Book Title: Bramhavichar Jain ane Jainetar Drushtiye Author(s): Jayantilal B Dave Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 1
________________ બ્રહ્મવિહાર-જૈન અને જૈનેતર દષ્ટિએ પ્રા. જયંતીલાલ ભાઈશંકર દવે, એમ. એ. બ્રહ્મવિહાર એટલે શું: ઘણા માણસોને બ્રહ્મવિહાર શબ્દ અપરિચિત લાગશે. પરંતુ બ્રહ્મવિહાર ”શબ્દ ખાસ કરીને બીદ્ધ દાર્શનિક સાહિત્યમાં ઘણે સ્થળે વપરાયેલો જોવામાં આવે છે. જો કે વૈદિક અને જૈન દર્શનોમાં આ શબ્દ સીધી રીતે વપરાયેલો જોવામાં આવતો નથી છતાં તે શબ્દથી જે અર્થની અભિવ્યક્તિ થાય છે તે અર્થનાં વર્ણનો ઠેરઠેર જોવામાં આવે છે. સત્ય એક હોય છતાં તેને બતાવવા માટે જગતમાં જુદી જુદી ભાષા અથવા ચેષ્ટાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચાર્વાક દર્શનમાં તો આત્મા, મોક્ષસાધન વગેરે વિચારોને સ્થાન નથી જ. બાકીનાં બધાં ભારતીય દર્શનોને આપણે નિઃશંકપણે મોક્ષગામી દર્શનો કહી શકીએ. મોક્ષની કલ્પનાઓ ભલે જુદી જુદી હોય, બીજી રીતે કહીએ તો આ દર્શનો આત્મતત્વનું નિરતિશય મહત્ત્વ આંકતા હોવાથી તે આત્માર્થી દર્શનો છે એટલે કે આધ્યાત્મિકતા મુખ્ય વસ્તુ છે, તે જ રેય છે, તે જ ધ્યેય છે, તે જ સાક્ષાત્કાર્ય છે. બ્રહ્મવિહારની વૈદિક કલ્પના : ભારતીય દર્શનોને બે મોટા વિભાગમાં વહેંચી નાખીએ તો (૧) વૈદિક દર્શનો અને (૨) શ્રમણ પરંપરાનાં દર્શનો એમ વર્ગીકરણ થાય છે. શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ દર્શનો છે અને વૈદિક પરંપરામાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા અથવા વેદાંત આવી જાય છે. ઉપર અમે કહી ગયા છીએ તેમ “બ્રહ્મવિહાર” વૈદિક દર્શનોમાં વપરાયેલો નથી પરંતુ તેને બદલે ત્રહિતી રિથતિઃ દ્રારંથઃ “આત્મિસંથઃ આવા શબ્દો વપરાયેલા જોવામાં આવે છે. ત્રણ શબ્દ અનેકાર્થ છે એમ હવે લગભગ બધા વિદ્વાનોએ સ્વીકાર્યું છે. તેમાંથી જ બ્રહ્મચર્ય શબ્દ આવ્યો છે. બ્રહ્મચર્યના પાલનથી જ બ્રહ્મને જાણી શકાય છે અથવા પામી શકાય છે માટે જ તેનો મહિમા ઉપનિષદ, ગીતા વગેરે તમામ વૈદિક પ્રસ્થાનોમાં ગવાયો છે. બ્રહ્મમાં રમણ કરે, બ્રહ્મમાં વિહાર કરે તે આત્મવિહારી અથવા બ્રહ્મવિહારી કહેવાય. બ્રહ્મ અને આત્મા એક જ અર્થના દ્યોતક વેદાંતીઓએ માનેલા હોવાથી બન્નેમાંથી ગમે તે એક શબ્દ તેઓ વાપરે છે પણ સરવાળે એક જ અર્થમાં. વેદાંતની કલ્પના પ્રમાણે તમામ લૌકિક અને વૈદિક વ્યવસાયો અને વ્યાપારોથી રહિત થઈને કેવળ આત્મચિંતનપરાયણ રહે એવા પુરુષને આત્મસંસ્થ અથવા બ્રહ્મસંસ્થ પુરષ કહેવાય. આવો પુરુષ જ અધ્યાત્મી અથવા આત્માર્થી અથવા મોક્ષાર્થી હોઈ શકે છે. કઠોપનિષદ્દમાં વર્ણવ્યા પ્રમાણે જગતના મનુષ્યમાત્ર, કાં તો પ્રેયાર્થી હોય છે અથવા શ્રેયાર્થી હોય છે. દુન્યવી વસ્તુઓનો પરિગ્રહ કરવો અને તેમાં ગાઢ પ્રીતિ રાખવી એ પ્રેયાર્થી મનુષ્યનું લક્ષણ છે. તેથી ઊલટું, આ વસ્તુઓ ક્ષણભંગુર હોવાથી ક્ષણભર આનંદ આપનારી હોવા છતાં પરિણામે દુઃખ જ આપનારી છે એવું સમજી આત્માને જ સાચા આનંદની જન્મભૂમિ જે સમજે છે તે જ સાચો શ્રેયાર્થી છે. ટૂંકામાં શ્રેયાર્થી પુરુષ બ્રહ્મવિહારી છે. જૈન તત્વજ્ઞોએ કરેલી બ્રહ્મવિહારની કલ્પના : પાતંજલયોગમાં ચાર ભાવનાઓનું વર્ણન આવે છે. આ ચાર ભાવનાઓનાં નામો અનુક્રમે મૈત્રી, કરુણું, મુદિતા અને ઉપેક્ષા છે. પાતંજલ યોગ પ્રમાણે આ ચારેય ભાવનાઓ અહિંસામાં અંતર્ગત થઈ જાય છે. જેનદર્શનમાં પણ અહિંસા એ જ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4