Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૧ ૧. આ. વિજયસિંહસૂરિ - તેમણે સ. ૧૧૯૧ના માહ વદિ ૩ના રોજ કૃષ્ણર્ષિના શિષ્ય આ. જયસિંહેહસૂરિની ‘ધર્મોપદેશમાલા ગાથા.”ગાથાઃ ૯૮નું વિવરણ ૨૦ઃ ૧૪૪૭૧ રચ્યું, જેમાં તેમના ગુરુભાઈ પં૦ અભયકુમાર ગણિએ સહાય કર હતી. આ આચાર્ય ઘણા રૂપાળા અને શાંત હતા. ૨. આ૦ ચંદ્રસૂરિ-તેઓ લાટદેશના નાણાપ્રધાન મંત્રી હતા. ૩. આ૦ વિબુધચંદ્ર- તે પણ લાટદેશના મંત્રી હતા. તેમણે મંત્રીપદ તજી દીક્ષા લીધી. તેમણે ગુરુદેવની ‘વિસે સાવસ્મય’ની બૃહતિનું તથા આ૦ચંદ્રસૂરિએ રચેલા મુણિસુવ્યયચરિય” નું સંશોધન કર્યું હતું તેમના શિષ્ય ઉપાધ્યાય પદ્મચંદ્ર હતા. ૪.૫૦લક્ષ્મણ ગણિ - તેમણે સ૦૧૧૯૯ના માહસુદિ ૧૦ના રોજ ગુજરશ્વરકુમારપાલના રાજ્યમાં માંડલમાં સુપાસનાચરિયું ગ્રંથાગ : ૧૦૦૦૦ પ્રમાણ રચ્યું છે. આ૦ હેમચંદ્રસૂરિએ ઘણી ધર્મપ્રભાવના કરી હતી. ગિરનાર તીર્થનો કબજો અપાવ્યો હતો. અમારિ પ્રવર્તાવી હતી. સાધુઓનો થતો પરાજય નિવાર્યો હતો. ચૈત્યવાસનો ફેલાવો ન થાય એ માટે તેમણે સક્રિય પ્રયત્ન કર્યો હતો. જિનમંદિરો માટે થતા વિનો દૂર કરાવ્યાં હતા. લગભગ એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરેલી છે. - તેઓ સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા. રાજા સિદ્ધરાજ તેમની સ્મશાન યાત્રામાં થોડાએક માર્ગ સુધી સાથે ગયો હતો અને એ રીતે પોતાનો આચાર્ય શ્રી પ્રત્યેનો હાર્દિક પૂજ્યભાવ વ્યકત કર્યો હતો. - આચાર્ય શ્રી પરમનૈષ્ઠિક પં.શ્વેતાંબચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા. એકંદરે તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. (જૂઓ, જીવસમાસની સ્વલિખિત પ્રત) (-આ૦ ચંદ્રસૂરિકૃત ‘સણયકુમારચરિય’ અને ‘મુણિસુવ્યચરિયું' - પ્રશસ્તિ, આ૦ વિજયસિંહસૂરિકૃત “ધમોંપદેશમાલાવિવરણ” -પ્રશસ્તિ, ૫૦ લક્ષ્મણગણિકૃત ‘સુપાસનાચરિય” -પ્રશસ્તિ; આ૦ દેવપ્રભસૂરિકૃત ન્યાયાવતાર-ટિપ્પન, આ૦ દેવભદ્રકૃત પાંડવાયન'; આ૦ રાજશેખરસૂરિકૃત ન્યાયકંદલીપંજિકા-પ્રશસ્તિ અને પ્રાકૃત દયાશ્રયમહાકાવ્યવૃત્તિ' - પ્રશસ્તિ; પિટર્સન રિપોર્ટ પા૦ ૮૯ થી ૯૬, જૈનસત્યપ્રકાશ' ક્રમાંક ૧૩૬; જૈન” અંક તા-૨-૧૦-૧૯૨૭. પાના ૬૯૭) ૨. આ૦ હેમચંદ્રસૂરિ પોતે “જીવસમાસની વૃત્તિમાં પોતાનો પરિચય આપે છે કે, “યમ, નિયમ, સ્વાધ્યાય અને પદસ્થ ધ્યાનાનુષ્ઠાનરત, પરમનૈષ્ઠિક પંડિત શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક શ્રી હેમચંદ્રાચાર્યે સં૦ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ ને સોમવારે પાટણમાં જયસિંહના રાજ્યમાં " “જીવસમાસવૃત્તિ' (ગ્રીઃ ૭00) લખી છે. આ પ્રતિ આજે ખંબાતના ભંડારમાં વિદ્યમાન છે. (જૈનપરંપરાનો ઈતિહાસ ભાગ ૨ માંથી સાભાર ઉત)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 282