SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ भोगी भमइ संसारे - ભગવાન મહાવીર (ભોગી સંસારમાં ભમે છે.) ઉત્તરાધ્યયન સૂત્રના યજ્ઞીય' નામના અધ્યયનમાં નાની પણ સરસ તત્ત્વબોધક વાત આવે છે. વારાણસી નગરીમાં ચાર વેદનો જાણકાર એવો વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે વખતે એ નગરમાં જયઘોષ નામના એક મુનિ પધાર્યા. તેમણે માસખમણની આકરી તપશ્ચર્યા કરી હતી. પારણા માટે તેઓ ગોચરી વહોરવા નીકળ્યા હતા. તેઓ વિજયઘોષ નામના બ્રાહ્મણના યજ્ઞના સ્થળે આવી રહ્યા હતા. મુનિને વચ્ચે જ અટકાવીને વિજયઘોષે કહ્યું, “હે મુનિ, યજ્ઞ માટે વિવિધ વાનગીઓ અમે બનાવી છે, પરંતુ અમે તમને ભિક્ષા નહીં આપીએ. માટે બીજા કોઈ સ્થળે જઈ ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. અમારી યજ્ઞની વાનગીઓ તો બ્રાહ્મણો માટે જ છે. એ બ્રાહ્મણો પણ એવા હોવા જોઈએ કે જેઓ ચાર વેદના જાણકાર હોય, તેઓ યજ્ઞાર્થી હોય, જ્યોતિષશાસ્ત્ર વગેરે છે અંગના અભ્યાસી હોય અને જેઓ પોતાના આત્માનો તથા બીજાના આત્માનો ઉદ્ધાર કરનાર હોય.' વિજયઘોષનાં આવાં વચનથી જયધોષ મુનિ નારાજ ન થયા. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ ! મારે હવે તમારી ભિક્ષા નથી જોઈતી. એમ કરવામાં મારે કોઈ દ્વેષ નથી કે સ્વાર્થ નથી. મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે વેદોનું, યજ્ઞનું, જ્યોતિષનું અને ધર્મનું મૂળભૂત ગૂઢ રહસ્ય જાણતા નથી.' જયધોષ મુનિનો પ્રભાવ એટલો બધો હતો અને એમની નિર્મળ, નિર્દોષ મુખમુદ્રા એટલી તેજસ્વી હતી કે વિજયધોષ અને ત્યાં યજ્ઞમાં બેઠેલા સભાજનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249445
Book TitleBhogi Bhamai Sansare
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size297 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy