Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ અને શરીર બહુજ મલિન રહેતાં હોવાથી માલધારી તરીકે ઓળખાયા. તેમના વ્યાખ્યાનમાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ આવતો હતો તેવા તેઓશ્રી વિદ્વાન હતા. તેઓશ્રીનો વિશેષ પરિચય આ ગ્રંથમાં અલગ આપવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથનો ટીકા સહિત ભાવાનુવાદ કરનારા મુનિશ્રી સુમતિશેખર વિજયજી મહા વિદ્વાન કર્મ સાહિત્ય સર્જક આચાર્ય શ્રી વીરશેખર સૂરિજીના શિષ્ય છે. પોતાના ગુરુદેવોના જીવનમાંથી બાહ્ય -અત્યંતર એ બંને પ્રકારના તપનું આલંબન લઈને પોતાના જીવનને તપોમય બનાવ્યું છે. તેમની અત્યારે આયંબિલ વર્ધમાન તપની ૮૭મી ઓળી ચાલી રહી છે. વર્ષોથી કામ ચોવિહાર આયંબિલ કરે છે. પારણું હોય ત્યારે પણ પ્રાયઃ એકાસણાથી ઓછું તપ કરતા નથી. એકાસણું પણ ઠામ ચોવિહાર કરે છે. પોતાના ગુરુદેવોની સેવા કરવા પૂર્વક સતત સ્વાધ્યાયમાં લીન રહે છે. દસ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા આ મુનિશ્રીએ પોતાના ગુરુદેવોની કૃપા પ્રાપ્ત કરીને જ્ઞાનમાં સારો વિકાસ સાધ્યો છે. તેઓ ભવભાવના ગ્રંથની જેમ અન્ય ગ્રંથોના પણ અનુવાદ સંપાદન વગેરે કરીને પોતાની શક્તિનો ચતુર્વિધ સંઘને લાભ આપતા રહે એ જ એક મંગલ કામના. આચાર્ય રાજશેખરસૂરિ વિ.સં. ૨૦૧૭, જે.સુ.૩ બોરીવલી (વેસ્ટ) શ્રી રત્નત્રયી આરાધના હોલ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 282