Book Title: Bhogi Bhamai Sansare
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249445/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे - ભગવાન મહાવીર (ભોગી સંસારમાં ભમે છે.) ઉત્તરાધ્યયન સૂત્રના યજ્ઞીય' નામના અધ્યયનમાં નાની પણ સરસ તત્ત્વબોધક વાત આવે છે. વારાણસી નગરીમાં ચાર વેદનો જાણકાર એવો વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે વખતે એ નગરમાં જયઘોષ નામના એક મુનિ પધાર્યા. તેમણે માસખમણની આકરી તપશ્ચર્યા કરી હતી. પારણા માટે તેઓ ગોચરી વહોરવા નીકળ્યા હતા. તેઓ વિજયઘોષ નામના બ્રાહ્મણના યજ્ઞના સ્થળે આવી રહ્યા હતા. મુનિને વચ્ચે જ અટકાવીને વિજયઘોષે કહ્યું, “હે મુનિ, યજ્ઞ માટે વિવિધ વાનગીઓ અમે બનાવી છે, પરંતુ અમે તમને ભિક્ષા નહીં આપીએ. માટે બીજા કોઈ સ્થળે જઈ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. અમારી યજ્ઞની વાનગીઓ તો બ્રાહ્મણો માટે જ છે. એ બ્રાહ્મણો પણ એવા હોવા જોઈએ કે જેઓ ચાર વેદના જાણકાર હોય, તેઓ યજ્ઞાર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર વગેરે છે અંગના અભ્યાસી હોય અને જેઓ પોતાના આત્માનો તથા બીજાના આત્માનો ઉદ્ધાર કરનાર હોય.' વિજયઘોષનાં આવાં વચનથી જયધોષ મુનિ નારાજ ન થયા. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ ! મારે હવે તમારી ભિક્ષા નથી જોઈતી. એમ કરવામાં મારે કોઈ દ્વેષ નથી કે સ્વાર્થ નથી. મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે વેદોનું, યજ્ઞનું, જ્યોતિષનું અને ધર્મનું મૂળભૂત ગૂઢ રહસ્ય જાણતા નથી.' જયધોષ મુનિનો પ્રભાવ એટલો બધો હતો અને એમની નિર્મળ, નિર્દોષ મુખમુદ્રા એટલી તેજસ્વી હતી કે વિજયધોષ અને ત્યાં યજ્ઞમાં બેઠેલા સભાજનો Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જિનતત્ત્વ તેમને જોઈ જ રહ્યા. તેઓને એમ થયું કે આ કોઈ જ્ઞાની મહાત્મા છે. એટલે તેઓએ કહ્યું, “હે મુનિરાજ ! તમે જ એ રહસ્યો અમને સમજાવો.' પછી જયઘોષ મુનિએ તેમને વેદ, યજ્ઞ વગેરેનું સૂક્ષ્મ રહસ્ય સમજાવ્યું. સાચો બ્રાહ્મણ કોણ કહેવાય, સાચો સાધુ કોણ કહેવાય, સાચો તાપસ કોણ કહેવાય તથા અહિંસાદિ પંચ મહાવ્રતનું આત્મોદ્ધારમાં કેટલું મહત્ત્વ છે તે તેમણે સમજાવ્યું. એથી વિજયઘોષ બ્રાહ્મણ પર એની ઘણી મોટી અસર પડી. એણે પછી સંસારથી વિરક્ત થઈને જયઘોષ મુનિ પાસે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યાર પછી સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને અને પોતાનાં કર્મોને ખપાવીને જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ બંને કેવળજ્ઞાન પામ્યા અને કાલાનુક્રમે સિદ્ધગતિને વર્યા. જયઘોષ મુનિએ વિજયઘોષ બ્રાહ્મણને ત્યારે જે બોધ આપ્યો હશે તે તો બહુ વિગતે હશે. ચર્ચાવિચારણા અને પ્રશ્નોત્તરી પણ થઈ હશે. એ બધી વિગતો પ્રાપ્ત નથી, પરંતુ તેમાંથી સારગર્ભ થોડીક ગાથાઓ ભગવાન મહાવીરે આ અધ્યયનમાં આપી છે. આ ગાથાઓ હૃદયમાં વસી જાય એવી છે. આ ગાથાઓમાં પણ જે કેટલીક ચોટદાર પંક્તિઓ છે તેમાંથી માત્ર ત્રણ શબ્દની પંક્તિ મડ઼ સંસારે ' કેટલી બધી માર્મિક અને અર્થસભર છે ! ઉત્તરાધ્યયન સૂત્રની આખી ગાથા નીચે પ્રમાણે છે : उवलेलो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई ।। [ ભોગોથી ઉપલેપ થાય છે (ભોગી કર્મબંધથી લેપાય છે), અભોગી લેપાતો નથી. ભોગ સંસારમાં ભમે છે, અભોગી વિમુક્ત થાય છે. ] - વર્તમાન સાંસારિક જીવન ઉપર દૃષ્ટિપાત કરીએ તો મોટા ભાગના જીવોની દૈનિક પ્રવૃત્તિ તે પોતાની સંજ્ઞાઓને સંતોષવાની છે અર્થાત્ ભોગો ભોગવવાની છે. આહાર, નિદ્રા, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ સંજ્ઞાના બળે જીવ તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. તિર્યંચ ગતિના જીવોની પ્રવૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો અનુસાર જીવન જીવવા માટેની છે. મુખ્યત્વે તો તેઓ આહારની શોધમાં અને આહાર મળ્યા પછી તે ખાવામાં અને પ્રજોત્પત્તિમાં પોતાનું જીવન પૂરું કરે છે. મનુષ્યજીવનમાં ભોગવિલાસનું પ્રમાણ વધુ છે. આહાર, વસ્ત્ર, રહેઠાણ, વાહનો ઇત્યાદિ સહિત પાંચ ઇન્દ્રિયોના સુખભોગ માણવા નીકળેલો મનુષ્ય Page #3 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे ૩૩૫ તેવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે. વૈજ્ઞાનિક સાધનો વડે તેમાં પ્રતિ પણ ઘણી થતી રહે છે. આનંદધનજી મહારાજ કહે છે તેમ સકલ સંસારી ઇન્દ્રિયરામી છે.' માત્ર ‘મુનિગણ આતમરામી’ હોય છે. દુનિયાની અડધાથી વધારે વસ્તી તો જન્માન્તરમાં માનતી નથી. જે જીવન મળ્યું છે તે સુખપૂર્વક ભોગવી લેવું જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે અને એ દિશામાં જ તેઓનો પુરુષાર્થ હોય છે. આખી જિંદગી સારું સારું ખાધુંપીધું હોય અને સરસ મોંઘાં વસ્ત્રો, વાહનો, રહેઠાણો ધરાવતા હોય, મનોરંજનની પ્રવૃત્તિઓ જેમણે માણી હોય તેઓનું જીવ્યું સફળ અને સાર્થક ગણાય એવી તેમની માન્યતા હોય છે. જીવન માટે એ જ તેઓનો માપદંડ હોય છે. પરંતુ ભૌતિક જીવન સુખી હોય, સર્વ પ્રકારે અનુકૂળતાવાળું હોય, ઇચ્છાનુસાર બધાં કાર્યો થતાં હોય તો પણ એવા જીવનનો અંત આવે જ છે. આવા કેટલાક લોકોને અંતકાળે અજંપો સતાવે છે. બસ, આ બધું વસાવેલું અને ભોગવવા માટે એકત્ર કરેલું બધું જ મૂકીને ચાલ્યા જવાનું ? વળી ભોગવેલું સુખ ક્ષણિક છે. એવું ભૌતિક સુખ ભોગવતી વખતે સ્થૂલ આનંદનો અનુભવ હોય છે. પરંતુ પછી સમય જતાં એની સ્મૃતિ શેષ થતી જાય છે. સારામાં સારું ખાધુંપીધું હોય, મિજબાનીઓ માણી હોય, પણ થોડાં વર્ષ પછી એની સ્મૃતિ પણ તાજી થતી નથી. વિસ્મૃતિ બધે જ ફરી વળે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો સંસારમાં પાર વગરના છે. તે ભોગવતી વખતે ક્ષણિક સ્કૂલ સૂખ હોય છે, પણ પછી એ દુ:ખનાં નિમિત્ત બની જાય છે. જો પદાર્થોના ભોગવટાથી માત્ર સુખ જ હોય તો સંસારમાં દુઃખ હોય નહીં. પણ આ ભોગવટો જ દુઃખને – ઈર્ષ્યા, દ્વેષ, લહ, કંકાસ, લડાઈ, યુદ્ધ વગેરેને નોતરે છે. એટલે જ્યાં સ્થૂલ ભૌતિક સુખ છે ત્યાં દુઃખ પણ છે જ. વળી એ સુખ પણ તત્કાલીન ક્ષણિક