Book Title: Bhogi Bhamai Sansare Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૩૩૯ જિનતત્ત્વ “ભોગી ભમઈ સંસારે” એનો વિપરીત અર્થ કરીને કોઈ એમ પણ માને કે જેણે સંસારના ભોગ ભોગવવા છે તેણે સંસારમાં બધે ભમવું જોઈએ. જ્યાં જ્યાં ભોગ ભોગવવાનાં સ્થાનો છે ત્યાં પહોંચી જવું જોઈએ, જેણે ભોગ ભોગવવા છે એણે ભમતા રહેવું જોઈએ. વર્તમાન કાળમાં તો ભમવા માટેનાં ઝડપી વાહનો વધ્યાં છે એટલે સમગ્ર દુનિયામાં ભમવાની – ભોગ ભોગવવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. પરંતુ આ મોટું અજ્ઞાન છે. ભોગી ભમઈ સંસારે' એમ જે ભગવાને કહ્યું છે તે એક જન્મની દૃષ્ટિએ નહીં, પણ જન્મજન્માન્તરની દૃષ્ટિએ, કર્મની જંજીરોની દષ્ટિએ કહ્યું છે. જીવનું જન્માન્તરનું પરિભ્રમણ સંસારમાં સતત ચાલતું જ રહે છે. એ ચક્ર ચાલવાનું મુખ્ય કારણ તો ભોગ ભોગવવા માટેની લાલસા છે, અર્થાત્ ભોગો માટેનો રાગ છે, આસક્તિ છે. જ્યાં સુધી ભોગવૃત્તિ છે, ભોગબુદ્ધિ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા તો ચાલુ જ રહેવાની. જ્યાં સુધી કર્મપરંપરા છે ત્યાં સુધી મુક્તિ નથી. એટલે ભોગી જીવને સંસારમાં પરિભ્રમણ જ કરવાનું રહે છે. સામાન્ય રીતે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માટે ઉદ્યમશીલ રહે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના દરેકની જુદી જુદી હોય છે. આહાર, વસ્ત્ર, વસ્તી, વાહન ઇત્યાદિ એ માણસના સુખનાં પ્રાથમિક સાધનો છે. પરંતુ માત્ર સાધનો કે પદાર્થો જ નહીં, એમાં રહેલી આસક્તિ એ જ મોક્ષમાર્ગમાં મોટો અંતરાય છે. “આચારાંગસૂત્રમાં કહ્યું છે : कामेसु गिद्धा णिचयं करेन्ति, सेसिच्चमाणा पुणरेन्ति गभं । [ કામભોગમાં ગૃદ્ધ એટલે કે આસક્તિ રાખનાર જીવ કર્મોનો સંચય કરે છે. કર્મોથી બંધાયેલો જીવ ફરી ગર્ભવાસમાં આવે છે. ] આચારાંગસૂત્ર'માં અન્યત્ર કહ્યું છે : હિન્દ્રા નો રૂપકુપરિમાળા !! [ વિષયોમાં આસક્ત જીવ લોકમાં એટલે કે સંસારમાં પરિભ્રમ કરે છે. ! સ્થૂલ ઇન્દ્રિયોથી માણસો ભોગ ન ભોગવતા હોય તોપણ તેમના ચિત્તમાં તે ઇન્દ્રિયોના પદાર્થો માટેનો અનુરાગ જો હોય તો તેવા માણસો ભોગી જ ગણાય. ક્યારેક સ્થૂલ ભોગવટા કરતાં પણ આવા માનસિક ભોગવટામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6