Book Title: Bodhamrut Part 1 Author(s): Govardhandas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ પ્રથમવૃત્તિનું નિવેદન તત સત્ વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈને તેની નિવૃત્તિ વિષે અમને બેધ , જે વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ. તે બેલ આ જગતમાં કોઈ અનંત પુષ્યોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષે ફરી ફરી કહી ગયા છે. આ દુષમ કાળને વિષે અંધકાર પ્રગટી બેધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે.” -શ્રીમદ્ રાજચંદ્ર મહત પુણ્યના ઉદયે જીવને પુરુષને બોધ સાંભળવાને મળે છે, જે બોધના આશ્રયે જીવ આ વિષમ સંસારને પાર કરીને સહજસુખરૂપ પરમપદ પ્રાપ્ત કરી શકે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ અને અન્ય સર્વ મહાત્મા પુરુષોએ સત્સંગ સોધનું અચિંત્ય માહાભ્ય વર્ણવ્યું છે. મુમુક્ષુઓના પુણ્યના ઉદયે આપણને આવા દુષમ કાળમાં ય એવા બોધનું શ્રવણ પ્રાપ્ત થયું છે. એવા બોધ પ્રત્યે ઉલ્લાસભાવ પ્રગટે એ જીવને હિતકારી છે, મહત્ પુણ્યનું કારણ છે. એ બધ જે કોઈ વાંચે, વિચારે ને પરિણુમાવે, શ્રવણ કરીને સ્વહિતાર્થે સંગ્રહ કરે, તથા એ બંધ છપાવવા પાછળ ઉલાસપૂર્વક યથાશક્તિ સહાય કરે તે સનું જીવન ધન્ય છે પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પરમકૃપાળુદેવના વચનામૃત તેમજ પ. પૂ. પ્રભુજીના બોધ ઉપર તેમજ અન્ય શાસ્ત્રી ઉપર વિવેચન કર્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત તે અમને મેરેમમાં પમરતું હતું. સં. ૨૦૦૫ની સાલમાં મુમુક્ષુ સ્વ. ચુનીલાલ મેઘરાજ સંઘવીની આગ્રહભરી વિનંતિથી તેઓશ્રીને દોઢેક માસ આબુમાં ગાળવાનું થયું હતું. તે દરમિયાન દરરોજ બપોરના ત્રણથી સાડાચાર સુધી વચનામૃત ઉપર તેઓશ્રી વિવેચન કરતા. ત્યારે લગભગ આખા પુસ્તક ઉપર વિવેચન થયું હતું. તે વખતે બાજુના બંગલામાં અમદાવાદના એક વયેવૃદ્ધ રાઠ્યસ્થ શ્રી શંકરલાલ બેન્કર રહેતા હતા. તેઓ રોજ બપોરના વાનામૃત વંચાતું ત્યારે આવતા અને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતા. એક દિવસ સાંજે તે અમને મળ્યા અને કહ્યું, “આવા પ્રકારે વાચન-વિચારણા થતી મેં કયાંય જોઈ નથી. જ્યાં હું ગયે હું ત્યાં જે વિવેચન કરનાર હોય તે ઊંચા આસને બેસીને ઉપદેશ કરતા હોય છે, અને અહીં તો પોતાના ગુરુના ચિત્રપટ સામે બેસીને એમનાં વચનનું વાચન-વિવેચન થાય છે.” સં. ૨૦૦૮ પહેલાં મુમુક્ષુઓ પિતાની યાદશક્તિ મુજબ પિતાને માટે વિવેચન તથા બોધની નોંધ કરતા. પણ ત્યારપછી શ્રી ઋારે જ્યાં વિવેચન કે બેધ ચાલતો ત્યાં જ ઉતાર્યો હતો. તેમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીની સંમતિ પણ મેળવી લીધી હતી. એ બધું સંગ્રહ ભેગે કરીને બેધામૃત' રૂપે બે ભાગમાં છપાવવાનું નક્કી કર્યું. તેમાં પહેલા ભાગમાં ઘણુંખરું વચનામૃત રિવાયનાનું જે કાંઈ વિવેચન થતું તથા પ્રારાંગિક બંધ થતા તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 380