હોય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં ભગવાને કહ્યું છે : खममेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकामसोक्खा | संसारमोक्खस्स विपक्खभूया खाणी अणत्थाण उ कामभोगा । આ કામભોગો ક્ષણભર સુખ અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણુંબધું દુઃખ અને થોડુંક સુખ આપનારા છે. તે સંસારમુક્તિના પ્રતિપક્ષી-વિરોધી છે અને અનર્થોની ખાણ જેવા છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ જિનતત્ત્વ “ભોગી ભમઈ સંસારે” એનો વિપરીત અર્થ કરીને કોઈ એમ પણ માને કે જેણે સંસારના ભોગ ભોગવવા છે તેણે સંસારમાં બધે ભમવું જોઈએ. જ્યાં જ્યાં ભોગ ભોગવવાનાં સ્થાનો છે ત્યાં પહોંચી જવું જોઈએ, જેણે ભોગ ભોગવવા છે એણે ભમતા રહેવું જોઈએ. વર્તમાન કાળમાં તો ભમવા માટેનાં ઝડપી વાહનો વધ્યાં છે એટલે સમગ્ર દુનિયામાં ભમવાની – ભોગ ભોગવવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. પરંતુ આ મોટું અજ્ઞાન છે. ભોગી ભમઈ સંસારે' એમ જે ભગવાને કહ્યું છે તે એક જન્મની દૃષ્ટિએ નહીં, પણ જન્મજન્માન્તરની દૃષ્ટિએ, કર્મની જંજીરોની દષ્ટિએ કહ્યું છે. જીવનું જન્માન્તરનું પરિભ્રમણ સંસારમાં સતત ચાલતું જ રહે છે. એ ચક્ર ચાલવાનું મુખ્ય કારણ તો ભોગ ભોગવવા માટેની લાલસા છે, અર્થાત્ ભોગો માટેનો રાગ છે, આસક્તિ છે. જ્યાં સુધી ભોગવૃત્તિ છે, ભોગબુદ્ધિ છે ત્યાં સુધી કર્મબંધની પરંપરા તો ચાલુ જ રહેવાની. જ્યાં સુધી કર્મપરંપરા છે ત્યાં સુધી મુક્તિ નથી. એટલે ભોગી જીવને સંસારમાં પરિભ્રમણ જ કરવાનું રહે છે. સામાન્ય રીતે લોકો પોતાનું જીવન સુખી બનાવવા માટે ઉદ્યમશીલ રહે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના દરેકની જુદી જુદી હોય છે. આહાર, વસ્ત્ર, વસ્તી, વાહન ઇત્યાદિ એ માણસના સુખનાં પ્રાથમિક સાધનો છે. પરંતુ માત્ર સાધનો કે પદાર્થો જ નહીં, એમાં રહેલી આસક્તિ એ જ મોક્ષમાર્ગમાં મોટો અંતરાય છે. “આચારાંગસૂત્રમાં કહ્યું છે : कामेसु गिद्धा णिचयं करेन्ति, सेसिच्चमाणा पुणरेन्ति गभं । [ કામભોગમાં ગૃદ્ધ એટલે કે આસક્તિ રાખનાર જીવ કર્મોનો સંચય કરે છે. કર્મોથી બંધાયેલો જીવ ફરી ગર્ભવાસમાં આવે છે. ] આચારાંગસૂત્ર'માં અન્યત્ર કહ્યું છે : હિન્દ્રા નો રૂપકુપરિમાળા !! [ વિષયોમાં આસક્ત જીવ લોકમાં એટલે કે સંસારમાં પરિભ્રમ કરે છે. ! સ્થૂલ ઇન્દ્રિયોથી માણસો ભોગ ન ભોગવતા હોય તોપણ તેમના ચિત્તમાં તે ઇન્દ્રિયોના પદાર્થો માટેનો અનુરાગ જો હોય તો તેવા માણસો ભોગી જ ગણાય. ક્યારેક સ્થૂલ ભોગવટા કરતાં પણ આવા માનસિક ભોગવટામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ भोगी भमइ संसारे ૩૩૭ તીવ્રતા વધુ હોય છે. સ્થૂલ ભોગવટો તો પ્રાય: એક જ વાર હોય, પણ માનસિક ભોગવટો તો વારંવાર, અનેકવાર હોઈ શકે છે. અનેક ગરીબ લોકોને લૂખુંસૂકું ખાવાનું મળતું હોય છે. તેઓ ખાય છે ત્યારે તેમાં તેમને એટલો રસ પડતો નથી. તેઓ ખાતી વખતે રાજીરાજી થાય એવું પણ ઓછું બને છે. પરંતુ તેથી ખાવા માટેની તેમની આસક્તિ ઓછી થઈ ગઈ છે એમ ન કહેવાય. સરસ ભોજન