Book Title: Bhogi Bhamai Sansare Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ ૩૩૪ જિનતત્ત્વ તેમને જોઈ જ રહ્યા. તેઓને એમ થયું કે આ કોઈ જ્ઞાની મહાત્મા છે. એટલે તેઓએ કહ્યું, “હે મુનિરાજ ! તમે જ એ રહસ્યો અમને સમજાવો.' પછી જયઘોષ મુનિએ તેમને વેદ, યજ્ઞ વગેરેનું સૂક્ષ્મ રહસ્ય સમજાવ્યું. સાચો બ્રાહ્મણ કોણ કહેવાય, સાચો સાધુ કોણ કહેવાય, સાચો તાપસ કોણ કહેવાય તથા અહિંસાદિ પંચ મહાવ્રતનું આત્મોદ્ધારમાં કેટલું મહત્ત્વ છે તે તેમણે સમજાવ્યું. એથી વિજયઘોષ બ્રાહ્મણ પર એની ઘણી મોટી અસર પડી. એણે પછી સંસારથી વિરક્ત થઈને જયઘોષ મુનિ પાસે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યાર પછી સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને અને પોતાનાં કર્મોને ખપાવીને જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ બંને કેવળજ્ઞાન પામ્યા અને કાલાનુક્રમે સિદ્ધગતિને વર્યા. જયઘોષ મુનિએ વિજયઘોષ બ્રાહ્મણને ત્યારે જે બોધ આપ્યો હશે તે તો બહુ વિગતે હશે. ચર્ચાવિચારણા અને પ્રશ્નોત્તરી પણ થઈ હશે. એ બધી વિગતો પ્રાપ્ત નથી, પરંતુ તેમાંથી સારગર્ભ થોડીક ગાથાઓ ભગવાન મહાવીરે આ અધ્યયનમાં આપી છે. આ ગાથાઓ હૃદયમાં વસી જાય એવી છે. આ ગાથાઓમાં પણ જે કેટલીક ચોટદાર પંક્તિઓ છે તેમાંથી માત્ર ત્રણ શબ્દની પંક્તિ મડ઼ સંસારે ' કેટલી બધી માર્મિક અને અર્થસભર છે ! ઉત્તરાધ્યયન સૂત્રની આખી ગાથા નીચે પ્રમાણે છે : उवलेलो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई ।। [ ભોગોથી ઉપલેપ થાય છે (ભોગી કર્મબંધથી લેપાય છે), અભોગી લેપાતો નથી. ભોગ સંસારમાં ભમે છે, અભોગી વિમુક્ત થાય છે. ] - વર્તમાન સાંસારિક જીવન ઉપર દૃષ્ટિપાત કરીએ તો મોટા ભાગના જીવોની દૈનિક પ્રવૃત્તિ તે પોતાની સંજ્ઞાઓને સંતોષવાની છે અર્થાત્ ભોગો ભોગવવાની છે. આહાર, નિદ્રા, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ સંજ્ઞાના બળે જીવ તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. તિર્યંચ ગતિના જીવોની પ્રવૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો અનુસાર જીવન જીવવા માટેની છે. મુખ્યત્વે તો તેઓ આહારની શોધમાં અને આહાર મળ્યા પછી તે ખાવામાં અને પ્રજોત્પત્તિમાં પોતાનું જીવન પૂરું કરે છે. મનુષ્યજીવનમાં ભોગવિલાસનું પ્રમાણ વધુ છે. આહાર, વસ્ત્ર, રહેઠાણ, વાહનો ઇત્યાદિ સહિત પાંચ ઇન્દ્રિયોના સુખભોગ માણવા નીકળેલો મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6