત્મબુદ્ધિ રાખે છે તે મોટા ભ્રમમાં પડ્યો છે. આવો માણસ બહિરામાં કહેવાય. દુઃખની વાત તો એ છે કે તેનું તેને ભાન નથી. આ કેવળ બહિમેખ પ્રવૃત્તિઓમાં રાચે છે, પણ અંતર્મુખ વૃત્તિવાળો વિચાર કરી શકે છે, અંતરમાં જઈ શકે છે તેથી તે વહેલો જાગી જાય છે. અંતરાત્મા પુરુષ શુદ્ધ આત્મા તરફ પ્રગતિ કરવા યોગ્ય ગણી શકાય. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા જે ત્રણ ભેદ આત્માના જૈનદાર્શનિકોએ પાડ્યા છે તે કેટલા સુંદર અને વૈજ્ઞાનિક છે? મને તો લાગે છે કે આ આધ્યાત્મિક વિકાસનાં આ ત્રણ માર્ગ સૂચક સ્તંભો છે. આ ક્રમ આપણે આધ્યાત્મિકતા તરફ કેટલી પ્રગતિ કરી શક્યા છીએ તેનાં સૂચક અને નિદર્શક છે. ફલશ્રુતિ: વૈદિક, જૈન અને બેંદ્ધિદર્શનોમાં બ્રહ્મવિહારની કલ્પના કેવી રીતે કરવામાં આવી છે તે આપણે જોઇ . થોડાક શબ્દોના જ ફેરફાર બાદ કરતાં ત્રણે દર્શનોની ક૯૫ના સમાંતર ચાલી આવે છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. જગતના તમામ ધર્મોમાં એક અથવા બીજી રીતે આ ચાર ભાવનાઓનો સ્વીકાર થયેલો જોવામાં આવે છે. (Practical Religion of Mankind) એટલે માનવ માત્રનો વ્યવહારમાં મૂકી શકાય તેવો ધર્મ એટલે જ આ ચાર ભાવનાઓ. જૈનધર્મમાં તો અહિંસાનાં તે અંગ છે. જેનદર્શન પોકારીને કહે છે કે રાગ અને દ્વેષ એ મિથ્યાત્વનાં ખાસ લક્ષણ છે. જ્યાં રાગદ્વેષ હોય ત્યાં મિત્રી ક્યાંથી સંભવે? અને કરુણા તથા મુદિતા પણ કયાંથી હોય? વળી આ રાગદ્વેષથી માધ્યસ્થ ભાવ અને ઉપેક્ષા કેવી રીતે ઊપજે? ક્રોધ, ઠેષ, મત્સર એ તો આત્માના ઉઘાડા દુશ્મન છે; આત્મવિહાર કરનાર માટે, આત્મ-ધ્યાન કરનાર માટે તો ક્ષમા, શાંતિ, ભૂતદયા અને સત્યનું અનુશીલન જોઈએ તે સિવાય અંતઃકરણની શુદ્ધિ થવી અશકય છે. શુદ્ધ અંત:કરણ વગર ધ્યાનયોગ ક્યાંથી સિદ્ધ થાય? આ વાત જેમ આમાથીંએ લક્ષ્યમાં રાખવાની છે તેમ વ્યવહારમાં પડેલા વ્યવસાયી માણસોએ પણ ધ્યાનમાં રાખવી ઘટે. વ્યાવહારિક જીવન, તે વ્યક્તિગત હોય કે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય હોય–તે જેટલું પ્રામાણિક, સત્યનિષ્ઠ, પ્રેમદયાથી ભરેલું અને પરોપકારી હોય તેટલું જ હિતકર અને સાર્થક કહી શકાય. આવું જીવન એ જ બ્રહ્મવિહાર. એ જ, વ્યક્તિ, સમાજ અને જગતુનું ઉપકારક બની શકે. in In Lilullai IlI41iLBILIrillful skilNNIilla is a 5 birtiIs IlfilliILullai MulvinmusiUndesh ના!!! k, S this Itag!'Ektmi[t[NILulikડાકાળs.Lt statute this viii સામાnિtialPolician