મળતાં તેઓ પ્રસન્ન થઈ જાય છે અને એવું વારંવાર મળે એવી વૃત્તિ પણ રહે છે. મતલબ કે સ્વાદિષ્ટ ભોજન માટેની તેમની આસક્તિ તો અંતરમાં પડેલી હોય છે. ખાસૂકા આહાર વખતે તે પ્રગટ થતી નથી. કેટલાક મહાત્માઓએ બીજો બધો ત્યાગ કર્યો હોય છે. ઘરબાર, કુટુંબ પરિવાર, માલમિલક્ત એમણે ત્યાગી દીધાં હોય છે. આમ છતાં ભોજન માટેનો એમનો રસ છૂટતો નથી. કોઈકને પ્રશ્ન થાય કે અભોગી કર્મથી લપાતો નથી અને અભોગી કર્મથી મુક્ત થાય છે એમ કહ્યું છે, પરંતુ જીવનના અંત સુધી માણસને ખાવા તો જોઈએ છે, પહેરવાનું વસ્ત્ર જોઈએ છે અને ટાઢ, તડકો કે વરસાદથી બચવા રહેઠાણ જોઈએ છે, ઉપકરણો જોઈએ છે. એટલે કે જીવનપર્યત માણસ વિવિધ પદાર્થોનો ઉપભોગ કરતો રહે છે, તો પછી એને અભોગી કેવી રીતે કહેવાય ? એનો ઉત્તર એ છે કે જીવનના અંત સુધી માણસ ખોરાક કે પાણી ન લે તો પણ હવાનો ઉપયોગ તો એને અવશ્યક કરવો જ પડશે. જીવનનું અસ્તિત્વ છે ત્યાં સુધી આહારપાણી લેવાતાં જ રહેશે. વસ્ત્ર, વસ્તી પણ રહે છે. પરંતુ જીવની એમાંથી ભોગબુદ્ધિ જ્યારે નીકળી જાય છે એટલે એ અભોગી થાય છે. જ્યાં સુધી ભોગબુદ્ધિ-સુખબુદ્ધિ છે, રાગ છે, આસક્તિ છે, ગમવા – ન ગમવાના અને અનુકૂળતા – પ્રતિકૂળતાના ભાવો છે, કર્તૃત્વ અને ભોકતૃત્વની વૃત્તિ છે ત્યાં સુધી જીવ ભોગી છે. ભોગપદાર્થો સાથેનું એનું ભાવાત્મક અનુસંધાન જ્યારે સદંતર નીકળી જાય છે ત્યારે તે અભોગી બને છે. ઊંડી સંયમસાધના વગર આવું અભોગીપણું આવતું નથી અને આવે તો બહુ ટકતું નથી. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ ।। વસ્ત્ર, સુગંધી મનગમતા પદાર્થો, ઘરેણાં, સ્ત્રીઓ, પલંગ-આસન વગેરે જે પોતાને પ્રાપ્ત નથી અને તેથી માણસ ભોગવતો નથી તેથી તે ત્યાગી ન Page #6 -------------------------------------------------------------------------- ________________ 338 જિનતત્વ કહેવાય. ] जे य कंते पिए भोए लद्धे विप्पिठि कुब्बई / साहीणे चयइ भोए से हु चाहि त्ति युच्चई / / [ જે માણસ મનોહર, પ્રિય ભોગો પામ્યા છતાં અને તે પોતાને સ્વાધીન હોવા છતાં તેના તરફ પીઠ ફેરવે છે એટલે કે તેનો ત્યાગ કરે છે તે નિશ્ચે ત્યાગી કહેવાય છે. ] જ્યાં સુધી સંસારનો ભય લાગતો નથી ત્યાં સુધી ભોગવિલાસ ગમે છે. માણસને એ ગમે છે એમાં મુખ્યત્વે મોહનીય કર્મ કાર્ય કરે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો પ્રબળ ઉદય હોય અને માણસની આત્મિક જાગૃતિ ન હોય તો સંસાર અને રળિયામણો લાગે છે, બિહામણો નથી લાગતો. સંસારના ભોગવિલાસ તરફ એની દૃષ્ટિ રહે છે અને એની ભોગબુદ્ધિ સતેજ રહે છે. સંસાર એને બિહામણો લાગે, છોડીને ભોગવવા જેવો લાગે ત્યારે જ એની ભોગવૃત્તિ નબળી પડે છે અને ચાલી જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનસારમાં કહ્યું છે :" बिभेषि यदि संसाराद् मोक्षप्रासिं च काङक्षसि / तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् / / [ જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખે છે, તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ. ]